ત્રણ ફૂટની હાઈટ ધરાવતા ગણેશ બારૈયાને ભાવનગરની મેડિકલ કોલેજમાં મળ્યું એડમિશન, સૌથી ઓછી ઊંચાઈના ડોક્ટરનો ગિનીસ રેકોર્ડ કરશે

ભાવનગર જીલ્લાના તળાજાના ગોરખી ગામનો 17 વર્ષનો ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયા ઊંચાઈમાં માત્ર ત્રણ ફૂટનો છે. તેની શાળા નીલકંઠ વિદ્યાપીઠએ એમબીબીએસ માટે મેડિકલ કોલેજ માટે પ્રવેશની અરજી કરી હતી. પરંતુ ઉંચાઈને પગલે પ્રવેશ મળ્યો નહી અને અંતે સંસ્થાએ સુપ્રીમમાં ઘા જીકીને 3.50 લાખ ખર્ચીને જીત મેળવી છે. સુપ્રીમના આદેશ બાદ પ્રવેશ મળતા આજે ગુરુવારે તેનો પ્રથમ […]

શ્રાવણ માસમાં કેળા ખાતા પહેલા ચેતજો, આરોગ્ય વિભાગે રાજકોટમાં જંતુનાશક દવા વડે પકવેલા 500 કિલો કેળાનો નાશ કર્યો

રાજકોટ શહેરમાં શ્રાવણ મહિનાનાં પહેલા દિવસે આરોગ્યના દરોડામાં 500 કિલો કેળા કેમિકલથી પકાવાતા હોવાનુ સામે આવ્યું હતું. જેથી આરોગ્યની ટીમે આ કેળા અખાધ હોવાનું જણાવી નાશ કર્યો હતો. શ્રાવણ માસમાં ફરાળમાં લોકો કેળા વધુ ખાતા હોય છે. પરંતુ તેમાં કેમિકલ નાખી પકવતા હોવાનું સામે આવ્યું છે. ચોમાસાને લઇ પાણીજન્ય રોગ અટકાવવા આજે દરોડાની કામગીરી હાથ […]

એક સંત અને શિષ્ય રાતે રોકાયા એક ગરીબ ખેડુતની ઝૂંપડીમાં, ગુરુએ શિષ્યને કહ્યુ કે આ ખેડુતને રોજી-રોટી આપનારી ભેંસ ચોરી લે, આવુ કર્યા પછી 8-10 વર્ષ સુધી શિષ્યને થતો રહ્યો પસ્તાવો, ત્યારબાદ શિષ્ય જ્યારે ખેડુત પાસે ગયો તો આશ્ચર્ય પામી ગયો

પ્રાચીન સમયમાં એક સંત પોતાના શિષ્યની સાથે જુદા-જુદા ગામમાં ભ્રમણ કરી રહ્યા હતા. એક દિવસ ફરતા-ફરતા રાત થઈ ગઈ તો તેમણે એક મોટા ખાલી ખેતરની વચ્ચે ઝૂંપડી દેખાઇ. બંનેએ વિચાર્યુ કે આજે રાતે આ ઝૂંપડીમાં જ રોકાઇ જઇએ. ત્યાં જઇને જોય તો ત્યાં એક ગરીબ ખેડુત પોતાના પરિવાર સાથે રહેતો હતો. સંતે ખેડુતને પૂછ્યુ કે […]

આ લેડી સિંઘમને જોઈને ભલભલા લુખ્ખાઓ રસ્તો બદલી નાંખે છે, છોકરીઓની છેડતી કરનારા પર આફત બનીને તૂટી પડે છે

દિલ્હી પોલીસની તમામ મહિલા પોલીસ કર્મી પોતાના સાહસ માટે વખણાય છે પરંતુ તેમાં કોન્સ્ટેબલ જયા યાદવની વાત જ અલગ છે. જયા પોલીસ, સમાજ અને પોતાના પરિવાર માટે અલગ અલગ રોલ ભજવતી જોવા મળે છે. છોકરીઓની છેડતી કરનારા પર તે આફત બનીને તૂટી પડે છે. પુરુષ ઑફિસરોને મહિલાઓ દ્વારા વિવિધ પ્રકારના આરોપ લાગવાનો ડર રહેતો હોય […]

ગુજરાતમાં અહીં આવેલું છે સ્વયંભૂ મહાદેવનું મંદિર, જ્યાં સ્વયં શ્રી કૃષ્ણએ કરી હતી શિવની પૂજા

