શું તમે ઘીથી લથબથ અને ખુબજ સ્વાદિષ્ટ એવું લીલી હળદરનું શાક ખાધુ છે? આ શિયાળે તમે પણ ટ્રાઈ કરો જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. ગૃહિણીઓના રસોડામાં અવનવી શિયાળાની રસોઈ બનવા લાગી છે. ખાસ કરીને શિયાળામાં આવતી ભાજી અને અવનવા શાક શરી થઈ ચુક્યા છે. ત્યારે આજે આપણે બનાવીશુ શુદ્ધ દેશી ઘીમાં બનાવેલ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવું લીલી હળદરનું શાક. આ શાકને તમે મકાઈ-બાજરીના રોટલા કે પછી કડકડી ભાખરી સાથે સર્વ કરો જમવાની ખુબજ મજા […]

તમારા રસોડામાં નકલી જીરૂં તો નથી ને? ઝાડુ, પથ્થર અને શીરાની ભેળસેળ અંગે જાણી ચોંકી જશો, પોલીસ અને આરોગ્ય વિભાગે મોટાપાયે નકલી જીરૂ બનાવતી ફેકટરી પકડી પાડી

મરચાંથી લઇ હીંગ સુધી તમામને તમે ભેળસેળના સમાચાર ખૂબ વાંચ્યા હશે પરંતુ નકલી જીરું બનાવતી ફેકટરી અંગે કદાચ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. જી હા બવાનામાં પોલીસે જીરું બનાવાની ફેકટરી પકડી છે. નવી દિલ્હી નજીક પોલીસ અને આરોગ્ય વિભાગે મોટાપાયે નકલી જીરૂ બનાવતી ફેકટરી પકડી પાડી છે. આ સાથે જ નકલી જીરૂં બનાવતી ગેંગના સભ્યોનો […]

લગ્નના ફૂલેકામાં ડીજેનું સ્પીકર માથે પડતા 10 વર્ષના બાળકનું મોત, પરિવારે એકનો એક લાડકવાયો ગુમાવ્યો, શેરવાની પહેરેલી તસવીર છેલ્લી બની

મેંદરડાના સમઢીયાળા ગામે વાળંદ પરિવારના દિકરાના લગ્નના ફૂલેકામાં રાત્રીના બોલેરોમાં રાખેલા ડીજે સાઉન્ડના મસમોટા સ્પીકર ઉપર પતરામાં અથડાઇને પડતાં ડીસ્કો કરી રહેલા રાજકોટ અને જેતપુરના બે બાળકો દબાય ગયા હતા. જેમાં રાજકોટના 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે જેતપુરના 9 વર્ષના બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવને પગલે વાળંદ પરિવારના લગ્નની […]

અમદાવાદમાં પાંજરાપોળ પાસે BRTS બસની અડફેટે બે સગાભાઈઓના મોત, સ્થાનિકોમાં ભારે રોષ

આજે બીઆરટીએસ બસે પાંજરાપોળ પાસે બાઈકને અડફેટે લીધું હતું. બે સગા ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચતા બસને નુકસાન પહોંચતું અટકાવાયું હતું. બે ભાઈઓના મૃતદેહો એક કલાક સુધી […]

આણંદના કલેક્ટરે યુવકનું ટ્વીટ વાંચી ગણતરીના કલાકોમાં વિધવા મહિલાનું પેન્શન શરૂ કરાવ્યું

સોશિયલ મીડિયા થકી આજકાલ મોટાભાગના કામો સરળ થઇ રહ્યા છે. દેશની પ્રજા પોતાની સાથે થતી મુશ્કેલીઓ તેઓ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સરળતાથી સરકાર અને અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે. આણંદના કલેક્ટરે પણ સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિક લોકોની મુશ્કેલીઓને હલ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ તાજેતરમાં જ એક વિધવા મહિલાના અટકેલા […]

ખેડૂત પુત્રી અંજલિએ મોટી બેનના પગલે પહેલા જ વર્ષે રાષ્ટ્રીયકક્ષાએ મેળવ્યું સ્થાન, મહેસાણાના ગોઝારિયા ગામના 100 છોકરા-છોકરીઓ વેઇટલિફ્ટિંગ રમતમાં રાજ્ય-રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યાં

