કેરળના વેન્ડરની દરિયાદિલી: પોતાના ગોડાઉનના બધા કપડાં પૂરગ્રસ્તો માટે દાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

કેરળમાં હાલ પૂરની સ્થિતિ છે. લાખો લોકો બેઘર થયા છે. વિવિધ એનજીઓ અને સંસ્થાઓ લોકોની મદદ કરી રહી છે. સ્વયંસેવકોની ટીમ રાત દિવસ એક કરીને પૂરગ્રસ્તો માટે કપડાં, પાણી, દવા, ફૂડ વગેરે એકઠું કરી રહ્યા છે. પરંતુ તેમનું કહેવું છે કે, 2018ની જેમ આ વર્ષે લોકો એટલી બધી મદદ નથી કરી રહ્યા. તેમ છતાં આ […]

એક સમયે મજૂરી કરનાર મહિલાઓ આજે દુનિયાભરની મહિલાઓ માટે બની મિસાલ, સોલર લેમ્પ બનાવીને ચલાવે છે ગુજરાન

રાંચીના ઓરમાંઝી વિસ્તારની 15 મહિલાઓ દુનિયાભરની મહિલાઓ માટે મિસાલ બની છે. આ મહિલાઓ પહેલાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, હવે મહિલાઓ સોલર લાઈટ બનાવે છે. તેને લીધે તમામ મહિલાઓની જીવનશૈલીમાં સુધારો આવ્યો છે. ઓરમાંઝીના ‘મોડલ ટ્રેનિંગ સેન્ટર’માં સેલ્ફ હેલ્પ ગ્રૂપની મદદથી મહિલાઓ મજૂરી છોડીને સોલર લાઈટ બનાવવાનું કામ કરે છે. ટાટા સ્ટીલ કંપનીનો 20 […]

રાજકોટના ભાઈ-બહેને એરપોર્ટ પર વરસાદી પાણી ન ભરાય તે માટે તૈયાર કર્યો પ્રોજેક્ટ, CMને રજૂ કરશે

રાજકોટનાં ધો.9 અને ધો.7માં ભણતા ભાઈ-બહેને પાણી બચાવવા માટેના પ્રોજેક્ટની હારમાળા સર્જી દીધી છે. ભારે વરસાદ આવ્યા બાદ રન વે પર પાણી ભરાઈ જાય છે. તેને કારણે ફ્લાઈટ ઊડી શકતી નથી. નીલ અને વ્રિતિકાએ રન વેની નવી ડિઝાઈન તૈયાર કરી છે. જે મુજબ વરસાદ આવ્યા બાદ પણ પાણી રન વે પર ટકી શકશે નહીં. તેમજ […]

પ્રમુખ સ્વામીની પુણ્યતિથિઃ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા શાંતિ પટેલ બન્યા હતા સાધુ

સ્વામીનારાયણ સંપ્રદાયના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ આજે ત્રીજી પૂણ્યતિથિ છે. બાપાએ 95ની વયે 13 ઓગસ્ટ 2016ની સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયાં હતા. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ પિતા મોતીભાઈ અને માતા દિવાળી બાના ઘરે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ થયો હતો. તેમનું જન્મ સમયનું […]

અંદામાન દ્વીપના IFS ઓફિસર વિપુલ પાંડેની અનોખી પહેલ, છોડ માટે વેસ્ટ વાંસમાંથી ઇકો-ફ્રેન્ડલી કૂંડાં બનાવ્યા

ગયા વર્ષે ગુજરાત વન વિભાગે છોડને વાવવા માટે અનોખી પહેલ હાથ ધરી હતી. તેમણે પ્લાસ્ટિકમાં છોડ વાવવાને બદલે નારિયેળની ખોળમાં છોડ ઉગાડવાનો પ્રયોગ કર્યો હતો. આ પહેલના દેશભરના લોકોએ વખાણ કર્યા હતા. નારિયેળનો આ રીતે પ્રયોગ જોઈને અંદામાન દ્વીપના IFS ઓફિસર વિપુલ પાંડેએ ઇકો-ફ્રેન્ડલી રીતે છોડ વાવવાનો વધુ એક ઉપાય શોધ્યો છે. તેમણે પ્લાસ્ટિકને બદલે […]

નવાબે પોતાની બેગમને કહ્યુ કે મારા કારણે જ તને સન્માન મળે છે, બેગમે કહ્યું – હું એક મિનિટમાં તમારું સન્માન ખરાબ કરી શકું છું અને સન્માન પાછુ પણ અપાવી શકું છું, નવાબે કહ્યુ કે સારું તો આવું કરીને બતાવો

