તાપી નદીમાં છલાંગ લગાવનાર બિલ્ડરે લખેલી સુસાઈડ નોટ આવી સામે, હજુ પણ શોધખોળ યથાવત

મોટા વરાછામાં સવજી કોરાટ બ્રિજ પરથી ગુરૂવારે સવારે 6 વાગ્યે એક બિલ્ડરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. નદીમાં કૂદનાર યુવકને શોધવા માટે ફાયરની ત્રણ ટીમ કામે લાગી હતી. જોકે, મોડી સાંજ સુધી યુવકની કોઈ ભાળ મળી ન હતી અને આજે પણ સવારથી શોધખોળ ચાલી રહી છે. જ્યારે બિલ્ડરે લખેલી સુસાઈડ નોટ સામે આવી છે. […]

ઈ-મેમોથી બચવા ચાલાકી નહીં ચાલે, વાહનમાં HSRP વાળેલી, તોડેલી કે ઢાંકેલી હશે તો વાહન ડિટેન કરવા સુધીની કાર્યવાહી થશે

હેલ્મેટ ન પહેર્યું હોય, રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય, સિગ્નલ તોડ્યું હોય તેવા દરેક ટ્રાફિક નિયમોના ભંગ બદલ આઈ-વે પ્રોજેક્ટના કેમેરા વાહનચાલકને દંડનો મેમો ફટકારી દે છે, પરંતુ કેટલાક વાહનચાલકોએ આ કેમેરાને પણ ઊંધા ચશ્માં પહેરાવવા ચાલાકી કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાકે પોતાના વાહનની HSRP વાળી દીધી છે, તો કેટલાકે અડધી તોડી નાખી છે, […]

રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા જતા જાલીડા ગ્રામ પંચાયત તલાટી ભડક્યા, વીડિયો રેકોર્ડિંગ કરતા તલાટીએ આપી ગાળો : ફરિયાદી

રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રજુઆત કરવા જતાં મહિલા તલાટી ભડક્યા અને ધક્કામુક્કી કર્યા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી વીસાભાઈ લોહએ જણાવ્યું હતું કે, અમે જાલીડા ગામના પંચાયતના વર્કઓર્ડર 5ના સભ્ય છીએ. અને જાલીડા ગામે પ્રજાલક્ષી સેવાકીય કામગીરી કરીએ છીએ. જાલીડા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હેતલ ચૌહાણ ફરજ […]

અમદાવાદમાં જશોદાનગર બ્રિજ પર લાગેલા જાહેરાતના હોર્ડિંગ્સે લીધો બાઈકચાલકનો ભોગ, બ્રિજ પર લાગેલું હોર્ડિંગ ઉડીને બાઇક પર આવતા બાઇક સ્લીપ થઈ ગયું

શહેરમાં ગેરકાયદેસર લાગેલા જાહેરાતના હોર્ડિગ્સ અને બોર્ડ તમારો જીવ લઈ શકે છે. જશોદાનગર બ્રિજ પર લાગેલા હોર્ડિંગના કારણે જશોદાનગરમાં રહેતા એક વ્યક્તિનુ મોત થયું છે. પુત્રને મૂકીને પિતા બાઇક પર ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે બ્રિજ પર લાગેલું હોર્ડિંગ ઉડીને બાઇક પર આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને બાઇકચાલક પિતાને ગંભીર ઈજાઓ થતા […]

અમદાવાદના PIની દિલેરી તો જુઓ, ગરીબ બાળકીને હોટલનું ભોજન જમાડી ઉજવ્યો ‘ચિલ્ડ્રન્સ ડે’

આમ તો લોકો એવું વિચારતા હોય છે કે પોલીસ માત્ર લોકોને હેરાન જ કરતી હોય છે. અને ગરીબ લોકો રોડ પર ધન્ધો કરે તો તેને હટાવી જુલમ કરતી હોય છે. પણ લોકોની આ માનસિકતા બદલી નાખે એવો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. ચિલ્ડ્રન ડે ના દિવસે એક પોલીસ ઇનસ્પકેટરે રોડ પર જતી ગરીબ બાળકી […]

