સૌરાષ્ટ્રમાં કિસાનોની કરુણા તો જુઓ, પરસેવાથી પકાવેલા મગફળીના પાકને ભારે હૈયે સળગાવ્યો

કમોસમી વરસાદને લીધે ઉત્પાદનના રૂપમાં ખેડુતોના મોં સુધી આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો છે. મગફ્ળી સહિતનો પાક નિષ્ફ્ળ ગયો છે. તો બીજી તરફ ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામતા ઢોરઢાંખરના નિભાવની ઘેરી ચિંતા ફ્રી વળી છે. ત્યારે મજુરીનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિમાં માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે કંટાળેલા ખેડુતોએ મગફ્ળીના પાથરા સળગાવી નાંખ્યા હતા. માનખેત્રા ગામની સીમમાં […]

મહેસાણા જમીન રીસર્વેમાં સુધારા માટે બે વર્ષથી ધક્કાથી ખાતા વૃદ્ધ ખેડૂત કચેરીમાં જ સુઈ ગયા, અધિકારીને ધ્યાને આવતા તાબડતોબ ઓફિસમાં બોલાવ્યા

મહેસાણા જિલ્લામાં જમીન રીસર્વેમાં થયેલા ધાંધિયામાં અરજી કર્યાના લાંબા સમય સુધી સુધારો ન અટવાયેલા ખેડૂતો દૂર દૂરથી મહેસાણાની ડીઆઇએલઆર કચેરીએ આંટાફેરા લગાવતા હોય છે અને ક્યાં તબક્કે સુધારો પહોચ્યો તેની પૃચ્છા જાણવા સંબધિત અધીકારી ન મળે ત્યારે ફાંફે ચઢતા હોય છે.આવી સ્થિતિ ગુરુવારે બહુમાળી ભવનના બ્લોક 4માં ત્રીજા માળે આવેલ ડીઆઇએલઆર કચેરી બહાર જોવા મળી […]

વકીલાત છોડી મહિલાએ સેવાનો ભેખ ધારણ કર્યો, કેન્સરથી પતિનું મોત થયા બાદ કેન્સરગ્રસ્તો માટે જીવન સમર્પિત કરી દીધું

કેન્સરનું નામના રોગનું નામ સાંભળતાં જ માણસને પરસેવો વળી જાય છે. અગાઉ કેન્સર એટલે માણસ કેન્સલ એવું મનાતું હતું. જો કે,હવે વિજ્ઞાન આગળ વધતાં સમયસર કેન્સરની સારવાર કરાવવામાં આવે તો આ રોગ પર કાબૂ મેળવી શકાય છે તેમ રામપુરા વિસ્તારમાં રહેતી મહિલા વકીલ ફરીદા પઠાણએ જણાવતાં કહ્યું હતું કે, પતિના મોત બાદ તેણે કેન્સરગ્રસ્તોની સારવાર […]

સુપ્રીમ કોર્ટનો મહા ચૂકાદોઃ વિવાદિત જમીન હિંદુ પક્ષકારોને અપાઈ, મુસ્લિમ પક્ષને વૈકલ્પિક જમીન અપાશે, કેન્દ્ર સરકારને ત્રણ મહિનામાં એક્શન પ્લાન બનાવવા આદેશ

સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યામામલે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે.બેન્ચના અધ્યક્ષ CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે. ચીફ […]

કેટલાક લોકો અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા લાગ્યા, કેટલાક લોકોએ કાંકર ઉપાડીને પોતાની બેગમાં રાખી લીધા જેથી બીજા કોઈને કાંકરા ન ખૂંચે, જેમણે બેગમાં પથ્થર નહોતા રાખ્યા તેમને પાછળથી અફસોસ થયો, જાણો કેમ?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સંતે લોકોને સારાપણાંનું મહત્વ સમજાવવા માટે એક પ્રસંગ સભળાવ્યો હતો. પ્રસંગ મુજબ કેટલાક લોકો એક અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા. ટનલમાં એટલું અંધારું હતું કે કોઈને કંઈ પણ દેખાઈ નહોતું રહ્યુ. ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા લાગ્યા, કેટલાક લોકોએ વિચાર્યુ કે આ પથ્થર કોઈ અન્ય લોકોને ન […]

