જામકંડોરણામાં વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને મુકાયો અંતિમ દર્શન માટે, 1 વાગ્યે અંતિમ યાત્રા

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું અમદાવાદ ખાતે ગઇકાલે લાંબી બિમારી બાદ નિધન થયું છે. જેમની આજે જામકંડોરણામાં અંતિમવિધિ કરવામાં આવશે. તેમના પાર્થિવદેહને 7થી 12 વાગ્યા સુધી જામકંડોરણા લેઉવા પટેલ કુમાર કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના કદાવર સહકારી નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું ગઇકાલે 61 વર્ષની વયે નિધન થયું હતું. […]

બીજાનું હિત કરનાર ખેડૂતને એક ઇજાગ્રસ્ત સાપ દેખાયો, તેને દયા આવી ગઈ અને તે સાપને ઉપાડીને પોતાના ઘરે લઈ આવ્યો તેની સંભાળ કરવા લાગ્યો.જાણો પછી શું થયું.

પ્રાચીન સમયમાં એક ખેડૂત કાયમ બીજાનું હિત કરતો રહેતો હતો. કોઈ પણ પ્રાણીને તે તકલીફમાં નહોતો જોઈ શકતો. તે કાયમ બીજાની મદદ કરવા માટે તૈયાર રહેતો હતો. ગામના લોકો પણ તેનું ખૂબ સન્માન કરતા હતા. એવામાં એક દિવસ સાંજ તે પોતાના ખેતરમાંથી કામ કરીને ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે શિયાળાની સિઝન હતી. રસ્તામાં તેને […]

રેલવેની અનોખી પહેલ: 2250 સ્ટેશનોએ પાણીની નકામી બોટલ ક્રશ કરીને તેમાંથી બનાવવામાં આવશે ટીશર્ટ અને કેપ

આપણા દેશમાં રેલેવ સ્ટેશનો પર પ્લાસ્ટિકની નકામી બોટલોની કોઈ કમી નથી. રેલવે બોર્ડે આ બોટલનો ફરીથી ઉપયોગ કરવા માટે નવો જુગાડ શોધી લીધો છે. પાણીની ખાલી બોટલમાંથી હવે ટીશર્ટ અને કેપ બનાવવામાં આવશે. રેલવેએ આમ કરવાનો સફળ પ્રયોગ બિહાર અને પટનાના રેલવે સ્ટેશન પર કરી લીધો છે. હવે દેશના 2250 રેલવે સ્ટેશન આવા મશીનો લગાવવાની […]

પબજીની લત છોડાવા શાળાની વિદ્યાર્થિનીઓએ કર્યું એવું કામ, જાણી તમે કહેશો વાહ! ખુબ સરસ

પબજી ગેમનું વ્યસન દિવસે ને દિવસે આપણા દેશમાં વધતું જાય છે. મોટાભાગના યુવાનો પોતાના કામ છોડીને આ ગેમ રમવા બેસી જાય છે. છત્તીસગઢના રાયપુર શહેરમાં પ્રાઇવેટ સ્કૂલના વિધાર્થિનીઓએ આ વ્યસનથી લોકોને મુક્ત કરવા માટે ‘નો પબજી ગેમ’ ક્લબ બનાવ્યું છે. આ ક્લબમાં એવી વિદ્યાર્થિનીઓ સામેલ છે, જેમને લોકો પબજી ગેમ રમવાની આદત હતી. વિદ્યાર્થિનીઓ હાથમાં […]

ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે લાંબી બિમારી બાદ નિધન, આવતીકાલે અંતિમ દર્શન અને અંતિમયાત્રા

ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી એવા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે સવારે નિધન થયું છે. વિઠ્ઠલભાઈના નિધન બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા […]

