અમેરિકામાં અભ્યાસ અર્થે ગયેલ સ્વીજલ પટેલનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત, આગામી 4 તારીખે ભારત પરત ફરવાનો હતો

ધંધૂકા પંથકના અમેરિકા ખાતે અભ્યાસ કરી રહેલાં યુવકનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થતાં પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. ધંધુકા તાલુકાના અડવાણ ગામનો વતની સ્વીજલ વિનોદભાઈ પટેલ (ઉં-24) છેલ્લા બે વર્ષથી અમેરિકા ખાતે ઉચ્ચઅભ્યાસ અર્થે ત્યાં જ હતો. તેણે થોડા દિવસ પહેલાં જ કન્સટ્રક્શન ક્ષેત્રના અભ્યાસમાં માસ્ટર ડિગ્રી સાથે અમેરિકાની યુનિવર્સિટીમાંથી પદવી હાંસલ કરી હતી. સ્વીજલ […]

સુરતના મજૂરા ગેટ નજીક પ્રેમ સંબંધમાં યુવકને દોડાવી દોડાવીને 28 સેકન્ડમાં 18 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો, ઘટના સીસીટીવીમાં કેદ થઈ

જૈમિશના પિતરાઈભાઈના દીકરાની બર્થડે પાર્ટીમાં જીગ્નેશ ઉર્ફે જીગી સાથે જૈમિશની મંગળવારે રાત્રે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી જીગ્નેશે મોડીરાત્રે જૈમિશની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જૈમિશ ઘરેથી માતાને સોડા પીવા જવાનું કહીને નીકળ્યો અને રસ્તામાં સગરામપુરા કૈલાસનગર વ્રજ બંગલાની સામે હત્યારા જીગ્નેશે તેના 3 સાગરિત સાથે જૈમિશને દોડાવી દોડાવીને 28 સેકન્ડમાં ચપ્પુના 18 ઘા ઝીંકી […]

બાળ સંરક્ષણ ગૃહમાં રહેલાં ૧૭ વર્ષિય યુવકનું મોત, પોલીસે બહુ માર્યો છે, હું ખાઈ કે પી શકતો નથી, હું કોઈ જગ્યાએ બેસી શકું તેવી સ્થિતિમાં નથી’ તેવું દીકરાએ પિતાને જણાવ્યું હતું

કાકાની મનિએક્ચેન્જ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરતાં ભત્રીજા ધ્રુવિલએ સાગરીતો સાથે મળીને કરેલી રૂ.૧૦.૯૭ લાખની લૂંટની ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા આશિષનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે સવારે ૮ વાગ્યે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પરિવારે પોલીસના મારને કારણે કિશોરનું મોત થયાનો આક્ષેપ કરી જવાબદારો સામે ગુનો દાખલ કરવા માંગણી કરી છે. બીજી તરફ પોલીસે […]

સગા દિયરે ભાભીનું અપહરણ કરી મિત્રોને બોલાવી કર્યો સામૂહિક બળાત્કાર, દિયરની પત્નીએ પણ દુષ્કર્મમાં કરી મદદ

અમરેલીઃ સાવરકુંડલામાંથી સગા દિયરે જ પોતાની ભાભીનું અપહરણ કરીને રાજુલા લઈ ગયા બાદ પોતાના મિત્રને પણ બોલાવીને પોતાની જ પત્નીની મદદથી બન્ને શખશોએ સામૂહિક રીતે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. દિયરની પત્નીએ પણ દુષ્કર્મમાં કરી મદદઃ ત્રણે આરોપીઓ ફરાર.. હાલમાં ત્રણે આરોપીઓ ફરાર થઈ ગયાં છે. આ અંગેની વિગતો મુજબ હાલમાં ભાવનગર રહેતા અને […]

નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, 49 અરજીઓમાંથી જાણો કેટલાનું નસીબ ખુલ્યું

નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. જૂનાગઢમાં 3 હિંદુ અને એક મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઈ છે. અગાઉ જૂનાગઢમાંથી 43 મુસ્લિમ સહિત 49 શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. નાગરિકતા એકટ બિલ પાસ થયા બાદ જૂનાગઢ જિલ્લામાંથી ભારતીય નાગરિકતા મેળવવા માટે કુલ 49 અરજી આવી […]

ટીવી જગતનો એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પ્રખ્યાત ટીવી સેલેબ્રિટી પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી.

