સુરતનો મિસ્ટર કેલક્યુલેટર અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ઝડપી ગણતરી કરે છે

સુરતના અને હાલ અમદાવાદમાં રહેતા અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરીને જવાબ આપે છે. સુરતની સ્કૂલમાં કાર્યક્રમ માટે આવ્યા હતાં. એમને એક લાખ કરોડની સંખ્યાના ઘડિયા મોેઢે આવડે છે. કેલક્યુલેટર કરતાં 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરી જવાબ આપે છે. જવાબ પરથી જેટલાં સવાલ આવતા હોય તે પણ કહી આપે છે. ગુજરાતના […]

મહારાષ્ટ્રના ખેડૂતોને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સૌથી મોટી ભેટ, ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે. રાજ્ય વિધાનસભામાં ઘોષણા કરી છે કે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેવામાં આવશે. આ યોજના માર્ચ મહિનાથી મહારાષ્ટ્રમાં લાગુ થશે. ચૂંટણીમાં ખેડૂતો એ સૌથી મોટો મામલો હતો. સામના થકી પણ શિવસેનાએ ખેડૂતોને દેવામાફી અંગે ઘણીવાર વકાલત કરી છે. આ મામલે જ વિધાનસભામાં ભાજપાએ શિવસેના […]

લક્ષચંડી મહાયજ્ઞમાં સેવાની સુવાસ મહેંકી, ‘ડીશો ધોવામાં ખેંચ પડી રહી છે’ એવું એનાઉન્સ થતાં જ બહેનો ભોજન માટે લીધેલી ડીશો મૂકી પહોંચી ગઇ

વિશ્વના સૌથી વિરાટ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં 30 હજારથી વધુ પાટીદાર સ્વયં સેવકો પૂરા સમર્પિત ભાવથી મા ઉમાના સેવાયજ્ઞમાં જોડાઇ ગયા છે. જેમાં 7 હજાર જેટલી મહિલા સ્વયંસેવકો પણ છે. લક્ષચંડના ત્રીજા દિવસે શુક્રવારે લાખો શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરતપણે ઉમાનગર પર આવી રહ્યો છે. એક સમયે  અન્નપૂર્ણા વિભાગમાં શ્રદ્ધાળુઓનો ભોજન લેવા ધસારો વધ્યો સામે ડીશો ધોવા માટે […]

વડોદરાના રિસોર્ટમાં રાઈડે લીધો બાળકનો જીવ, અમદાવાદનું બાળક પ્રવાસના બદલે દુનિયામાંથી જતું રહ્યું!

શાળામાંથી પ્રવાસ જાય ત્યારે સ્વાભાવિક છે કે બાળકો આંનદ કરવા ગયા હોય. પણ ઘણી વખત વિધીની વક્રતા એવી હોય કે એ આનંદનો માહોલ શોકમાં પરિવર્તિત થતો જોવા મળે. કંઈક એવું જ થયું અમદાવાદના એક બાળક સાથે. કાંકરીયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલનાં વિદ્યાર્થીઓ પાદરાનાં મહી વોટર રિસોર્ટમાં પ્રવાસે ગયા હતાં. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ રાઇડમાં બેસીને […]

1000 શિક્ષણવિદોએ CAAને સમર્થન આપતા કહ્યું- કાયદાથી ધાર્મિક આધાર પર પલાયન માટે મજબૂર કરાયેલા લોકોને શરણ મળશે

સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે દેશના 1000થી વધારે શિક્ષણવિદોએ તેનું સમર્થન કર્યું છે. શનિવારે અલગ-અલગ વિશ્વવિદ્યાલયોથી જોડાયેલા શિક્ષણવિદોએ એક નિવેદન જાહેર કરીને સંસદને આ કાયદો પસાર કરવા બદલ અભિનંદન આપ્યા હતા. શનિવારે તેમણે નિવેદનમાં કહ્યું- સંસદને ઉપેક્ષિત અલ્પસંખ્યકો સાથે ઉભા રહેવા અને ભારતની સભ્ય પ્રકૃતિને બરકરાર રાખવા માટે અભિનંદન. તેમણે કહ્યું- આ કાયદો ધાર્મિક આધાર […]

વડગામના બાવલચુડી ગામમાં દેવીપૂજક પરિવારના યુવાનનું આર્મીમાં સિલેકશન થતાં ગોમલોકોએ સન્માન કર્યું