ભારતીય સ્ટાર બોક્સર મેરીકોમે ગોલ્ડમેડલ જીત્યો, ઓસ્ટ્રેલિયન બોક્સરને 5-0થી હરાવી

બોક્સર એમસી મેરીકોમે 23માં પ્રેસિડેન્ટ્સ કપની 51 કિલો સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતી લીધો છે. રવિવારે ઈન્ડોનેશિયાના લાબુઆન બાજોમાં ફાઈનલ મુકાબલામાં તેમણે ઓસ્ટ્રેલિયનની એપ્રિલ ફ્રૈંક્સને 5-0થી હરાવી છે. 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી મેરીકોમે આ વર્ષમાં મે મહિનામાં ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં પણ ગોલ્ડમેડલ જીત્યો હતો. જો કે, ત્યારબાદ તેમણે એશિયન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો ન હતો. તેમને […]

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના પાટીદારોનો સંકલ્પ, સાદાઈથી કરશે લગ્ન, વરઘોડો-ડીજે બંધ, નોકરી-ધંધો ના બગડે એટલે બેસણું રાત્રે

પરિવર્તનનો પવન હવે વર્ષોથી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના 15 લાખ પાટીદારોમાં પણ ફૂંકાઈ રહ્યો છે. તેમણે હવે જરીપુરાણા નિયમોને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. પાટીદાર સમાજે રીતિરિવાજોને બદલીને સામાજિક સુધારની પહેલ કરી છે. આગામી દિવસોમાં તેની અસર દેશનાં 27 કરોડ પાટીદારો પર પણ જોવા મળશે. નવા નિયમોમાં લગ્નો સાદાઈથી કરવા, દીકરીઓને અભ્યાસ સહિતની બાબતોમાં પ્રોત્સાહિત કરવા […]

એક ગરીબ ખેડૂત પાસે માત્ર એક ગાય અને બે કોથળા અનાજ હતું. પોતાની ગરીબીના કારણે તે ભાગ્ય અને ભગવાનને આખો દિવસ ધુત્કારતા હતા, એક દિવસ એક સાધુ આવ્યા અને તેણે કહ્યુ જો પોતાની કિસ્મત બદલવી છે તો આ ગાય અને બે કોથળા અનાજ પણ વેચી નાખો

કોઈ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. ઘરમાં તેની પત્ની અને તે બે લોકો જ હતા. તે ગરીબીમાં જીવી રહ્યા હતા. ખેડૂત પાસે એક ગાય અને બે કોથળા અનાજ જ હતું. પતિ-પત્ની બંને દિવસ-રાત પોતાના ભાગ્યને ધુત્કારતા રહેતા, ભગવાનને ફરિયાદ કરતા કે તેમને આટલાં ગરીબ કેમ બનાવ્યા. આવી રીતે બંનેના દિવસો પસાર થઈ રહ્યા હતા. […]

છત્તીસગઢની આ જગ્યાએ નીચેથી ઉપર તરફ ઉંધુ વહે છે પાણી, દેશમાં આવી 5 જગ્યાઓ છે.

સામાન્ય રીતે તમે લોકોએ હમેશા એવું જ સંભાળ્યું હશે કે પાણી ઉપર થી નીચે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે દરેક વસ્તુ ઉપરથી નીચે આવે છે. પણ શું તમે વિચારી શકો છો કે કોઈ વસ્તુ આપમેળે જ નીચે થી ઉપર પણ જઈ શકે છે? નહીં ને, પણ આ વાત સાચી છે. આ જગ્યાએ ઉંધુ […]

20 વર્ષના રિસર્ચ બાદ વિકસાવવામાં આવ્યા ડાયાબીટિસમા ફાયદાકારક ‘જામવંત’ જાંબુ

20 વર્ષના અથાગ પરિશ્રમ બાદ વૈજ્ઞાનિકોએ જાંબુની ‘જામવંત’ નામની નવી પ્રજાતિ વિકસાવી છે. આ ડાયાબીટિસ કન્ટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. ઉપરાંત આ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ સાથે સંબંધિત કેન્દ્રીય ઉપોષ્ણ બાગકામ સંસ્થા, લખનઉના વૈજ્ઞાનિકોએ લગભગ બે દશકના અનુસંધાન પછી જામવંત જાંબુ તૈયાર કર્યા છે. આ કડવા જરાય નથી અને તે […]