SBIએ ગ્રાહકોને કર્યા અલર્ટ, ફક્ત 1 SMS તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે, જાણો અને શેર કરો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને ઈન્કમટેક્સ રિફંડના નામે થઈ રહેલી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. ટેક્સ રિફંડના નામે આ પ્રકારની છેતરપિંડી ટાળવા માટે SBIએ ગ્રાહકોને કહ્યું છે કે, તેઓ મેસેજમાં આપવામાં આવેલી એવી કોઇપણ લિંક પર ક્લિક ન કરે જ્યાં તેમને ટેક્સ રિફંડ માટે રિક્વેસ્ટ નાખવાની વાત કહેવામાં આવી હોય. […]

RTIમાં ખુલાસો: ટાર્ગેટ પૂરો ન થાય તો ઓપરેટરને ભાડું ન મળે, અમદાવાદમાં 47 ટોઈંગ ક્રેનને દર મહિને સરેરાશ 1.37 લાખ ટુ-વ્હીલર, 10,800 કાર ટો કરવાનો ટાર્ગેટ

આડેધડ પાર્કિંગ કરનારાના વાહન ટો થતાં હોય છે. પરંતુ ટોઈંગ ક્રેનને ટ્રાફિક પોલીસે આપેલા કોન્ટ્રાક્ટ પરથી ખબર પડે છે કે, આ ટોઈંગ વાન ટેરર ક્રેન બની ગઈ છે. આરટીઆઈમાંથી બહાર આવેલા દસ્તાવેજ મુજબ શહેરમાં ટુ-વ્હીલર ટો કરવા માટે 38 અને ફોર-વ્હીલર-થ્રી વ્હીલર ટો કરવા માટે 9 મળી 47 ક્રેન છે. દરેક ટુ-વ્હીલર ક્રેન ઓપરેટરને રોજના […]

ફિલ્મી સ્ટાઈલે રિક્ષા પર ચડી લૂંટારુઓનો પીછો કરનાર યુવકનું પોલીસ કમિશનરે કર્યું સન્માન

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઈલ લૂંટારુઓનો ફિલ્મી સ્ટાઇલમાં હિંમત ભેર પીછો કરનાર યુવકને અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સન્માનપત્ર આપી તેની બહાદુરીને બિરદાવી છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સંતોષને કમિશનર ઓફિસમાં બોલાવી સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી તેની બહાદુરી બદલ અભિનંદન આપ્યા અને સન્માનપત્ર આપ્યું હતું. 3 ગઠીયા ફોન આંચકી ભાગ્યા, યુવકે સ્ટિયરિંગ પકડી લેતા […]

ગુજરાતમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના આવી સામે

ગાંધીનગરમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના સામે આવી છે. જૂના સચિવાલયમાં ફરજ બજાવતા એક કલાસ વન અધિકારીએ દારૂની બોટલ બતાવી મહિલા કર્મીને પાર્ટી માટે આમંત્રણ આપ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાદમાં પોલીસે કલાસ વન અધિકારીને મુક્ત કરતા મહિલાકર્મીને આરોપીએ ધમકી આપી માર માર્યો. જે અંગે […]

‘મહા’ વાવાઝોડાંની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મહાઅસર થશે, 5મીએ રિકર્વ થઈ બુધવારે રાતે દરિયાકિનારે ટકરાશે

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે. ત્યારે ‘મહા’ વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેમ શનિવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. જોકે હવે સિસ્ટમથી થોડી દૂર જવા સાથે ફરી એકવાર દિશા બદલી 6 નવેમ્બરની રાત અથવા 7મીની વહેલી સવારે […]

વજન ઉતારવા માટે સાંજે પીઓ ફણગાવેલા મગ અને ટામેટાનો સૂપ, જાણો બનાવવાની રીત

ઘણી વખત સાંજે આપણને એટલી બધી ભૂખ લાગી હોય છે, અને સાથે ડિનર કરવામાં હજી સમય લાગે એવું હોય છે. ત્યારે આવો સૂપ તમારા હેલ્થ માટે એક સારો ઓપ્શન સાબિત તી શકે છે. ફણગાવેલા મગ અને ટામેટાનો સૂપ બનાવવા માટેની સામગ્રી: 1 વાટકી ફણગાવેલા મગ અને મઠ 4 ટામેટા 1 બટેટુ 1 ચમચી આદુ- લસણની […]

રીપોર્ટ: ગ્લોબલ વોર્નિંગની ભયાનક અસરઃ દરિયામાંથી બહાર આવેલું કચ્છ 2050 સુધીમાં ફરી પાણીમાં ગરકાવ થશે!

ગ્લોબલ વૉર્મિંગના કારણે દક્ષિણ અને ઉત્તરધ્રુવના ગ્લેશિયર પીગળી રહ્યાં છે. જેના પરિણામ સ્વરૂપ દુનિયાભરમાં દરિયા કિનારે આવેલા શહેરોમાં ભવિષ્યમાં પુરનો ખતરો છે. એક નવા સંશોધન પ્રમાણે 2050 સુધીમાં ભારતના મુંબઇ અને કોલકોત્તા જેવા શહેરોમાં સમુદ્રના પાણી ફરી વળે તેવી શક્યતા છે. ચોંકાવનારી વાત એ છે કે આ રીપોર્ટમાં કચ્છ માટે પણ લાલબત્તી છે. કારણકે કચ્છની […]

ગુજરાત માથેથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

ગુજરાતના (Gujarat) માથેથી ‘ ‘મહા’ વાવાઝોડાનું (cyclone Maha) સંકટ ટળ્યું છે. હવામાન વિભાગના (Weather Deparment)ના જણાવ્યા મુજબ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે નહીં ટકરાય પરંતુ આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ (Heavy Rain) વરસશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પત્રકારોને જણાવ્યું કે, “ ‘મહા’ વાવાઝોડું ગુજરાત […]

સાઈક્લોન: અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાંની સિસ્ટમ સક્રિય થવાની પહેલી ઘટના

આ સપ્તાહે અરબી સમુદ્રમાં બે મોટા વાવાઝોડાં જોવા મળ્યા. હજી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે જેની ત્રાટકવાની દહેશત હતી તે ક્યાર ચક્રવાત સમુદ્રમાં જ નબળું પડી ગયું તેની કળ વળી નથી ત્યાં વળી મહા વાવાઝોડું સુપર સાઈક્લોન સ્વરૂપમાં 6-7 નવેમ્બરે વેરાવળના દરિયાકાંઠે ત્રાટકે તેવી હવામાન વિભાગે દહેશત વ્યક્ત કરી છે. ખુદ ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) એ […]

‘રાતના અંધારામાં અમે વાછડાદાદાને પ્રાર્થના કરી ને અમને બચાવવા આવતાં વાહનોની લાઇટો દેખાઇ’

ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની ઐતિહાસીક જગ્યાએ ભાઇબીજે 350થી 400 જેટલા વાહનોમાં 1500થી વધુ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વાવાઝોડા સાથે ખાબકેલા અંદાજે દોઢ ઇંચથી વધારે વરસાદમાં સેંકડો ગાડીઓ રણના કાદવમાં ફસાઇ હતી. ત્યારે ઝીંઝુવાડા ગામના 100થી વધુ સ્વયંસેવકો અને સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા આખી રાત રેસ્ક્યું ઓપરેશન કરી અંદાજે કુલ 1150 વ્યક્તિઓ અને કુલ 229 […]