વિદ્યુત વિભાગના એન્જિનિયરને પીયુસી ના હોવાથી ટ્રાફિક પોલીસે મેમો આપ્યો, નારાજ થયેલા અધિકારીએ પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું

ઉત્તર પ્રદેશના મેરઠમાં વીજળી વિભાગના એક જૂનિયર એન્જિનિયરને મેમો આપવો ભારે પડ્યો. રોષે ભરાયેલા જૂનિયર એન્જિનિયરે મેમો મળતાં એક પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું. જેના કારણે પોલીસને કલાકો સુધી વીજળી વિના રહેવું પડ્યું. સાથે જ પોલીસ સ્ટેશનનું કામકાજ પણ અટકી પડ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેરઠના મેડિકલ પોલીસ […]

બનાસકાંઠાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, 3 સગા ભાઈના મોત

આજે વહેલી સવારે લાખણી તાલુકાના લાખણી ગેળા પાસે બાઈક અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અને લકઝરી બસ સામસામા અથડાતા 3 સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સવારે અકસ્માત સર્જાયો લાખણી તાલુકાના લાલપુર ગામના 3 ભાઈઓ તાલુકામથક કોઈ કામ અર્થે વહેલી સવારે જઈ […]

અવનવો વિરોધ: દંડ નહીં ભરવા માટે યુવકે મંદીને ગણાવી જવાબદાર, પોતાના વાહનની હેડલાઇટ પર લગાવ્યું સ્ટીકર

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ હવે 16 ઓક્ટોબરથી થવા જઇ રહ્યો છે. ત્યારે એક્ટમાં કરવામાં આવેલ દંડની જોગવાઇને લઇને વાહન ચાલકોમાં એક ડરની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે પહેલા જે 100 રુપિયાનો દંડ ભરીને ચાલકો પોતાના વાહનને મુક્ત કરાવી શકતા હતા તેના માટે આગામી સમયમાં 1000 રૂપિયા દંડ ચૂકવવાનો વારો આવશે. વાહન ચાલકોની […]

પતિ-પત્ની જહાજમાં જઈ રહ્યા હતા અને અચાનક જહાજ ડૂબતા પતિ એકલો જ લાઈફબોટમાં નીકળી ગયો, પત્નીએ બૂમ પાડી કંઈક કહેવાનો કર્યો પ્રયાસ, જાણો ડૂબતી પત્ની શું કહી રહી હતી પતિને?

એક સ્કૂલ ટીચર પોતાના સ્ટૂડન્ટ્સને સંબંધોનું મહત્વ સમજાવવા ઈચ્છતી હતી. તેના માટે ટીચરે બાળકોને એક કહાણી સંભળાવવાની શરૂ કરી. કહાણી આ મુજબ હતી – એક જહાજમાં પતિ-પત્ની મુસાફરી કરી રહ્યા હતા ત્યારે વચ્ચે જહાજ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. તે જહાજમાં એક લાઇફ બોટ હતી પરંતુ તેમાં માત્ર એક જ વ્યક્તિ બેસી શકતો હતો. પતિ પોતાનો જીવ […]

જ્યોતિષીઓ પાસે જનારાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો, તમારા ભાઇ પર કોઈએ વિધિ કરી છે કહીને દોઢ લાખ પડાવી લીધા

તમારા ભાઈ પર કોઈએ વિધી કરી બકરાની કલેજી ખવડાવી દીધી હોય તે બીમાર રહે છે, તેમ કહી બીલીમોરાના પરિવાર પાસે સુરતના જ્યોતિષિઓએ દોઢ લાખ પડાવી લીધા હતા. મળતી માહિતિ મુજબ ધમડાછા ખાતે પરણેલી પન્નાબેન જતીનભાઇ પટેલે બીલીમોરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણીના માતા વાસંતીબેન અને પિતા મોહનભાઇ રણછોડજી પટેલ ભાઠા ગામના રાંભલ વડ ફળીયા […]

આ મહિલાઓએ સમાજમાં બેસાડ્યો દાખલો, વહુએ ઊંચકી સાસુની અર્થી, દીકરીએ આપ્યો અગ્નિદાહ અને તેરમાએ થશે વૃક્ષારોપણ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પરંપરાને તોડવા માટે મહિલાઓ સામે આવી છે. બરિયાસનપુર ગામમાં 80 વર્ષની રજ્જી દેવીનું નિધન થઈ ગયું હતું. આ પ્રસંગે વહુ અને પરિવારની મહિલાઓએ તેમની અર્થીને ઊંચકી હતી. તેમને મુખાગ્નિ પણ મોટી દીકરીએ આપ્યો હતો. આ સાથે જ તેમણે ખોટા ખર્ચ રોકવા માટે તેરમાનો કાર્યક્રમ ન રાખવાની પણ જાહેરાત કરી હતી. તેરમાના દિવસે […]

ખુદ પોલીસકર્મીએ જ આપી ટીપ્સ! કેવી રીતે હજારનો મેમો માત્ર 100 રૂપિયામાં પતાવી શકાય છે, જુઓ વીડિયો

એક બાજુ નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે એક પોલીસકર્મીએ વીડિયો જાહેર કરી લોકોને જણાવ્યું છે કે, લોકો કેવી રીતે હજારો રૂપિયાનો મેમો માત્ર 100 રૂપિયામાં છોડાવી શકે છે. ભારે દંડથી બચવા માટે ટિપ્સ આપી રહેલા પોલીસકર્મી સુનિલ સંઘૂનો […]

ભાડે રહેતા લોકો હવે સરળતાથી આધાર કાર્ડમાં પોતાનું અડ્રેસ બદલી શકશે, UIDAIએ કર્યા નિયમોમાં ફેરફાર, જાણો વિગતે

કોઈ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજમાં કાયમી સરનામું આપવું એ ભાડા પર રહેતા લોકો માટે સૌથી મુશ્કેલ કામ હોય છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ ભાડા પર રહેતા લોકો માટે સરનામાંને અપડેટ કરવા એક નવી પ્રક્રિયા જણાવી છે. આ પ્રક્રિયામાં તમે રેન્ટ અગ્રીમેન્ટનો ઉપયોગ કરીને આધારમાં તમારું સરનામું બદલી શકશો. આ અગ્રીમેન્ટ પર તમારું નામ લખેલું હોવું […]

21થી 22 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, ચોમાસું જતાં જતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જમાવટ કરશે.

પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. જે આગામી 48 કલાકમાં પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધીને ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. જેની અસરના પગલે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 20 થી 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે અને 21 અને 22 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે […]

ખરાબ ડીએનએને કારણે થતી બીમારીઓને આપણા દાળ-ભાત માત આપી શકે છે, વિદેશી ખોરાક બીમારી વધારે છે: સંશોધન

જર્મનીની લ્યુબેક યુનિવર્સિટીમાં હાલમાં કરાયેલા એક સંશોધનમાં જણાવ્યું છે કે ખરાબ ડીએનએને કારણે થતી બીમારીને ભારતીય આહાર માત આપી શકે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બીમારીઓના મુખ્ય કારણ એવા ડીએનએમાં ડીએનએ નહીં બલ્કે આહાર પણ સૌથી વધુ મહત્વનો છે કે જે બીમારી પેદા કરી શકે છે અને તેના પર લગામ પણ મૂકી શકે […]