ભરૂચમાં માતા સાથે ટુ વ્હિલરમાં જતી પાંચ વર્ષની બાળકીનું પતંગના દોરાથી ગળું કપાયું, બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ

ભરૂચના લિંક રોડ પર માતા સાથે ટુ વ્હિલર પર જતી પાંચ વર્ષની બાળકીનું કપાયેલા પતંગના દોરાથી ગળું કપાયું હતું. લોહિ લુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગળામાં પતંગના દોરાનો ઊંડો ઘા હોવાથી લોહી ભીની હાલતમાં હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી હતી. બાળકી આગળ બેઠી હતી ભરૂચમાં શંભુ ડેરી પાસે આવેલા […]

સુરતમાં કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં ટ્રેન નીચે આવી જતાં 11 વર્ષના બાળકના બંન્ને પગ કપાઈ ગયા

સુરત ઉધના રેલવે લાઈન પર ધોરણ-6માં અભ્યાસ કરતા બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયાં હતાં. કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં રેલવે ટ્રેક પર ગયેલા ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવા તૈયારી દર્શાવી હતી. ઘરે કહ્યાં વગર પતંગ […]

કારમાં ‘ઓટો લોક’ સિસ્ટમ છે તો ખાસ વાંચો, કારમાં શોટસર્કિટથી આગ લાગતા યુવાન બચાવોની ચીસો પાડતો રહ્યો પણ અંદર જ ભડથું થઈ ગયો

જેતપુરના ધોરાજી હાઇવે રોડ ઉપર મંડલીકપુર અને મોટા ગુંદાળા ગામ વચ્ચે આજે બપોરે એક સ્વિફ્ટકારમાં શોટસર્કિટ થતા કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમયે જ કાર ચાલક રમેશભાઈ અમરશીભાઈ વાંજાએ કારમાં સીટ બેલ્ટ બાંધેલો હોવાના કારણે અને કારનુ ડોર ઓટો લોક થઈ જતા બારણા ન ખૂલવાના કારણે તેનુ ચીસો પાડી પાડીને કારની અંદર જ […]

સૌરાષ્ટ્ર કચ્છમાં ભર શિયાળે માવઠું, રવી પાકોમાં નુકશાન થવાની ભીતિએ ખેડૂતોની હાલત દયનીય

ખેડૂતોને આ વખતે ચોમાસું અને શિયાળામાં માવઠાના મારના કારણે પાકમાં નુકસાની વહોરવી પડી છે. ત્યારે આજે ફરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાએ જગતના તાતને રડવા મજબૂર કર્યો છે. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટમાં ભારે વરસાદ આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, […]

ઉત્તરાયણે ઊંધિયાની જગ્યાએ બનાવો વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું, જાણો બનાવવાની સૌથી સહેલી રીત

ઉત્તરાયણ આવે એટલે ગુજરાતઓના ઘરે બે વસ્તુ જોવા મળે એક ધાબા પર પતંગ અને બીજું જમવામાં ઊંધિયું. પરંતુ જો તમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી તરફ જાવ તો આ ઊંધિયાની જગ્યાએ ઉંબાડિયું નામની ડિશ જોવા મળશે. સ્વાદમાં લિજ્જતદાર અને મસાલાથી ભરપૂર ઉંબાડિયું એક પરફેક્ટ શિયાળુ ડિશ છે. ત્યારે વખતે ઉત્તરાયણના દિવસે થોડું હટકે કરો અને ઊંધિયાની […]

ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીવાથી થશે જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બન્ને હેલ્ધી વસ્તુઓને મિક્ષ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીને તમે ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શખો છો. જેથી આજે અમે તમને જીરું અને ગોળના મિશ્રણથી […]

અમદાવાદના બે વર્ષના ‘કિશન’ને મળી ‘અમેરિકન યશોદા’, વાંચો આંખના ખૂણા ભીની કરે તેવી કહાની

મા-બાપ દ્વારા માત્ર એક વર્ષની ઉંમરે કિશનને તરછોડી દેવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી તે ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં હતો. આખરે બે વર્ષના લાંબા ઇંતજાર બાદ કિશનને માતા યશોદાની તલાશ પૂર્ણ થઇ હતી. આજે સત્તાવાર રીતે ત્રણ વર્ષના કિશન નામના બાળકને અમેરિકન યશોદાએ દત્તક લીધો છે. ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં છેલ્લા બે વર્ષથી કિશનને રાખવામાં […]

રાજકોટના બિલ્ડરે ગોંડલના બાલાશ્રમની સાત બાળાઓને કરિયાવરમાં આપ્યા 100 વારના પ્લોટ

ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં પનાહ લઈ રહેલ સાત બાળાઓના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બાળાઓને કરિયાવરમાં કોઈપણ જાતની ક્ષતિ ન રહે તે માટે શહેર તેમજ પંથકના લોકો માંડવીયા અને મામેરીયાત બની કામ કરી રહ્યા છે ત્યારે રાજકોટના બિલ્ડર દ્વારા બાળાઓને 100 વારના પ્લોટ આપવાની જાહેરાત કરાતા સોનામાં સુગંધ ભળી જવા પામી છે. તૈયારીઓને આખરી […]

દુનિયાનો સૌથી શાતિર ઠગ : જજને 2 મહિનાની રજા પર ઉતારીને પોતે જ બની ગયો જજ અને 2 મહિના સુધી ચૂકાદાઓ આપ્યા

ધનીરામ મિત્તલ આ નામ તમે ભાગ્યેજ સાંભળ્યું હશે. કારણકે તેને ભારતનો સૌથી ચબરાક કે ચપળ ચોર માનવમાં આવે છે. એક એવો ચોર જે છેતરપિંડીથી બે મહિના સુધી જજની ખુરશી પર બેસીને નિર્ણયો અને ફેસલો આપતો રહ્યો. હા વાત સાચી છે કે એક ચોર કોર્ટનો જજ બનીને રહ્યો હતો. તે પણ સતત બે મહિના સુધીને સિસટ્મને […]

સુરતમાં 56 વર્ષીય મહિલા બ્રેનડેડ જાહેર થતાં અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું

ભેસ્તાનમાં રહેતા 56 વર્ષીય મહિલાના અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતા મહેકાવવામાં આવી છે. મહિલા બ્રેનડેડ જાહેર થતા પરિવારની સંમતિથી કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. મહિલા જ્યુશ પીતા સમયે ચક્કર આવતા પડી ગયા હતા ભેસ્તાન વિસ્તારમાં આવેલી જાનકી પાર્ક સોસાયટીમાં દિપીકાબેન રાજેન્દ્રભાઈ અગ્રવાલ(ઉ.વ.56) પરિવાર સાથે રહેતા હતા. ગત 8 જાન્યુઆરીના રોજ […]