સુરતના પોલીસ ઈન્સપેક્ટરે ₹30 લાખની કિંમતના મળી આવેલા હીરા માલિકને પરત કર્યા

વરાછા પોલીસ સ્ટેશનમાં લંબે હનુમાન ચોકીના પોલીસ ઈન્સપેક્ટરે મળી આવેલા 30 લાખના હીરા માલિકને પરત કર્યા હતા. માલિકે બેગની ઓળખ કરતા આજે હીરા ભરેલી બેગ પરત કરવામાં આવી હતી. વરાછા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે. રાઠોડ સવારે 10.40 કલાકની આસપાસ વરાછામાં આવેલા ડાયમન્ડ માર્કેટના મિનિ બજારમાં ગયા હતા. જ્યાં તેમણે પોતાની બાઈક માવાણી કોમ્લેક્સ પાસે પાર્ક […]

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબુદ થવાથી હવે આવશે આ પ્રમાણેના ફેરફાર, જાણો વિગતે

જમ્મુ-કાશ્મીર રાજ્ય બાબતે મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરને મળેવા વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે. તે ઉપરાંત લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંનેને અલગ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરી […]

મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, જમ્મૂ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવાઈ, કાશ્મીર-લદ્દાખના ભાગલા; બંને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા

રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. આમ હવે લદ્દાખઅલગ રાજ્ય બનશે. આ સાથે જ […]

સંત તુકારામે પોતાના એક ક્રોધી શિષ્યને કહ્યું કે 7 દિવસમાં તારું મૃત્યુ થઈ જશે, આ સાંભળીને તે શિષ્ય ખૂબ ઉદાસ થઈને ત્યાંથી જતો , જાણો પછી 7 દિવસ સુધી તે શિષ્યે શું કર્યુ?

એક વખત સંત તુકારામ પોતાના આશ્રમમાં બેઠા હતા. ત્યારે તેનો એક શિષ્ય, જે સ્વભાવથી થોડો ગુસ્સાવાળો હતો. તેમની પાસે આવ્યો અને બોલ્યો – ગુરુજી, તમે કેવી રીતે તમારો વ્યવહાર આટલો મીઠો બનાવીને રાખો છો, ન તો તમે કોઈના ઉપર ગુસ્સે થાવ છો અને ન તો કોઈ તમને કંઈ ખરાબ કહે છે? તેનું રહસ્ય શું છે? […]

દરરોજ એક કપ બ્લુબેરી ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહેશે: રિસર્ચ

બેરી પર થયેલા તાજેતરના અભ્યાસમાં એક વાત સામે આવી છે કે, બ્લુબેરીનું સેવન વૃદ્ધોનું બીપી કન્ટ્રોલ કરવામાં તો મદદ કરે જ છે પણ સાથે યાદશક્તિ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન પણ કરી શકે છે. આ ઉપરાંત, આ અભ્યાસમાં બ્લુબેરીના કેટલાક અન્ય ફાયદા પણ જણાવવામાં આવ્યા છે. ધ જર્નલ ઓફ જેરન્ટોલોજી, સિરીઝ અઃ બાયોલોજીકલ સાયન્સ એન્ડ મેડિકલ […]

એક એવું મંદિર કે જ્યાં છે ઊંધા હનુમાનજીની મૂર્તિ, રામાયણ કાળ સાથે જોડાયેલી છે આ મૂર્તિની કથા

શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીને માતા સીતાએ અમર રહેવાનો આશીર્વાદ આપ્યો હતો. કળિયુગમાં સૌથી જલદી પ્રસન્ન થતા દેવતાઓમાંથી એક છે હનુમાનજી. તેમના મંદિરોની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ કેટલાક મંદિર પોતાની વિચિત્ર વિશેષતાઓના કારણે ખૂબ પ્રસિદ્ધ છે. આવું જ એક મંદિર સ્થિત છે મધ્યપ્રદેશના ઇન્દોર પાસે સાંવેરમાં. સાંવેરના આ મંદિરમાં હનુમાનજીની ઊંધી પ્રતિમા સ્થિત છે. તેને […]

રાજકોટ: DySP જે.એમ ભરવાડ અને કોન્સ્ટેબલ 8 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

હથિયારના કેસમાં નામ ખૂલતાં આરોપીને માર નહીં મારવા તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ નહીં કરવા બદલ ડીવાયએસપી અને કોન્સ્ટેબલે રૂ.10 લાખની લાંચ માગી રૂ. 8 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. શનિવારે કોન્સ્ટેબલે ધોરાજી જઇ રૂ.8 લાખ સ્વીકારતાં જ અમદાવાદ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. ડીવાયએસપી ભૂગર્ભમાં ઉતરી જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 8 લાખની લાંચ લેવાનું નક્કી […]

સુરતના સવજીભાઈ ધોળકીયાએ પોતાના પૈતૃક ગામને આપી અનોખી ભેટ

હીરાના વેપારી સવજીભાઈ ધોળકીયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. સવજીભાઈ માત્ર પોતાના કર્મચારીઓ પ્રત્યે જ દિલેર નથી પરંતુ પોતાના પૈતૃક ગામ પ્રત્યે પણ તેમની લાગણી અને સમર્પણ પ્રેરણાદાયક છે. અમરેલી જિલ્લાના દૂધાળા ગામના લોકો એક સમયે પાણી માટે વલખા મારતા હતા, ત્યારે સવજીભાઈએ પોતાના પૈતૃક ગામમાં આજે 45 તળાવો બનાવડાવી દીધા છે. સવજીભાઈનું લક્ષ્ય […]

કોદરામ ગામના યુવકે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ગામનું અને ગુજરાતનું નામ રોશન કર્યું

વડગામ તાલુકાના કોદરામના યુવકે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ગામનું નામ રોશન કર્યું છે. સ્વિત્ઝરલેન્ડમાં યોજાઇ રહેલી મેચ મોબાઈલ પર જોઈ મજૂરી કરતા પિતાએ પેંડા વહેંચ્યા હતા. અનેક લોકોએ પિતાને અભિનંદન પાઠવ્યા હતા. કોદરામના વતની રાજેન્દ્રસિંહ વદનસિંહ રાણાએ વર્લ્ડ પેરા એથ્લેટીક્સમાં ચક્ર ફેંકમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. શુક્રવારે જ્યારે તેના […]

એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા, તેમનો એક શિષ્ય ખૂબ આળસુ હતો, એક વખત ગુરુજીએ તેને 2 દિવસ માટે લોખંડમાંથી સોનુ બનાવવાવાળો પત્થર આપ્યો, જાણો પછી શિષ્યએ તે પત્થરનું શું કર્યુ?

કોઈ ગામમાં એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા. ગુરુજીનો એક શિષ્ય ખૂબ આળસુ હતો. ગુરુજી તેને સમયનું મહત્વ સમજાવવા ઈચ્છતા હતા. એક દિવસ તેમણે આળસુ શિષ્યને બોલાવ્યો અને 1 કાળો પત્થર આપીને બોલ્યા – હું 2 દિવસ માટે ગામથી બહાર જઈ રહ્યો છું. આ કાળો પત્થર ખૂબ ચમત્કારી છે. તેને તું કોઈ લોખંડની વસ્તુથી […]