એક મહિલાએ સ્વામી વિવેકાનંદજીને કહ્યું કે મારી એક આંખ ખૂબ ફડકી રહી છે, લાગે છે કંઈક ખોટું થવાનું છે, કૃપા કરી કોઈ ઉપાય જણાવો, જાણો સ્વામીજીએ શું જવાબ આપ્યો?

વિવેકાનંદજી જન્મ 12 જાન્યુઆરી 1863ના કોલકાતામાં થયો હતો. પહેલા તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતુ. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામીજીની મૃત્યુ 4 જુલાઈ, 1902ના થઈ હતી. સ્વામી વિવેકાનંદના જીવનના અનેક એવા પ્રસંગ છે, જેનાથી સુખી અને સફળ જીવનની પ્રેરણા મળે છે. અહીં જાણો એક એવો પ્રસંગ, જેમાં કર્મનું મહત્વ […]

વડોદરાના એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા નડાબેટ બોર્ડર પર આર્મી મેન સાથે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી

વડોદરા શહેરના એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા કચ્છની નડાબેટ બોર્ડર ખાતે દેશના 200 જેટલા આર્મી જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ સમયે દેશની રક્ષા કરતા આર્મી જવાનોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. સ્કૂલોમાંથી 4500 રાખડીઓ ભેગી કરી વડોદરા શહેરમાં ચાલતુ એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ સ્ટુડન્ટને ભણવા માટે મદદ કરે છે. આ ઉપરાંત ગરીબ બાળકોને […]

હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે વિદ્યાર્થીના મોતને પગલે પરિવારજનો અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાઇસ્કૂલની બેદરકારીને કારણે બે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. […]

રક્ષાબંધન: ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો.. શહીદે લખ્યું- હું હંમેશા માટે જીવવાનો છું

1947 પછી આ ફક્ત ચોથી વાર છે, જ્યારે 15 ઓગસ્ટે રક્ષા બંધન પણ છે. દર 19 વર્ષે આ રીતે બંને પ્રસંગની તારીખ એક હોય છે. આજે વાંચો બે ક્રાંતિકારીઓએ તેમની શહાદત પહેલા પોતાના મિત્રોની બહેનોને લખેલા પત્રો… અશફાક ઉલ્લા: ફાંસીના 3 દિવસ પહેલાં દોસ્ત સચિન્દ્રનાથ બક્ષીની બહેનને પત્ર લખીને કહ્યું- હું હીરોની જેમ મરી રહ્યો […]

ગુરુ માટે શિષ્ય કૂવાનું મીઠું પાણી લઈને ગયો, ગુરુએ પાણી પીને ખૂબ પ્રશંસા કરી, બીજા શિષ્યે જ્યારે તે પાણી પીધું તો તેને કડવું લાગ્યું, તેણે ગુરુને પૂછ્યુ – તમે કડવા પાણીને મીઠું કેમ કહ્યુ?

ઉનાળામાં એક શિષ્ય પોતાના ગુરુને મળવા તેમના આશ્રમ જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક કૂવો દેખાયો. શિષ્યને તરસ લાગી હતી. શિષ્યએ તે કૂવાનું પાણી પીધું. તે પાણી ખૂબ જ મીઠું અને ઠંડું હતું. શિષ્યએ વિચાર્યુ કે ગુરુજી માટે પણ આ મીઠું અને ઠંડું પાણી લેતો જઉં. આવું વિચારીને તેણે પોતાની મશક (ચામડાથી બનેલો એક થેલો, […]

વડોદરા પોલીસની અનોખી પહેલ, માતાની હત્યાના ગુનામાં પિતાની ધરપકડ બાદ સગાઓએ હાથ અદ્ધર કરતા નોધારા બાળકની જવાબદારી પોલીસે ઉઠાવી

ગાજરાવાડીના આઠ વર્ષના માસૂમ બાળકને એસીપી ઇ-ડિવિઝન એસ.જી. પાટિલની ઓફિસમાં 2 દિવસથી આશરો અપાયો છે. આ બાળકનો ગુનો કોઇ નથી પણ તેની માતાની હત્યા થઇ છે અને દોઢ વર્ષે હત્યા પિતાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે પિતાની ધરપકડ કરી છે. નોંધારા બનેલા બાળકને રાખવા દારુણ સ્થિતિમાં જીવતી ફોઇએ સાફ ઇન્કાર કરી દીધો. જ્યારે મહેસાણાના […]