હૉટલોના કિચન બહાર હવે ‘NO Entry’નું બોર્ડ નહીં લગાવી શકાય, કોઈ પણ વ્યક્તિ સ્વચ્છતાની તપાસ કરી શકશે

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે હોટેલ-રેસ્ટોરાંના રસોડામાં ગ્રાહકો સ્વચ્છતાની ચકાસણી કરી શકે એ માટે તેમને બેરોકટોક પ્રવેશની મંજૂરીનો નિયમ જાહેર કર્યો છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં હોટલો, રેસ્ટોરાં અને કેન્ટીનના રસોડાની બહાર લગાવેલ ‘નો એડમિશન વિધાઉટ પરમિશન’ ના પાટિયા હટાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ ગ્રાહકો સ્વચ્છતા ચકાસી શકે એ માટે હોટેલ-રેસ્ટોરાં […]

જેતપુરના મેવાસા ગામે અતિવૃષ્ટિથી નજર સામે પાક નિષ્ફળ જતો જોઇ યુવાન ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કર્યો

જેતપુર તાલુકાના મેવાસા ગામે ખેતી ધરાવતા જામકંડોરણા ગામના મોટા ભાદરા ગામનો હિરેન ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ. 25) નામના ખેડૂત બે ભાઈઓમાં નાનો હોય અને અત્યારે મોંઘવારીના સમયમાં મોટો ભાઈ મજૂરી કરે અને પોતે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેમાં ગયા વર્ષે નહીંવત વરસાદને કારણે કરજ કરીને ઉગાડેલ પાક સાવ નિષ્ફળ જતા જેમ તેમ કરી આખું […]

ગુજરાત સરકારે મુખ્યમંત્રી રૂપાણી માટે ખરીદ્યું 191 કરોડ રૂપિયાનું નવું વિમાન, આવી છે પ્લેનની ખાસીયતો

ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય વીઆઇપી જેવા કે રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી માટે 191 કરોડ રૂપિયાનું નવું વિમાન ખરીદ્યું છે. આ વિમાનની ખરીદી પ્રક્રિયા છેલ્લા પાંચ વર્ષથી વિલંબમાં હતી જે આખરે પૂર્ણ થઈ છે. આ મહિનાના ત્રીજા સપ્તાહમાં ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ નામનું આ વિમાન ડિલિવર કરવામાં આવશે. મુખ્યમંત્રી માટે હાલ જે વિમાનનો ઉપયોગ […]

1 ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ ફરજિયાત, જાણો શું છે અને કેવી રીતે મેળવી શકશો?

જો તમે હાઈવે પરથી પસાર થતાં હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કેમ કે, 1 ડિસેમ્બરથી હાઈવેનાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. એકવાર આ સિસ્ટમ ચાલુ થઈ ગયા બાદ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ થશે નહીં, ફક્ત ઈલેક્ટ્રોનિક પેમેન્ટ જ થશે. અને જો તમે રોકડ પેમેન્ટ કરવા માગો […]

લોભામણી જાહેરાતોથી દૂર રહો, ગુજરાતમાં વિદેશ ભણવા મોકલતી કેન્દ્ર સરકાર માન્ય માત્ર છે આ 14 એજન્સી, જુઓ આ રહી યાદી

વિદેશમાં અભ્યાસ કરવા જતા પહેલા કઈ બાબતો ધ્યાને રાખવી અને યુકેમાં અભ્યાસ માટે કેવી રીતે યુનિવર્સિટીની પસંદ કરી શકાય તે વિશે સમજણ આપવા માટેનો એક સેમિનાર સીજી રોડ પર આવેલી એક હોટેલમાં યોજાયો હતો, જેમાં 300થી વધારે વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. ઓવરસીઝ એજ્યુકેશન સેન્ટર અમદાવાદ અને એઈસીસી ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓને વિદેશમાં જતા […]