ચહેરાની ત્વચા પરના મોટા ખાડા દૂર કરવા કરો બસ આટલું, ટુંક સમયમાં જ દૂર થશે સમસ્યા, જાણો કેટલાક ઘરગથ્થુ ઉપાય

આપણી ત્વચા કેટલી સ્વસ્થ છે તેની સાથે જ વૃદ્ધાવસ્થાની નિશાની પણ આપણી ત્વચા પર રહેલા ખાડા પરથી ખબર પડી શકે છે. જો તમારા ચહેરા પર મોટા રોમ છિદ્ર છે તો તમે વૃદ્ધ લાગી રહ્યા છો. પરંતુ જો તમારે સ્વસ્થ ત્વચા જોઇએ છે તો તમારે ચહેરાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો આજે અમે તમને કેટલાક […]

હળદર વાળા દૂધમાં આ વસ્તુ મીક્સ કરવાથી સડસડાટ વજન થઇ શકે છે ઓછું, જાણો કેવી રીતે?

હળદર વાળું દૂધ પીવાના અનેક ફાયદાઓ અંગે ઘણી વખત ચર્ચા થતી રહે છે. માનવામાં આવે છે કે તેનાથી શરદી-ઉધરસ ઇજા વગેરે સારુ થઇ જાય છે. સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેના અનેક ગુણોની સાથે હળદર વાળું દૂધ વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે. હળદરને અલ્ટેરનેટિવ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તે […]

ભાગેડુ નિત્યાનંદે અહીં વસાવી લીધો છે પોતાનો આખે આખો દેશ! જાણો એની અલગ દુનિયાની અજીબ વાતો

પોલીસ ગુના માટે નિત્યાનંદને અહીં શોધી રહી છે ત્યારે સ્વામી કૈલાશ પર છે. એ પણ હિમાલયના કૈલાશ પર નહિ, ઈક્વાડોરના એક ટાપુના કૈલાશ પર. આ ટાપુને નિત્યાનંદ દુનિયાનો સૌથી મહાન અને સૌથી શુદ્ધ હિન્દુ દેશ કહે છે. આટલું જ નહિ, અમદાવાદમાંથી ત્રણ દિગ્ગજો નિત્યાનંદની સાથે ત્યાં જ વસી જાય તેવી શક્યતા છે. તમને જાણીને નવાઈ […]

હેલ્મેટના નિયમમાં રાહત મળી, હવે શોભાના ગાંઠિયા સમાન PUC વિશે પણ કંઈક વિચારો. શું પીયુસીના કાયદાની કોઈ જરુર છે ખરી?

રુપાણી સરકારે જનાક્રોશને ધ્યાનમાં લઈ શહેરી વિસ્તારોમાંથી હેલ્મેટના કાયદાને દૂર કરી દીધો છે. એટલે કે, મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાના વિસ્તારોમાં હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 500 રુપિયા દંડ ભરવો પડશે નહીં. આમ તો, હેલ્મેટનો કાયદો લોકોની જ સુરક્ષા માટે છે, પરંતુ થોડા દિવસો પહેલા ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવાની જાહેરાત કરનારી સરકાર અચાનક કેમ બેકફુટ પર […]

અમદાવાદમાં અનેરાં લગ્નનો કિસ્સો સામે આવ્યો, બપોરે 3 વાગ્યે લગ્ન, સાંજે 7 વાગ્યે રિશેપ્સન અને ઝઘડો થતાં રાતે 3 વાગ્યે છૂટાછેડા

હાલમાં ચાલી રહેલા લગ્નગાળા વચ્ચે અમદાવાદમાં એક અનેરાં લગ્ન યોજાયાં હતાં. જેમાં બપોરે 3 વાગ્યે યુવાન અને યુવતી લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તે જ સાંજે 7 વાગ્યે બંનેનું રિશેપ્સન રાખવામાં આવ્યું હતું. તેમાં વરરાજાએ દૂધ પીવાની વિધિનો વિરોધ કરતા બંને પક્ષના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં આ ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા વરરાજા, કન્યા, […]