પોતાનું સપનું પૂરું કરવા બિહારના 24 વર્ષીય મિથિલેશ પ્રસાદે નેનો કારને હેલિકૉપ્ટરમાં ફેરવી દીધી

દુનિયામાં ઘણા લોકો તેમના સપનાંને પૂરા કરવા માટે તમામ સીમા વટાવી દેતા હોય છે. બિહારના છપરા શહેરના રહેવાસી મિથિલેશ પ્રસાદે નાનપણથી હેલિકૉપ્ટર બનાવવાનું સપનું જોયું હતું. હાલ 24 વર્ષીય મિથિલેશનું સપનું પૂરું થયું છે. જો કે, તેનું આ હેલિકૉપ્ટર અન્ય હેલિકૉપ્ટર કરતાં થોડું હટકે છે. પોતાની નેનો કારને મૉડિફાઇડ કરીને તેણે સપનાનું હેલિકૉપ્ટર બનાવ્યું છે. […]

પર્યાવણ પ્રેમી યુવકની અનોખી પહેલ, ઝીરો વેસ્ટ દુકાન બનાવવા માટે ગ્રાહકોને પ્લાસ્ટિકને બદલે સ્ટીલનો સ્ટ્રો આપે છે

વર્તમાન સમયમાં શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. એકલા બેંગલુરુ શહેરમાં જ દરરોજ 3થી 5 હજાર ટન સોલિડ વેસ્ટ ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિ સુધારવા માટે સૂકા અને ભીના કચરાને અલગ કરવા જરૂરી છે. કમનસીબે સ્વેચ્છાએ આ કામ કરતા લોકોની સંખ્યા ઓછી છે. તેમાંના એક છે બેંગલુરુના મલ્લેશ્વરમ વિસ્તારમાં રહેતા 45 […]

સૌરાષ્ટ્રની યુવતીનું અદમ્ય સાહસ/ યુરોપના સૌથી ઉંચા શિખર માઉન્ટ એલ્બ્રુસને કર્યુ સર

કહેવાય છે અડગ મનના માનવીને હિલાલય પણ નડતો નથી. આ વાત ફરીવાર એક ગુજરાતી કન્યાએ સાબિત કરી દીધી છે. જૂનાગઢની યુવતીએ યુરોપના સૌથી ઊંચા એલ્બ્રુસ શિખરને પાર કરીને એ સાબિત કરી દીધું છે કે, સાહસ માટેની લગન હોય તો ઊંચામાં ઊચી સિદ્ધીના શિખરો સર કરી શકાય છે. તો કોણ છે એ ગુજરાતી યુવતી જેણે વિદેશમાં […]

ઇન્દ્રને દુર્વાસાએ શ્રાપ આપ્યો પછી ધરતીના એક સમ્રાટને બનાવવો પડ્યો સ્વર્ગનો રાજા, તેણે ઇન્દ્રની પત્નીને પોતાને પતિ તરીકે સ્વીકારવાનો સંદેશ મોકલ્યો, દેવગુરુ બૃહસ્પતિએ જણાવ્યો એવો ઉપાય કે રાજાનું બધુ જ થઈ ગયું બરબાદ

કથા શ્રીમદ ભાગવતની છે. મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. જ્યારે મનુના વંશની ચોથી-પાંચમી પેઢી જ હતી. સ્વર્ગમાં ઇન્દ્રનું રાજ હતું. એક વખત દુર્વાસા ઋષિનું અપમાન કરવાના કારણે ઇન્દ્રને તેમના શ્રાપનો ભોગ બનવું પડ્યું. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે ઇન્દ્ર બળહીન થઈ ગયા. ઇન્દ્રને બળહીન જોઇને દૈત્યોએ સ્વર્ગમાં ઉત્પાત મચાવવાનું શરૂ કરી દીધું. ઇન્દ્ર ક્યાંક જઈને […]