આ ગામની મહિલાઓએ પોતાના ફાજલ સમયનો સદુપયોગ કરી રાખડીઓ બનાવી આર્થિક રીતે પગભર થઇ અન્ય મહિલાઓને પ્રેરણા પુરી પાડી

કઠલાલ તાલુકાના પીઠાઇ ગામના સંતરામ સખી મંડળની મહિલાઓ માટે રાખડી બનાવવાની કલા-કુશળતા આર્થિક આધારનું માધ્યમ બની છે. આ સખી મંડળની શરૂઆત 2014માં માત્ર રૂ.5 હજારની બચતથી કરવામાં આવી હતી. કઠલાલમાં સખી મંડળની બહેનો માટે રક્ષાબંધન દર વર્ષે મોસમની રોજગારીના દ્વાર ખોલે છે. રાખડી બનાવવાની કલા-કુશળતા આર્થિક આધારનું માધ્યમ બની છે. વર્ષે 5 લાખથી વધુ ટર્નઓવર […]

દશામાંના વ્રતની વિધિ અને વાર્તા

દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દશામાના વ્રતધારી પરિવારો આ દિવસોમાં પોતાના ઘરે પૂજાના સ્થાનક પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવત સ્થાપન કરે છે. દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન-અર્ચન, સત્સંગ, આરતી, કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે. વ્રતધારી મહિલાઓ ઉપવાસ કરી દશામાનું ભાવ પૂજન કરે છે, એટલું જ નહીં […]

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ, ઓલપાડમાં 12, ખંભાતમાં 13.5 અને ઉમરપાડામાં 8 ઈંચ વરસાદ.

હાલ ઓલપાડ, ખંભાત, સુરત, ભરૂચ, ઉમરપાડામાં બારેમેઘ ખાંગા થયા છે. આ ભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકારે વડોદરા, સુરત, ભરૂચમાં આગામી 36 કલાક સુધી હાઈ એલર્ટ જાહેર કરી પ્રજાજનોને ભોજન-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સલાહ આપી છે. આગામી બે દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓલપાડમાં 12, ખંભાતમાં […]

પોલીસે વિદ્યુત વિભાગના સુપરવાઇઝરને હેલ્મેટનો દંટ ફટકારતા, સુપરવાઇઝરે પોલીસ સ્ટેશનનો વીજ પુરવઠો જ કાપી નાખ્યો

ઉત્તર પ્રદેશના આગ્રામાં બે સરકારી કર્મચારી એકબીજા સાથે બાખડી પડ્યાનો અજીબ કિસ્સો બન્યો હતો. વીજળી વિભાગનો એક સુપરવાઇઝર મંગળવારે સાંજે પોતાના ટુ વ્હીલર પર નીકળ્યો હતો. એણે હેલ્મેટ પહેરી નહોતી એટલે ટ્રાફિક પોલીસે એને ઝડપી લીધો અને એના નામે દંડની રસીદ ફાડી. પેલાને એટલો બધો ગુસ્સો આવ્યો કે એણે એ વિસ્તારના સબ-સ્ટેશન પાસે જઇને પોલીસ […]

શ્રાવણ માસમાં શિવલિંગ પર બીલીપત્ર ચડાવાથી મળે છે કન્યાદાન કર્યાનું ફળ, સાથે શિવજીને પ્રિય 11 વસ્તુ વિશે જાણો

શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરી મનોકામના પૂર્ણ કરવાના અનેક ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. જળ, બલ્લીપત્ર, આંકડો, ઘતુરા, ભાંગ, કપુર, દૂધ, ચોખા, ચંદન, ભસ્મ અને રૂદ્રાક્ષ જેવી 11 સામગ્રીથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. શા માટે શિવજીને આ 11 વસ્તુ પ્રિય છે તે વિશે જણાવી રહ્યા છે જ્યોતીન્દ્ર અજવાળીયા. શિવજીને પ્રિય 11 વસ્તુ 1. જળ: ભગવાન […]

શું કલમ 370 હટાવવી શક્ય છે? જો ભારત સરકાર કલમ 370 હટાવી દે તો જમ્મુ કાશ્મીરમાં શું પરિવર્તન આવી શકે? જાણો.

