સમુદ્રમાં જળસ્તર વધવાથી 2050 સુધી મુંબઈના ડૂબવાનો ખતરો, વિશ્વની દોઢ અરબ આબાદી થશે પ્રભાવિત: રિસર્ચ

સમુદ્રમાં વધી રહેલું જળસ્તર 2050 સુધી પૂર્વ અનુમાનિત આંકડાઓથી ત્રણ ગણી વધુ આબાદી(દોઢ અરબ લોકો)ને પ્રભાવિત કરી શકે છે. તેના કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈનો ડૂબી જવાનો ખતરો છે. આ વાત ન્યૂજર્સીના વિજ્ઞાન સંગઠન ક્લાઇમેટ સેન્ટ્રલની શોધમાં સામે આવી છે. જોકે આ સંશોધનમાં ભવિષ્યની જનસંખ્યા વૃદ્ધિ અને તટીય ધોવાણ સામેલ નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે […]

બાળકને બચાવવા કર્યો છુટ્ટો ઘા અને હાથમાંથી છટકી ગયું…. વિડિઓ જોઈને હૃદયના ધબકારા બંધ થઈ જશે!

અમુક ઘટના ઐતિહાસિક બની જતી હોય છે. તેમાંની જ આ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે. એક બાળક સહિત પાંચ લોકોની કાર ડૂબી જતા બચી ગઈ હતી. મધ્ય પ્રદેશના ઓર્છા શહેરની એક નદીમાં કાર ડૂબતા બચી ગઈ હતી. કાર સાથે જોરદાર અકસ્માત થયો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વાયરલ થલેયા આ વીડિયોમાં […]

ઉદેપુર પાસે અકસ્માતમાં મોતને ભેટેલા 5 લોકોની અંતિમયાત્રા નીકળી, 3 પરિવારોની 5 અર્થી ઉઠતા પાદરા ગામ હિબકે ચડ્યું

રાજસ્થાનના ઉદેપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં વડોદરા નજીક આવેલા પાદરાના 5 લોકોના મોત થયા હતા. પાદરામાં આજે પાંચેયની અર્થી ઉઠતા આખુ ગામ શોકાતુર બની ગયુ હતું. એક બાળક સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા પાદરાના ત્રણ પરિવારો દિવાળીના વેકેશનમાં રાજસ્થાનના શ્રીનાથજી ખાતે ફરવા માટે ગયા હતા. રાજસ્થાનના ઉદેપુર નજીક મંગળવારે વહેલી […]

શરદી, ઉધરસથી બચવા અજમાવો આ સહેલા ઘરગથ્થુ ઉપાય, જાણો અને શેર કરો

શરદી એની જાતે મટી જાય છે. છતાં તેના જીવાણુની અસર ઓછી કરવામાં કેટલાંક ઘરગથ્થુ ઉપાય ઉપયોગી છે. ભિન્ન માન્યતા મુજબ કબજિયાત અને નબળી પાચનશક્તિ, શરદી- કફની સંભાવનાને વધારે છે. અનિયમિત ખાનપાન, ઠંડા ખાદ્યોનું અધિક સેવન, ઘી-તેલનું અધિક સેવન અને ઋતુના ફેરફાર પણ તેમાં ફાળો આપે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

આ ટિપ્સથી તમારા વાળ બમણી ઝડપથી લાંબા થશે અને સાથે જ બરછટ વાળની સમસ્યા દૂર થશે

અત્યારે દરેક સ્ત્રી જે સમસ્યાથી પીડાઈ રહી છે તે છે સ્વસ્થ વાળ ન હોવા અને વાળ ખરવા. જો તમે અહીં જણાવેલી ટિપ્સ અજમાવશો તો વાળની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકશો. ખાસ કરીને આ ટિપ્સથી તમારા વાળ બમણી ઝડપથી લાંબા થશે અને સાથે જ બરછટ વાળની સમસ્યા દૂર થશે. – અઠવાડિયામાં બે વાર નવશેકા તેલથી મસાજ કરવું […]

