સુરતમાં લાખોમાં જવલ્લે જ જોવા મળતી હાથ પગની 26 આંગળીઓ સાથે બાળકીનો જન્મ થયો

લાખોમાં જન્મતા બાળકોમાં જવલ્લે જ જોવા મળતી પોલી ડેકટાઈલીનો રેરેસ્ટ ઓફ રેસ કેસ કામરેજ નજીકના ગામમાં જોવા મળ્યો હતો. કામરેજ નજીક આવેલા માકણા ગામમાં રહેતા પરિવારમાં એક બાળકીનો 26 આંગળીઓ સાથે જન્મ થયો હતો. હાથમાં છ અને પગમાં સાત આંગળીઓ સાથે પરિવારમાં ત્રીજું બાળક જન્મતાં આશ્ચર્યની સાથે ખુશીનું મોજું ફરી વળ્યું હતું. જન્મ સમયે આંગળીઓ […]

શિયાળામાં એલોવેરાથી કરો આ ઉપાય, ખીલના ડાઘ થઇ જશે દૂર, જાણો એલોવેરાથી થતા ફાયદા

ત્વચાથી સંબંધિત કેટલીક સમસ્યાઓને એલોવેરાથી દૂર કરી શકાય છે. એલોવેરાનો ઉપયોગ ખાસ કરીને સુંદરતા માટે કરવામાં આવે છે. સ્વાસ્થ્યની સાથે-સાથે એલોવેરા જેલનો ઉપયોગ વાળ અને ત્વચા માટે પણ કરી શકાય છે. શિયાળામાં ત્વચાની સમસ્યા વધારે હોય છે. જેમ કે સન બર્ન, ત્વચા પર ચકામા પડવા, ઓઇલી સ્કિન, ડાર્ક સ્પોટ તેમજ ડલનેસ જેની સમસ્યા થાય છે. […]

ગાંધીનગરના દહેગામના રિક્ષાચાલકની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કર્યું એવું કામ કે લાખો લોકોના દિલમાં વસી ગયો, આ રીક્ષાવાળાને સો-સો સલામ!

નબળી આર્થિક પરિસ્થિતિમાં પણ જવાનોનું ઋણ અદા કરતો ગાંધીનગરના દહેગામનો રિક્ષાચાલક રાતોરાત દેશના લાખો લોકોના દિલમાં વસી ગયો છે. નાનકડા ગામમાં રહેતા ગરીબ પરિવારના રિક્ષાચાલક જિગર રાજેન્દ્રભાઈ બારોટ છેલ્લા સાતેક વર્ષથી રિક્ષા ચલાવે છે. ગાંધીનગર ખાતે રિક્ષા ચલાવતા યુવકે અનોખો સંકલ્પ કર્યા હતો કે, તેની રિક્ષામાં બેસનાર લશ્કરી જવાન કે વિકલાંગનું ભાડું લેતો નથી અને […]

તમિલનાડુ પછી ગુજરાત એકમાત્ર રાજ્ય જ્યાં દરિયાનું ખારું પાણી મીઠું કરાશે, દહેજમાં 100 MLDના પ્લાન્ટનું ભૂમિપૂજન

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે દરિયાના 100 MLD પાણીના ડિસેલિનેશન પ્લાન્ટનું રૂપિયા 881 કરોડના ખર્ચે નિર્માણ થવાનું છે. જેનું આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે તેમણે જણાવ્યું કે, ભારતમાં તામિલનાડુ પછી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાશે. આઠ ડિસેલિનેશન પ્લાન્ટ સ્થપાશે દહેજ ખાતે […]

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના આરોપીની માતાએ કહ્યું- મારા દીકરાને પણ જીવતો સળગાવી દો

તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને પછી લાશ સળગાવી દેવાની ઘટનાએ દેશને હલાવી દીધું છે. દેશના દરેક હિસ્સામાં લોકો આરોપીઓને તાત્કાલીક જાહેરમાં સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ચારેય આરોપીઓના પરિવારના સભ્યોએ કહ્યું છે કે જો તેઓએ આવો ક્રૂર અપરાધ કર્યો છે તો પછી તેમને તાત્કાલીક ફાંસી આપી […]

