‘રેપ પુરુષોનાં કારણે થાય છે તેને જ સાંજે 7 વાગ્યા પછી ઘરમાં રાખો’ આખા ભારતને હચમચાવે દે તેવો વીડિયો વાઈરલ….

હૈદરાબાદમાં મહિલા પશુ ડોક્ટર પર ગેંગ રેપ કરીને કરવામાં આવેલા હત્યાની સંસદના બંને ગૃહોમાં પણ નિંદા કરવામાં આવી હતી અને લોકો વિરોધ માટે વિવિધ રાજ્યોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. સોમવારે પણ હૈદરાબાદ અને તેલંગાણાના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. વિદ્યાર્થીઓ, વકીલો અને અન્ય લોકોએ રેલીઓ કાઢી હતી અને આ કેસમાં ધરપકડ કરાયેલા […]

અમદાવાદમાં પોલીસની ખુલ્લી લુખ્ખાગીરી! ગાડીના કાગળિયાને લઇ યુવકને મારી-મારીને કરી નાંખ્યો બેભાન

સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનો અમલ કર્યા બાદથી જ જાહેર જનતા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. આવું જ કંઇ અમદાવાદના ખમાસા વિસ્તારમાં બન્યું. પરંતુ આ મામલે મહત્વની વાત એ છે કે ચાલક પાસે લાઇસન્સ તેમ જ હેલ્મેટ હતું પરંતુ ગાડીના જરૂરી ડોક્યૂમેન્ટ ન હતા. આથી ચાલક યુવાને ગાડીના ડોક્યૂમેન્ટ ઘરેથી મંગાવી આપુ […]

સુરતમાં રેલવે ટ્રેક પર દીકરી પડી ગઇ, બચાવવા જતાં મા-દીકરી બંને ટ્રેન નીચે કપાઇ ગયાં

સુરત અને ઉધના રેલવે સ્ટેશને બનેલી ગોઝારી ઘટનામાં મહિલા અને તેની બાળકીનું મોત નીપજ્યું હતું. રેલવે ટ્રેક પર દીકરી પડી જતા બચાવવા ગયેલા મા પણ ટ્રેનની અડફેટે આવી જતાં કમભાગી મા-દીકરીના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક બાળકી ઘાયલ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. દુર્ઘટના બાદ ટ્રેન રોકી દેવાઇ હતી ગત રોજ […]

સૌરાષ્ટ્રમાં કેશોદ, મેંદરડા, માળિયા હાટીના પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત, 4-5 ડિસે.એ પણ વરસાદની આગાહી

ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી. અરબી સમુદ્રમાં બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 4 અને 5 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ આગાહી વચ્ચે આજે જૂનાગઢના મેંદરડા અને કેશોદ પંથકમાં કમોસમી વરસાદ થયો છે. જેમાં અજાબ અને કેવદ્રામાં વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને […]

શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી મેથી પાક ખાવાથી શરીર રહેશે રોગમુક્ત, જાણો કેવી રીતે બનાવાય મેથી પાક.

મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે આ વાત દરેક લોકો જાણે છે. મેથી એક એવી વસ્તુ છે જેના સેવનથી તમે શરીરને રોગમુક્ત બનાવી શકો છો. મેથી ખાવામાં કડવી હોય છે પરંતુ તેને ફાયદા અઢળક હોય છે. ખાસ કરીને તેનો પાક બનાવવામાં આવે તો તે સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઇએ કેવી રીતે […]

રાણીપ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જ થઈ જનતા રેડ, જેમાં લાખોનો રૂપિયા દેશી દારૂ પકડાયો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક બાજૂ પાડોશી રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અવારનવાર રાજ્યનાં મુખ્યમંત્રીને દારૂબંધી મુદ્દે ટકોર કરતા રહે છે તો ક્યારેક ટોણા પણ મારે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જવાબમાં ડંફાસો મારે છે. પરંતુ આ દરમિયાન જ ગુજરાતની એક રાષ્ટ્રીય શાળામાંથી જ પોલીસ દ્વારા દારૂ […]

હૈદરાબાદ ગેંગરેપનાં નરાધમોને જેલમાં જલસા, ભોજનમાં પીરસાયું લિજ્જતદાર નૉન વેજ

હૈદરાબાદ ગેંગરેપનાં આરોપીઓને હૈદરાબાદ પાસે ચેરાપલ્લીની હાઈ સિક્યુરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. ચારેય આરોપીઓને જેલમાં લંચમાં દાળ-રાઇસ અને ડિનરમાં મટન કરી આપવામાં આવી હતી. જેલ મેન્યૂઅલ અંતર્ગત તેમને જમવાનું પીરસવામાં આવ્યું. ઉલ્લેખીય છે કે હૈદરાબાદની મહિલા ડૉક્ટરની સાથે 4 લોકોએ રેપ કર્યો હતો અને પછી મર્ડર કરી દીધું હતુ. મર્ડર બાદ આરોપીએ તેના મૃતદેહને સળગાવી […]

રાજકોટ 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં કોઇ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે, કોર્ટ બહાર આરોપીઓને ફાંસી આપોના સુત્રોચ્ચાર કર્યા

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીને ઘટનાની રાત્રે જ ધરપકડ કરી લીધી હતી. રાજકોટ બાર એસોસિએશન દ્વારા આરોપી તરફથી કોઇ વકીલ કેસ નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આજે રાજકોટ કોર્ટ બહાર તમામ વકીલો એકત્ર થયા હતા અને દુષ્કર્મની ઘટનાઓને વખોડી કાઢી બેનરો […]

જેતપુરના દેવકી ગાલોલમાં ઉભા પાકને નુકસાન પહોંચાડી વીજપોલ નાંખ્યા, પૂરતું વળતર ન મળતા ખેડૂત દંપતીનો સમાધિ દ્વારા જેટકો સામે કર્યો વિરોધ

જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ખેડૂતો દ્વારા જેટકો કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉભા કપાસના પાકમાં વીજ પોલ નાંખવા માટે એક ખેડૂતની જમીનને ખેદાન મેદાન કરતા ખેડૂતોએ વળતરની માંગ કરી હતી. પરંતુ વીજ કંપની દ્વારા કોઇ વળતર ન અપાતા કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે તે ખેડૂત દંપતીએ કપાસના પાકમાં જ જમીનમાં દટાઇને પ્રતિક સમાધિ લઇ […]

અમરેલીના નાના ભંડારીયામાં કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના મોત

અમરેલીના નાના ભંડારીયા ગામે વૃક્ષ સાથે કાર અથડાતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. પરિવાર અમરેલીથી કુકાવાવ તરફ જઇ રહ્યો હતો ત્યારે નાના ભંડારીયા ગામ નજીક કોઇ કારણોસર સ્વીફ્ટ કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા 8 માસના દીકરા સહિત પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા અને પોલીસ […]