ટીવી જગતનો એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પ્રખ્યાત ટીવી સેલેબ્રિટી અને મોડેલ શેફ જગી જ્હોન કેરળના પાટનગર થીરુવનંતપુરમ ખાતે આવેલા પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી. પોલીસના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે તેનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો. જગી અહીં તેની માતા સાથે રહેતી હતી. મૃતદેહ તેના ઘરના રસોડામાંથી મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, […]

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમજના અગ્રણીએ સાદગી સાથે પુત્ર-પુત્રીનાં કર્યાં લગ્ન, દીકરી-વહુને છાબમાં ઘરેણાંની જગ્યાએ એમની ઉંચાઈ જેટલાં પુસ્તકો ભેટ આપ્યાં

હાલમાં જ્યારે સમાજ અને સોશિયલ સર્કલમાં સ્ટેટ્સ સમા લગ્ન પાછળ લાખો-કરોડોનો ખર્ચ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યાં 24મી ડિસેમ્બરે વરાછાના વેકરિયા પરિવારે સમાજ માટે ઉત્તમ સાદગી સાથે લગ્ન કરાવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિનજરૂરી ખર્ચ અને દેખાડો ન કરીને દીકરા સિધ્ધાંત અને દીકરી સુભદ્રાના આર્ય સમાજની વિધીથી સાદાઈથી લગ્ન કરાવવાની સાથે લગ્નની છાબમાં સોના-ચાંદીના […]

જસદણના ભંડારિયામાં નવજાતના શ્વાસ બંધ થયા બાદ 108ની ટીમે બાળકીને હોસ્પિટલ પહોંચતા સુધીમાં સતત સીપીઆર આપીને આપ્યું નવું જીવન

જસદણથી હું અને અને અમારો સ્ટાફ 108 લઇને ભાડલા તરફ જતા હતા ત્યારે અમને કોલ મળ્યો હતો કે ભંડારિયાની સીમમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી છે, અને તેને તાકીદે હોસ્પિટલે લઇ જવાના છે. અમે થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ સાથે ભંડારિયાની સીમમાં પહોંચ્યા હતા, ત્યાં સુધીમાં મહિલાએ બાળકીને જન્મ આપી દીધો હતો, મેં માતા પુત્રીને ચેક કરતાં […]

સુરતમાં CAA-NRCના સમર્થનમાં 1 કિમી લાંબા તિરંગા સાથે રેલી યોજાઈ, મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા

સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક કિમી લાંબા તિરંગા સાથે વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી નાગરિકતા સુધારા ધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, […]

રાજકોટના બે યુવાનોએ બનાવ્યું ઇકો ફ્રેન્ડલી નો પ્રોબ્લેમ બાઇક, 2 કલાકના ચાર્જિંગમાં 60 કિમી ચાલે છે

વર્તમાન સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય માણસને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સ્કૂલ-કોલેજમાં સાથે અભ્યાસ કરનાર રાજકોટમાં ઓટોમોબાઇલ મોડીફિકેશનનું કામ કરતા તેજશભાઇ યુ. નથવાણી અને બીએસએનએલના અધિકારી શાલીનભાઇ બી.પટેલે વિકલ્પ શોધી કાઢ્યો છે. બંને યુવાનોએ સામાન્ય લોકોને પરવડે તેવું ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક નો પ્રોબ્લેમ ટુ વ્હિલર બનાવ્યું છે. આ વાહનમાં પાવર, પિકઅપ, પર્ફોર્મન્સ […]