પ્રાચીન સમયમાં એક નવાબ હતા. ઘર-પરિવાર અને સમાજમાં બધા તેમનું ખૂબ સન્માન કરતા હતા. એક દિવસ નવાબે તેની બેગમને કહ્યુ કે તને મારા કારણે દરેક જગ્યાએ સન્માન મળે છે. પત્નીએ જવાબ આપ્યો કે એક મિનિટમાં તમારું સન્માન ખરાબ કરી શકું છું. નવાબ બોલ્યા સારું આવું કરીને બતાવો. થોડી વારમાં બંનેનો ગુસ્સો શાંત થઈ ગયો અને […]

જાંબાઝ બાળકે જીવના જોખમે ધસમસતા પાણીમાં ઍમ્બ્યુલન્સને બતાવ્યો માર્ગ, સોશિયલ મીડિયા યૂઝર્સે વહાવ્યો શાબાશીનો ધોધ

કૃષ્ણા નદી પર દેવદુર્ગા-યાદગીર રોડને જોડતા એક પુલ પર ધસમસતા પાણીના કારણે સામેની દિશામાં એક ઍમ્બ્યુલન્સ અટવાઈ હતી. પાણીના મારાના કારણે ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર પણ આગળ કેવી રીતે વધવું તેની અવઢવમાં હતો. આ કટોકટીની વેળાએ ત્યાંના સ્થાનિક ટાબરિયાએ જીવના જોખમે જે રીતે ઍમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો. તેનો વીડિયો જોઈને તમને પણ તેના પર ગર્વ થશે. […]

13 વર્ષીય હરીશે મહિલાઓની સુરક્ષા માટે બનાવી સ્માર્ટ બંગડી, લોકેશન બતાવવાની સાથે ઇલેક્ટ્રિક શૉક પણ આપે છે

હૈદરાબાદના 23 વર્ષના ગડી હરીશ નામના યુવાને મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ બંગડી બનાવી છે. આ બંગડી મહિલાઓ સંકટમાં હોય ત્યારે તે વિશેની જાણકારી તેમના પરિવાર, મિત્રો અને નજીકના પોલીસ સ્ટેશનને મેસેજ કરીને આપે છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાનો અહેસાસ થાય ત્યારે મહિલા પોતાના હાથને એક વિશેષ ખૂણા તરફ ફેરવશે, તો બંગડીમાં લગાવવામાં આવેલું ડિવાઈસ એક્ટિવેટ […]

અમદાવાદની ત્રણ ગર્લ્સ થાઈલેન્ડમાં યોજાનારી વર્લ્ડ નેશનલ ડ્રેગન બોટ રેસિંગ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ

અમદાવાદની ગર્લ્સ થાઈલેન્ડમાં યોજાનારી 14મી વર્લ્ડ નેશનલ ડ્રેગન બોટ રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. શહેરની પલક સોંદરવા, મેઘા યાદવ અને હિરલ વિસાણી બોટ રેસિંગની આ કોમ્પિટીશનમાં ભાગ લેશે. 20 થી 25 ઓગસ્ટ થાઈલેન્ડમાં આ કોમ્પિટિશન યોજાશે જેમાં ભારત ઉપરાંત કેનેડા, ચાઈના, અમેરિકા સહિત 40 દેશોના સ્પર્ધકો ભાગ લેશે. ભારતમાંથી આ કોમ્પિટિશન માટે 15 વિમેનનો સમાવેશ થયો […]

RPFના જવાને 8 શ્રમજીવીને બચાવવા જતા કહ્યું ‘વીડિયો ઉતારો, પાછો ન આવું તો પરિવારને કહેજો શહીદ થઈ ગયા’

ભચાઉ તાલુકામાં પડેલા અનરાધાર વરસાદને કારણે સામખિયાળી જળબંબાકાર બન્યું હતું, જેમાં રેલવે સ્ટેશન પર ભરાયેલા પાણીને કારણે કામ કરી રહેલા એક મહિલા સહિત આઠ શ્રમજીવી ફસાઇ ગયા હતા, જેને આરપીએફના જવાને 20 ફૂટ ઉંડા પાણીમાં ઉતરી એક એક કરીને હેમખેમ બહાર કાઢી બચાવી લઇ સરાહનીય કામગીરી કરી હતી. ભચાઉ તાલુકાના ઘરાણા ગામના તળાવના પાણી સામખિયાળી […]