વડગામના બાવલચુડી ગામના દેવીપૂજક યુવાનનું ઈન્ડિયન આર્મી રેન્કિગમાં આર્ટિલરી ટ્રેનીંગમાં પોસ્ટીન્ગ થયું હતું. બાવલચુડી ગામના દેવીપૂજક પરિવારમાંથી સરકારી જોબ મેળવનાર સહુ પ્રથમ હોવાથી સમાજ સહિત ગોમલોકોએ સન્માન કર્યું હતું. બાવલચુડી ગામના મેહુલ વાઘેલાની ઈન્ડિયન આર્મીની આર્ટિલરી (તોપખાના) રેન્કમાં તાલીમ સહ જોબ પ્રાપ્ત થઇ હતી. બાબુભાઈ વાઘેલાના પુત્ર મેહુલે ઈન્ડિયન આર્મીમાં રેન્ક પ્રાપ્ત કરતાં ગ્રામજનો દ્વારા […]

ગધેડાએ કહ્યુ કે ઘાસ વાદળી હોય છે, વાઘે કહ્યુ કે ઘાસ લીલું હોય છે, દલીલ વધવા લાગી તો બંને રાજા સિંહ પાસે પહોંચ્યા, ગધેડાએ કહ્યુ કે મહારાજ ઘાસ વાદળી હોય છે પરંતુ આ વાઘ નથી માની રહ્યો, સિંહે કહ્યુ કે સાચી વાત છે અને વાઘને આપી દીધી સજા, જાણો કેમ?

પ્રાચીન લોક કથા મુજબ એક જંગલમાં ગધેડાએ વાઘને કહ્યુ કે ઘાસ વાદળી હોય છે. વાઘે કહ્યુ કે ના, ઘાસ વાદળી નહીં લીલું હોય છે. ગધેડાએ ફરી કહ્યુ કે તું ખોટું કહી રહ્યો છે ઘાસ વાદળી હોય છે. વાઘ પણ પોતાની વાત પર કાયમ હતો. બંનેની દલીલ વધવા લાગી. તેના પછી બંનેએ નક્કી કર્યુ કે તે […]

એટલા પથ્થરો વરસી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે તેનું ભાન જ ન હતું, અમે સાક્ષાત મોત જોયું, : મહિલા પોલીસકર્મી

શાહઆલમ ખાતે ગુરુવારે સાંજે થયેલા તોફાનોમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તોફાનીઓના પથ્થરો ઝીલવામાં અમદાવાદના પોલીસકર્મી અસ્મિતાબેન ગોહિલનો પણ સમાવેશ થાય છે. અસ્મિતાબેને વાતચીત કરતા જણાવ્યું હતું કે, એટલા પથ્થરો વરસી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે તેનું ભાન પણ રહ્યું ન હતું. ટોળામાંથી મહિલાઓ અને બાળકો પણ અમારા પર પથ્થરો વરસાવી રહ્યા હતા. […]

કોમી એખલાસનો અનોખો સંદેશ / મુસ્લિમ બિરાદરો દ્વારા ઉનાવામાં 32 હોટલો મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞના શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે ફાળવી આપી

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા દરેક જ્ઞાતિ, કોમ, સમાજ અને ધર્મ સંપ્રદાયના લોકોને સાથે રાખી ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞની ઊજવણી કરાઇ રહી છે. ત્યારે ઉનાવા સહિતના મુસ્લિમ બિરાદરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંના મુસ્લિમ બિરાદરો દ્વારા લક્ષચંડી મહોત્સવના શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે 32 જેટલી હોટલોમાં રોકાણ કરવાની અને ચા-નાસ્તો આપવાની સેવા કરી કોમી એખલાસ […]

પાકિસ્તાનમાં અત્યાચારોથી કંટાળી ગુજરાતની શરણે આવેલા 3500 પાકિસ્તાની હિંદુઓને મળશે નાગરિકતા

નાગરિકતા સંશોધન કાયદાને લઈ ગુરુવારે ગુજરાતના અમદાવાદ સહિત બનાસકાંઠાના છાપીમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યું હતું. અમદાવાદમાં હિંસક ટોળાના પથ્થરમારામાં 21 જેટલાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એકબાજુ સીએએનાં વિરોધ વચ્ચે સરકાર ગુજરાતનાં 3500 જેટલાં પાકિસ્તીની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. સરકાર તરફથી જાણકારી મળી છે કે, ગુજરાતમાં રહેતાં 3500 જેટલાં પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. […]