ભાજપે તેના મેનિફેસ્ટોમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવવાની વાત કરી હતી. અત્યારની સ્થિતિ જોતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કલમ 370 17 નવેમ્બર 1952માં લાગૂ કરવામાં આવી હતી. આ કલમના કારણે જમ્મુ કાશ્મીરનું ભારત દેશથી અલગ બંધારણ બન્યું છે. જમ્મુ કાશ્મીરનું પ્રશાસન તે મુજબ જ ચાલે છે. જો જમ્મુ કાશ્મીરમાંથી […]

એક ઝૂંપડીમાં એક સાધુ રહેતો હતો, તે ભીક્ષામાં જે પણ માંગીને લાવતો તેને એક ઉંદર ચોરી કરીને લઈ જતો હતો, પરેશાન સાધુને મળવા પહોંચ્યો તેનો એક મિત્ર અને તેણે ઉંદરને માર્યા કે ભગાડ્યા વિના જ લાવી દીધો સમસ્યાનો ઉકેલ

કોઈ ગામ પાસે જંગલમાં ચૂડાકર્ણ નામનો એક સાધુ રહેતો હતો. તે રોજ ગામમાંથી પોતાના માટે ભીક્ષા માંગીને લાવતો અને ભોજન કરીને વધેલું ભોજન ઉપર ખીલીએ લટકાવી દેતો. સાધુની ઝૂંપડીમાં એક ઉંદર પણ રહેતો હતો. તે રોજ સાધુના ભીક્ષાના વાસણમાંથી કૂદકો મારીને ભોજન ચોરી કરી ખાતો હતો. સાધુએ પોતાની ભીક્ષાનો વાટકો ખૂબ ઊંચો લટકાવી રાખ્યો હતો […]

ભારતીય મૂળના દીપક રાજ ગુપ્તાએ ઓસ્ટ્રેલિયામાં ભગવદ્ ગીતા પર હાથ મૂકીને લીધા ધારાસભ્ય પદના શપથ

ઓસ્ટ્રેલિયાના કેપિટલ ટેરેટરી અસેમ્બલીમાં પ્રથમ ભારતીય-ઓસ્ટ્રેલિયન મેમ્બર દીપક રાજ ગુપ્તાએ મંગળવારે ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ ગ્રહણ કર્યા હતા. 30 વર્ષીય દીપક વર્ષ 1989માં ઓસ્ટ્રેલિયા ગયા હતા. તેઓ લેબર પાર્ટીના ધારાસભ્ય છે. ઓસ્ટ્રેલિયામાં ધારાસભ્યો બાઇબલ પર હાથ મૂકે છે ધારાસભ્ય દીપકે કહ્યું કે, મેં ભગવદ્ ગીતા પર રાખીને શપથ ગ્રહણ કરવાનું ઘણા સમય પહેલાં […]

રાજકોટમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ, સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ

એક દિવસનાં વિરામ બાદ આજે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.રાજકોટમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો અને 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદનાં કારણે ગરનાળા પણ બંધ થઈ ગયા છે. તેમજઅનેક વિસ્તારોમાં પાણી […]

ગૌરવ: ગુજરાતની દીકરી પૂજા પટેલે એશિયન યોગા કોમ્પિટિશનમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

બાંગ્લાદેશના ઢાકામાં યોજાયેલી એશિયન યોગા કોમ્પિટિશનમાં બહુચરાજી તાલુકાના અંબાલા ગામની દીકરી પૂજા પટેલે 2 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ હાંસલ કરી દેશમાં ગૌરવ વધાર્યુ છે. 26 અને 27 જુલાઈના રોજ ઢાકામાં યોજાયેલી એશિયન યોગા કોમ્પિટિશનમાં ભારત, બાંગ્લાદેશ અને હોંગકોંગ વચ્ચે સ્પર્ધા જામી હતી. જેમાં મહેસાણાની પૂજા પટેલનો ડંકો વાગ્યો હતો. પૂજાએ જોરદાર યોગ કૌશલ્ય […]