દીકરીઓને બ્યુટીપાર્લર-ડાન્સ ક્લાસને બદલે સ્વ-રક્ષાના ક્લાસ કરાવો- મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે મૂળ ગુજરાતી અને હાલ સ્વિત્ઝર્લેન્ડમાં રહેતા મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણીએ તાજેતરમાં જ દેશભરમાં બનેલી બળાત્કારની ઘટનાઓ અંગે જણાવ્યું હતું કે, વાલીઓએ ખરેખર આ બાબતે વિચારવું જોઈએ કે તેમણે પોતાની દીકરીને બ્યુટી પાર્લરમાં, ડાન્સ ક્લાસમાં, સંગીતના ક્લાસમાં મોકલવા કરતા સૌથી વધુ જરૂરી છે કે તેને સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરાવે. યુનિવર્સિટી અને શાળા-કોલેજોમાં પણ […]

સુરતમાં સ્કૂલની છાત્રાનું ક્લાસમાં અચાનક ઢળી પડતાં મોત, પરીવારજનોએ આંખોનું દાન કર્યું

અબ્રામાની પી.પી. સવાણી વિદ્યાલયમાં ચાલુ ક્લાસમાં અભ્યાસ કરતા કરતા ધો.7ની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી હતી. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા કામરેજ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને બાળકીના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. વિદ્યાર્થિનીના પરિવારે તેની […]

શિયાળામાં તીખી તનમનતી લીલવાની કચોરી બનાવો, સ્વાદ દાઢે વળગશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. અવનવા શાક અને ફળ બજારમાં આવવાના શરૂ થઈ ચુક્યા છે. અત્યારે શિયાળામાં તાજા તુવેરના દાણા અને વટાણા આવવા લાગ્યા છે આ સામગ્રીનો ઉપયોગ કરી તમે ખુબજ ચટાકેદાર અને તીખી તનમનતી લીલવાની કચોરી બનાવી શકશો. લીલવાની કચોરી બનાવવા જોશે સામગ્રી 500 ગ્રામ લીલી તુવેરના દાણા, 100 ગ્રામ વટાણાના દાણા, 1/1 નાળિયેર […]

વિશ્વની બીજા નંબરની લાંબી દીવાલ તરીકે પ્રખ્યાત થયેલો કુંભલગઢ કિલ્લો રાજસ્થાનની વીરતાનો સાક્ષી પૂરે છે, કુંભલગઢના ઈતિહાસની કેટલીક રોચક જાણો

દુનિયામાં બીજા નંબરની સૌથી લાંબી દીવાલ 36 કિલોમીટર જે ભારતના કુંભલગઢ કિલ્લાની દીવાલ છે. જે ચંદ્રની ધરતી પરથી નરીઆંખે જોઈ શકાય છે. હાલ અહીં કુંભલગઢ મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં દેશ-વિદેશથી અનેક લોકો પ્રવાસે આવે છે. આ મહોત્સવની રસપ્રદ વાતો અને કુંભલગઢના ઈતિહાસની કેટલીક રોચક બાબતો જાણીશું. દુનિયાની બીજા નંબરની દીવાલ વિશે જાણી તે પહેલાં […]

ટુ-વ્હીલરચાલકો આનંદો! ગુજરાતના શહેરી-અર્ધશહેરી વિસ્તારમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં, કેબિનેટ બેઠકમાં નિર્ણય

વાહનચાલકો માટે અત્યંત આકરા દંડના કડક ટ્રાફિકના નિયમો અમલમાં આવ્યા બાદ એક રાહતરૂપ સમાચાર છે. ગુજરાત સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે, હવેથી મહાનગરપાલિકા (મ્યુનિ. કોર્પોરેશન) અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કરાશે. આમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારમાં કોઈ પણ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વિના […]