ગ્રામીણ વિસ્તારના ખડતલ ખેલાડીઓને યોગ્ય પ્રશિક્ષણ મળે તો તે કેટલી ઊંચાઇ સુધી પહોંચી શકતા હોય છે. તેનું ઉદાહરણ છે મહેસાણા તાલુકાનું 8 હજારની વસ્તી ધરાવતું ગોઝારિયા ગામ. એમ.કે.પટેલ હાઇસ્કૂલના વ્યાયામ શિક્ષક દિનેશભાઇ રાઠોડે 20 વર્ષમાં 100 જેટલા છોકરા-છોકરીઓને પ્રશિક્ષણ આપી રાજ્ય તેમજ રાષ્ટ્રીયકક્ષા સુધી પહોંચાડ્યા છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં ખેલાડીઓને લઇ રાજકોટ આવેલા શિક્ષક દિનેશભાઇ રાઠોડે […]

રાજકોટના ઝીક્સ ગ્રુપના યુવાનોની અનોખી સેવા: ગુજરાતમાં ક્યાંય પણ દિકરીના લગ્ન હોય, કંકોત્રી મોકલો એટલે મફતમાં ઘરે શાકભાજી આપી જાય છે આ યુવાનો

દીકરીના લગ્ન હોય એટલે પિતા સહિત પરિવારજનો પર અનેક જવાબદારી આવી જતી હોય છે. પરંતુ રાજકોટમાં સેવાભાવી યુવાનોએ ઝીક્સ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપના યુવાનો જે પિતાને દીકરીના લગ્ન હોય તેના જમણવાર માટેનું શાકભાજી વિનામૂલ્યે તેના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આ ગ્રુપનો હેતુ દીકરીના પિતાની જવાબદારીને ઓછી કરવાનો છે. આ ગ્રુપના સભ્યોને વોટ્સઅપ, […]

સુરત: શેરડી લદાયેલી ટ્રકની વધુ પડતી ઝડપે વિદ્યાર્થિનીનો જીવ લઈ લીધો, વિદ્યાર્થિની પરીક્ષા આપવા જાતે નીકળી ને માર્ગમાં જ કાળ ભરખી ગયો

બારડોલીની ઉમરાખ કોલેજમાં એમસીએમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની સોમવારની પરીક્ષા શરૂ થઈ હોય, પ્રથમ દિવસે પિતા કોલેજ સુધી મુકી ગયા હતાં. મંગળવારે વિદ્યાર્થિની પોતાની જાતે મોપેડ પર નીકળી જવા તૈયાર થઈ હતી. સવારે મોતા ગામની સીમમાં પસાર થતી હતી. દરમિયાન શેરડી ભરેલી ટ્રકના ચાલકે પૂરઝડપે હંકારી લાવી મોપેડને અડફેટે લેતા અકસ્માત થયો હતો. વિદ્યાર્થિની […]

બ્લોક થયેલી ધમનીઓને ખોલવા માટે સર્જરી જરૂરી નથી, દવાઓથી પણ તેની સારવાર કરી શકાય છે: રિસર્ચ

બાયપાસ સર્જરી અને સ્ટેંટને લઈને અમેરિકામાં એક રિસર્ચ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે. રિસર્ચમાં જોવા મળ્યું કે, દર્દીઓની સારવાર દવાઓથી થઈ છે તેમને બાયપાસ સર્જરી કરાવનારા અથવા સ્ટેન્ટ મૂકાવ્યું હોય તેવા લોકોની સરખામણીએ વધુ હાર્ટ એટેક નથી આવતો. આ જ સ્થિતિ મૃત્યુની સંખ્યાની બાબતમાં પણ છે. આ તારણો તે દર્દીઓ સાથે સંબંધિત છે જેમણી ધમનીઓમાં […]

મહેનતી યુવકને સફળતા ન મળી તો તેણે આપાઘાત કરવાનું વિચાર્યુ, જંગલમાં તેને એક મહાત્મા મળ્યા, તેમણે યુવકને જણાવી થોર અને વાંસના વૃક્ષની ખાસ વાત, જેને સાંભળીને યુવકે આપઘાતનો વિચાર માંડી વાળ્યો

કોઈ ગામમાં એક ઇમાનદાર અને મહેનતી યુવક રહેતો હતો. અનેક વર્ષો સુધી અથાક મહેનત કર્યા પછી પણ તે કોઈ ક્ષેત્રમાં સફળ નહોતો થઈ શકતો. છેલ્લે નિરાશ થઈને તેણે આપઘાત કરવાનો નિર્ણય લીધો. તે જંગલમાં ગયો અને આપઘાત કરવાનો જ હતો કે એક સંતે તેને જોઇ લીધો. જ્યારે સંતે તેનાથી આપઘાતનું કારણ પૂછ્યુ તો તેણે પોતાની […]