કચ્છના સફેદ રણમાં ગુલાબી ઠંડીની શરૂઆત સાથે અવિસ્મરણીય અનુભવ કરવા સહેલાણીઓ ઊમટ્યા, આ વખતનો રણ ઉત્સવ 23 ફેબ્રુઆરી સુધી ચાલશે

આમ તો ‘કચ્છડો બારે માસ’ કહેવાય છે, પરંતુ કચ્છની શોભા અને મજા શિયાળામાં અનેકગણી વધી જાય છે. કેમ કે, શિયાળામાં ભૂજથી લગભગ એંસી કિલોમીટરના અંતરે આવેલા ધોરડો પાસેના વિરાટ મેદાની વિસ્તારમાં સફેદ રંગની ચાદર છવાઈ જાય છે. વરસાદી પાણી સુકાયા પછી સર્જાતી આ કુદરતની કરામત ‘સફેદ રણ’ અથવા તો ‘વ્હાઇટ ડેઝર્ટ’ તરીકે ઓળખાય છે. આ […]

ગુજરાતમાં ભર શિયાળે માવઠાના એંધાણ, અરબી સમુદ્રમાં સર્જાયું લો-પ્રેશર, રાજ્યના આ વિસ્તારો પર પડી શકે છે વરસાદ

શિયાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. ચોથી તારીખે આ સિસ્ટમ આગળ વધતા ગુજરાતની નજીક પહોંચશે અને તેના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસશે. હજુ તો કમોમસમી વરસાદના કમરતોડ મારથી ખેડૂતો બેઠા પણ નથી થયા ત્યાં ફરીથી રાજ્ય માથે કમોસમી વરસાદનું સંકટ તોળાઈ […]

બ્લડ સર્કુલેશન માટે અક્સીર છે લીલુ લસણ, તેના સેવનથી ગંભીર બીમારીઓ રહે છે દૂર, જાણો લીલું લસણ ખાવાના ફાયદા

અત્યારે લોકો અવનવી વસ્તુઓ બનાવીને ખાવાનું શરૂ કરી દે છે. ત્યારે સૌથી ખાસ વાત હોય છે બજારમાં મળતા વિવિધ શાકભાજી. આ શાકભાજીમાંથી એક લીલું લસણ છે. શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. ખાસ કરીને લસણનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ લીલા લસણની વાત અલગ જ હોય છે. તો […]

સિયાચિનમાં ફરીથી બરફનું તોફાન, ભારતીય આર્મીના બે જવાન થયા શહીદ

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં શનિવારે આવેલા હિમપ્રપાતમાં બે જવાન શહીદ થઈ ગયા છે. ઇન્ડિયન આર્મીએ કહ્યું કે વહેલી સવારે જવાનો દક્ષિણી સિયાચીન ગ્લેશિયરમાં 18 હજાર ફૂટની ઊંચાઈએ પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે હિમપ્રપાત થતા બરફના પહાડો વચ્ચે બે જવાન દબાઈ જતાં શહીદ થઈ ગયા હતા. રાહત અને બચાવ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને […]

‘હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે’ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત

”ગુજરાતમાં આજે પણ દારૂનું ચલણ છે, લગભગ બધે દારૂ મળે છે. ગુજરાતમાં દારૂબંધીના નિયમો માત્ર કાગળ ઉપર છે. જેના કારણે ગુજરાતની યુવાપેઢી બરબાદ થઈ રહી છે. હું ખોટો હોવ તો મુખ્યમંત્રીનું પદ છોડું, નહીંતર રૂપાણીજી જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે” રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે શહેરમાં કોંગ્રેસના જનવેદના સંમેલનના મંચથી આ રીતે ખુલ્લો પડકાર ફેંકી ભાજપ […]