ધરમોડા ગામના માલધારીએ રૂ.11.11 લાખમાં બન્ની ઓલાદની ભેંસ સુરતના વેપારીને વેચી

પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા ધરમોડા ગામના માલધારીએ ઉત્તર ગુજરાતમાં ભેંસની કિંમતમાં સહુથી વધુ મોંઘી રૂ.11.11 લાખમાં સુરતના વેપારીને વેચાણ કરી હતી. આવી મોંઘી ભેંસ પહેલી છે અગાઉ બનાસકાંઠામાં રૂ. 3 લાખની ભેંસ વેચાણ થઇ હતી તેવું પશુપાલકોએ જણાવ્યું હતું. ચાણસ્મા તાલુકાના ધરમોડાગામે રહેતા વાઘુભાઇ વેલાભાઇ દેસાઇ પશુપાલન વ્યવસાય સાથે સંકાળાયેલા છે. તેમણે બન્ની ઓલાદની ભેંસ […]

ત્રણ દિવસથી બોરવેલમાં ફસાયેલા બાળકનું મોત, ખરાબ હાલમાં લાશ કઢાઈ

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે બોરવેલમાં ફસાયેલા ત્રણ વર્ષના સુજીતનું મોત થઈ ગયું છે. NDRFની ટીમે સોમવારે મોડી રાતે આ બાળકની લાશને બહાર કાઢી હતી. ઘટના સ્થળે હાજર મહેસૂલ વહીવટીના કમિશનર રાધાકૃષ્ણએ 80 કલાકથી ચાલી રહેલા આ ઓપરેશનના રાત 2.30 વાગ્યે પુરુ થવાની જાહેરાત કરી હતી. બાળકને સ્મશાન ઘાટે લઈ જવાયો હતો બોરવેલ પાસે તહેનાત કર્મચારી અને […]

બેસતાં વર્ષે માતાજીના દર્શન કરી ઘરે પરત ફરતા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના નીપજયાં મોત

નવા વર્ષે ગીયોડ ગામે અંબાજી માતાના દર્શન કરી ઘરે પરત ફરતા થયેલા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજયાં છે. ગીયોડ ગામ નજીક બારોટ સાહેબે ફાર્મ પાસે બાઈક પર ત્રણ સવારી જતાં યુવાનોને ઇકો કાર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં એક યુવક અને સગીરનું મોત થઈ ગયું હતું જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં […]

ગોવા ભૂલાવે તેવો છે ગુજરાતનો આ દરિયા કિનારો, વિદેશના બીચને પણ ટક્કર મારે એવો છે આ બીચ, જાણો ક્યાં આવેલો છે?

જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના કોઇ દરિયા કિનારા નજર સમક્ષ આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી […]

ઓનલાઈન શોપિંગ કરતા લોકો માટે ખાસ જાણવા જેવો કિસ્સો, ઑનલાઈન મંગાવ્યો રૂપિયા 28 હજારનો ફૉન, પેકેટ ખોલ્યું તો નીકળી આ વસ્તુ

શોપિંગ વેબસાઈટ પરથી મોંઘો મોબાઈલ મંગાવવાનું એક મહિલાને ભારે પડી ગયું, કારણકે જ્યારે આ મહિલાએ પેકેટ ખોલ્યું તો ચોંકી ગઈ. ઓનલાઈન મંગાવેલા ફોનની જગ્યાએ પેકેટમાંથી સાબુ નીકળતા આ મહિલાએ ઓનલાઈન કંપનીના હેલ્પલાઈન નંબર અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ, હજુ સુધી તે ઑનલાઈન કંપની તરફથી આ મુદ્દે આગળ કોઈ કાર્યવાહી કરવા માટેનો જવાબ મળ્યો નથી. […]