અઠવાડિયા સુધી રોજ ખાઓ કાચું આમળું, આ ભયંકર રોગોમાંથી ઝડપથી મળશે મુક્તિ, જાણો ફાયદા

શિયાળાની શરૂઆત થતાંની સાથે જ માર્કેટમાં આમળાની ભરમાર જોવા મળી રહી છે. આમળામાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી લોહી, પિત્ત, પાંડુ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, છાતીના રોગ, હૃદયના રોગ, મુત્ર વિકાર જેવી અનેક બિમારીમાં ફાયદો થઈ શકે છે. આમળા ખાવાથી મેદસ્વીપણું પણ દૂર થાય છે અને સમય પહેલા વૃદ્વાવસ્થાને રોકવામાં […]

સંતને ગામના લોકોએ જણાવ્યું કે કૂવાનું પાણી પીવાલાયક નથી, કારણ કે ત્રણ કૂતરા ઝઘડો કરતા-કરતા તેમાં પડીને મરી ગયા છે, દુર્ગંધ આવી રહી છે, સંતે પાણી સાફ કરવાના ઉપાય જણાવ્યા પરંતુ બધા નિષ્ફળ થઈ ગયા, જાણો કેમ?

એક ગામમાં 3 કૂતરા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો અને ઝઘડો કરતા-કરતા તે કૂવામાં પડીને મરી ગયા. થોડાં દિવસ પછી ત્યાં એક સંત આવ્યા. ગામના લોકોએ સંતને જણાવ્યું કે તેમના ગામમાં એક જ કૂવો છે અને તેનું પાણી ખરાબ થઈ ગયું છે કારણ કે તેમાં 3 કૂતરા મરી ગયા છે. અમે પાણી માટે ખૂબ પરેશાન […]

‘આખી દુનિયામાં શીખો જેવી સેવા કોઈ ન કરી શકે’ વીડિયો જોઈને લાખો લોકોની આંતરડી ઠરી! જૂઓ.

આપણે બાળપણથી એક પંક્તિ સાંભળતા આવીએ છીએ કે, ‘મજહબ નહીં સિખાતા આપસ મે બૈર રખના, હિન્દી હૈં હમ વતન હૈ હિંદોસ્તાં હમારા’. આપણો દેશ સંસ્કૃતિ અને ભાવનાનો દેશ છે. એક બીજાની મદદ કરવી એ આપણા ખુનમાં છે. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આ વાત આપણને નાનપણથી જ શીખવાડવામાં આવી છે. અહીં એક એવો જ વીડિયો […]

માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સોસામે આવ્યો, આણંદમાં 5 વર્ષનાં ભાઈએ એરગનથી 2 વર્ષની બહેનને મારી ગોળી

ઘરમાં જ્યારે નાના બાળક હોય ત્યારે માતા-પિતાએ હંમેશા સાવચેતી રાખવી પડે છે. અને જો નજર હટી તો દુર્ઘટના ઘટી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી જ એક ઘટના બની હતી આણંદના સમરખા ગામે. જ્યાં ઘરમાં રાખેલી એરગન વડે પાંચ વર્ષનાં ભાઈએ બે વર્ષની બહેનને ગોળી મારી હતી. આ છરો બહેનની પીઠમાંથી ઘૂસી ફેફસામાં હૃદય સુધી […]

હિંમતનગરના પીપલોદી નજીક આઈસર ચાલકે કચડતાં મહિલા પોલીસકર્મી અને તેના પતિનું મોત, 7 માસના ટ્વિન્સે ગુમાવ્યા માંબાપ

પ્રાંતિજ તાલુકાના વડવાસા ગામનું દંપતી મંગળવારે પૂનમ હોઇ એક્ટિવા લઈ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી પત્નીને તેમના પિયર સોનાસણ ગામે મૂકવા જતાં હિંમતનગરના પીપલોદી નજીક આયશર ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં સવાર દંપતી નીચે પટકાતાં ઘટનાસ્થળે બંનેના મોત થયા હતા.જેને પગલે 7 માસના ટ્વિન્સે માબાપ ગુમાવ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.12/11/19 ના […]