ભગવાન શિવના ભારતભરમાં અનેક મંદિરો અને ખાસ સ્થાનો આવેલા છે. ઉત્તરમાં કેદારનાથથી લઈને દક્ષિણમાં રામેશ્વરમ સુધીના શિવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે. આ ઉપરાંત 14 ઉપજ્યોતિર્લિંગમાંથી એક એવા બીલનાથ મહાદેવનું મંદિર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બીલેશ્વર ગામ ખાતે આવેલુ છે. કૃષ્ણ ભક્ત સુદામા અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ એવા પોરબંગરમાં આવેલું આ ગામ આસ્થાની દ્રષ્ટિએ ઐતિહાસિક મહત્વ […]

TTEએ પૂરું પાડ્યું ઈમાનદારીનું ઉદાહરણ, 2 લાખ રુપિયા ભરેલી બેગ મૂળ યાત્રીને પરત કરી

સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર ઠેર ઠેર ‘ખિસ્સાકાતરુથી સાવધાન’ એવા બોર્ડ નજરે ચડે છે. આ ઉપરાંત ટ્રેનમાં ઘણીવાર સામાન ચોરાઈ જવાની પણ ઘટનાઓ બનતી રહે છે. ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં સમયે લોકો સામાનને પણ લાંબી ચેઈનથી બાંધીને રાખતાં હોય છે. જેથી તે ચોરાઈ ન જાય. જોકે, અમૃતસર-અજમેર એક્સપ્રેસમાં એવો કિસ્સો સામે આવ્યો છે. જે જાણીને […]

લ્યો બોલો, અમેરિકાના ન્યૂ યોર્કમાં ગાયને ભેટવાના એક કલાકના 5000 રૂપિયા આપે છે લોકો

યુરોપિયન દેશોમાં ગાયને ભેટવાના એટલે કે ‘કાઉ કડલિંગ’ સેશન ઘણા ફેમસ છે. આ સેશન હવે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં પણ શરુ થઈ ગયા છે. કસ્ટમરને આ સેશનમાં એક કલાકના 75 ડોલર એટલે કે આશરે 5200 રૂપિયા થાય છે. આ સેશનમાં વ્યક્તિ ગાય સાથે શાંત વાતાવરણમાં રહી શકે છે અને તેમની ચિંતા દૂર કરી શકે છે. […]

વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ કૃષ્ણ જન્મ જેવું દ્રશ્ય સર્જાયું, દોઢ માસના બાળકને બચાવવા PSI ટોપલામાં લઈને નીકળ્યા

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે. જોકે, વડોદરાની દેવપુરાવિસ્તારની એક સોસાયટીમાંથી પીએસઆઈ માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત સ્થળે જતા નજરે પડ્યા હતા. જેથી કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય હતું એવું જ આ દ્રશ્ય સર્જાયું હતું. પરંતુ કૃષ્ણને […]

એક શાંત સ્વભાવના સંતની પત્ની વાત વાત પર ઝઘડો કરતી હતી, એક દિવસ બધા શિષ્યો સામે પત્નીએ સંત ઉપર એક પાણીથી ભરેલું માટલું લાવીને નાખી દીધું, જાણો તેના પછી સંતે શું કર્યુ?

યૂનાનમાં એક સંત ખૂબ પ્રસિદ્ધ હતા, તેમનુ નામ હતુ સુકરાત. તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય હતા, બધા તેમનુ સન્માન કરતા હતા. દાર્શનિક સુકરાતને પોતાની લોકપ્રિયતા પર જરા પણ અહંકાર ન હતો. તે એકદમ શાંત, સહજ, સહનશીલ અને વિનમ્ર સ્વભાવના હતા. શાંત સ્વભાવના સુકરાતની પત્ની ખૂબ ગુસ્સાવાળી હતી. તે નાની-નાની વાત પર ઝઘડો કરતી હતી, પરંતુ સુકરાત […]

હવે ખાણી પીણીના ધંધાર્થી અને રેકડીવાળાઓએ હાથમાં ફરજિયાત ગ્લોવ્ઝ પહેરવા પડશે

રાજ્યમાં ખાણી પીણી બજારના અનેક નાના દુકાનદારો અને લારીવાળા ફેરિયાઓ ખોરાક રાંધવા અને પીરસવા સમયે સ્ચ્છતા અને હાઇજીન પ્રત્યે ખુબ બેદરકારી રાખતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ હવે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે નાના દુકાનદારો અને ફેરિયાઓએ પણ ખોરાક રાંધતા-પિરસતા સમયે સ્વચ્છ એપ્રોન અને હાથમાં મોજા-કેપ પહેરવા ફરજીયાત છે.રાજ્યના નાગરિકોના આરોગ્યને […]