સુરતમાં ટ્રાફિક મેમોથી કંટાળી રિક્ષા ચાલકે કર્યો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં લખ્યું ‘મારા મોત માટે સરકાર જવાબદાર છે’

સુરત: અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રાફિક મેમોથી કંટાળીને એક 65 વર્ષીય રિક્ષાચાલક સરફરાઝ શેખે આપઘાત કરી લીધો હતો. સરફરાઝ શેખે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નથી સરકાર છે. રૂમમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું અઠવાલાઈન્સ વિસ્તારમાં 65 વર્ષીય સરફરાઝ શેખ પરિવાર સાથે રહે છે અને રિક્ષા […]

પથ્થરમારા વચ્ચે લોહીલુહાણ હાલતમાં પણ અડગ રહ્યાં ACP રાણા, પોલીસનો આ ચહેરો જોઈ લોકો કરવા લાગ્યા નમન

ગુરુવારે સિટિઝનશિપ એક્ટના વિરોધમાં અપાયેલું બંધનું એલાન મોડી સાંજે હિંસક બન્યું હતું. લાઠીચાર્જની ઘટના પછી રખિયાલ અને શાહઆલમમાં લોકોમાં ભારે આક્રોશ દેખાયો હતો. શાહઆલમમાં સાંજે છ વાગ્યે વિરોધ બંધ કરાવવા ગયેલી પોલીસ જવાનોની સંખ્યા 60ની હતી જ્યારે ટોળું ચારથી પાંચ હજારનું હતું. શાહઆલમની જુદી જુદી ગલીઓ અને ધાબાઓ પરથી પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો […]

મોર્નિંગ વોક વેળાએ મહેશ સવાણીએ કહ્યું ‘મંદીમાં 300 દીકરીના લગ્ન કેમ થશે?’ અને ત્યારે જ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર આ વ્યક્તિ બની ગયાં ભાગીદાર

પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી છેલ્લાં 2012થી લગ્નોત્સવનું આયોજન કરીને પિતા વિનાની દીકરીઓનાં લગ્ન કરાવે છે. 2016ના અંતમાં નોટબંધી અને ત્યાર બાદ સર્જાયેલી સ્થિતિના કારણે મંદીનો માહોલ સર્જાયો હતો. મહેશ સવાણીને આ વર્ષે માત્ર 125 દીકરીઓના લગ્ન કરાવી શકે એમ હતા. જોકે, તેમનું મન માનતું ન હતું તેઓને તો 300 દીકરીઓનાં લગ્ન કરાવવાં હતાં. તેઓએ […]

એક દિવસ રાજ દરબારમાં રાજકવિનું આગમન થયું, રાજાએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું તો રાજકવિએ આશીર્વાદ આપતાં કહ્યું કે તમારા શત્રુ ચિરંજીવી થાઓ. આવું સાંભળતાની સાથે જ રાજસભામાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. જાણો એમણે શું કામ આવું કહ્યું?

લોકકથા પ્રમાણે એક રાજાના દરબારમાં રાજકવિ હતા. રાજા તેમનું ખૂબ જ સન્માન કરતાં હતાં. એક દિવસ રાજા દરબારમાં બેઠાં હતાં, ત્યારે રાજકવિનું આગમન થયું. રાજાને ઊભા થઈને અભિવાદન કર્યું તો રાજકવિએ આશીર્વાદ આપતાં કહ્યું કે તમારા શત્રુ ચિરંજીવી થાઓ. આવું સાંભળતાની સાથે જ રાજસભામાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. રાજા પણ કવિથી નારાજ થઈ […]

પોલીસની પ્રસંશનીય કામગીરી: સુરતમાં રાત્રે એક વાગ્યે મોપેડ સાથે મુશ્કેલીમાં મૂકાયેલી યુવતીને બે કોન્સ્ટેબલ ઘર સુધી મૂકી આવ્યાં

પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરી મદદ માગવામાં આવે તે સંજોગોમાં પોલીસ મહિલાને ઘર સુધી મૂકી આવશે તેવી પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જાહેરાત કરી હતી. ત્યારે ઓલપાડના સારોલી ચેક પોસ્ટ પાસે રાત્રે એક વાગ્યે મોપેડમાં પેટ્રોલ પુરું થઇ જવાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલી સારોલીની યુવતીને જહાંગીરપુરાના કોન્સ્ટેબલ અનુપસિંહે પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને આપવાની સાથે એસઆરપીના કોન્સ્ટેબલ જોગાભાઇ […]

7 યુવાનોએ ટોળામાં ફસાયેલા પોલીસ કર્મીઓને ત્રિંરગો અને બાંકડાની ઢાલ બનાવી તમામને બચાવ્યા

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન અમદાવાદના શાહઆલમમાં હિંસક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ડીસીપી-એસીપી સહિત 19 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાં એક પોલીસકર્મીને તો ટોળાએ ઢોર મારમારી લોહીલુહાણ કર્યો હતો. જોકે આ હિંસક ટોળા દ્વારા થઈ રહેલા બેફામ પથ્થરમારા દરમિયાન કેટલાક યુવાનોએ પોલીસ કર્મીઓના જીવ બચાવ્યા હતા. ઈંટ-પથ્થરના વરસાદ વચ્ચે આ […]

1 જૂન 2020થી આખા દેશમાં એક સમાન રાશન કાર્ડ બનશે, કેન્દ્ર સરકારે ડિઝાઇન રજૂ કરી, આ કાર્ડથી કોઈ પણ રાજ્યની રાશનની દુકાનમાંથી ખરીદી કરી શકશે

કેન્દ્ર સરકારે ‘એક દેશ એક રાશન કાર્ડ’ યોજના અંતર્ગત રાશન કાર્ડની નવી ડિઝાઇન તૈયાર કરી છે. સરકારે રાજ્ય સરકારને નવા રાશન કાર્ડ બનાવવા માટે આ નવી ડિઝાઇનનો ઉપયોગ કરવા માટે આદેશ આપ્યા છે. વર્ષ 2020માં 1 જૂનથી આખા દેશમાં એક સમાન રાશન કાર્ડ બનાવવા માટે સરકારે આ મુહિમ શરૂ કરી છે. રાજ્ય સરકારે 10 ડિજિટનો […]

અમદાવાદમાં હિંસા મામલે પોલીસે 5000 લોકોનાં ટોળા સામે નોંધી ફરિયાદ, હત્યાના પ્રયાસની પણ કલમ ઉમેરી

અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધ પ્રદર્શન વચ્ચે ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. આ મામલે ઈસનપુર પોલીસ ફરિયાદી બની છે. ઈસનપુર પોલીસે પાંચ હજાર લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધી છે. જેની અંદર પોલીસ ફરજમાં રૂકાવટ, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ સહિતની કલમો ઉમેરવામાં આવી છે. અમદાવાદમાં ગુરુવારની સાંજે ફાટી નીકળેલી હિંસામાં 21 જેટલાં […]

સુરતમાં આતંક મચાવનારી ભૂરી ડોન બની ગઈ બુટલેગર, દારૂની 215 બોટલ સાથે ઝડપાઈ ગઈ

સુરતઃ વરાછા વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતી ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલ દારૂની 215 બોટલ સાથે ઝડપાઈ ગઈ છે. સરથાણા પોલીસે બાતમીના આધારે ભૂરી અને તેના સાગરીત સાથે દારૂ, ફોન અને કાર સહિત કુલ 2 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 31મીની પાર્ટી માટે દારૂ લવાતો હતો સરથાણા જકાતનાકા પાસે અવધ વાઈસરોય […]

પાટીદારોનો પાવર, પ્લાન અને પરફેક્શન: લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓને સાચવવા 50 હજારથી વધુ સ્વંયસેવક રાત-દિવસ ખડેપગે રહેશે

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓ પધારવાની ધારણા છે. અહીંયા દેશ વિદેશથી લાખો ભક્તો મા ઉમિયાના દર્શન માટે આવવાના છે. તેમના રહેવા, જમવા અને દર્શન કરવા માટેની સાથે સલામતીની વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. પાંચ દિવસના આ મહાયજ્ઞમાં 50 હજારથી વધુ સ્વંયસેવકો સતત ખડેપગે હાજર […]