ચીનમાં અભ્યાસ કરતી ગુજરાતી યુવતીની આપવીતી : વુહાનમાં 1500 રૂપિયામાં મળે છે પાણીની બોટલ, ખાવાનું પણ ખુટી ગયું

ચીનના વુહાનમાં કોરોનો ખતરનાક વાયરસ ફેલાયો છે. આ વાયરસ ગંભીર હોવાથી ચીનમાં અફરાતફરી મચી ગઈ છે. ભારતના 300 લોકો ચીનના વુહાન શહેરમાં ફસાયા છે. 300 લોકો પૈકી 100 વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ચીનથી 13મી જાન્યુઆરીએ સુરત પરિવાર પાસે વેકેશન ગાળવા આવેલી સિદ્ધિ પંડ્યાએ જણાવ્યું હતું કે, હું અને મારી આણંદની […]

1 રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરી માણસાઈનું ઉદાહરણ બેસાડનારા ડોક્ટરને મળ્યું પદ્મશ્રી સન્માન

આજના સમયમાં રૂપિયા માટે ડોક્ટરો લેબોરેટરી સાથે સેટિંગ કરીને ખોટા રિપોર્ટ્સ બનાવડાવતા હોવાના પણ કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે ફક્ત 1 રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરી માણસાઈનું ઉદાહરણ બેસાડનારા ડોક્ટરને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના બેલપુરના રહેવાસીઓમાં ડો. સુશોવન બેનર્જીને ‘એક ટકા વાલે ડોક્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગરીબો માટે પોતાનું […]

સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો : ‘મમ્મી, ટીચર ખોળામાં બેસાડી ગંદું કરે છે’, બાળકે એવું કહેતા ભાંડો ફૂટ્યો

કાપોદ્રામાં ટયુશન ક્લાસીસના શિક્ષકે ધો.1ની વિદ્યાર્થી સાથે બદકામ કરતા ભારે હંગામો મચી ગયો હતો. બાળકે માતાને વાત કરતા પરિવારજનોએ ક્લાસીસમાં સીસીટીવી કેમેરા ગોઠવતા શિક્ષકની વિકૃત હરકતોનો ભાંડો ફૂટી ગયો હતો. કાપોદ્રા પોલીસે શિક્ષક સામે પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કાપોદ્રામાં રહેતા મુળ જુનાગઢના વતની જયેશભાઇ (નામ […]

ઑસ્ટ્રેલિયામાં આગ અને વરસાદથી આવેલા પૂર બાદ હવે એક નવી મુસીબત સામે આવી

ઑસ્ટ્રેલિયામાં આગ અને વરસાદથી આવેલા પૂર બાદ હવે એક નવી મુસીબત સામે આવી ગઇ છે. ઓસ્ટ્રેલિયન શહેરોમાં હવે મોતનું નવું નામ કરોળિયો છે. આ એવો કરોળિયો છે જેના કરડવાથી માત્ર 15 મિનિટમાં વ્યક્તિનું મોત થઇ જાય છે. આ કરોળિયાનું નામ ફનેલ વેબ સ્પાઇડર છે. વાત એમ છે કે ઓસ્ટ્રેલિયન જંગલોમાં લાગેલી આગના સમયથી આ કરોળિયા […]

આનાથી વધુ હોશિંયાર તમને નહીં મળે! મરવાનું નાટક કરીને ખૂંખાર વાઘ જેવા વાઘને મામુ રમાડીને બચાવ્યો જીવ

આપણે નાના હતા ત્યારે એક વાર્તા ખુબ સાંભળી હશે કે, જંગલમાં બે મિત્રો ફરવા માટે ગયા હોય અને સિંહ આવે છે. તો એમાંથી એક મિત્ર ઝાડ પર ચઢી જાય છે પરંતુ બીજો મનમાં મુંઝાય છે કે, મને તો ઝાડ પર ચઢતાં આવડતું નથી. હવે હું શું કરીશ? તો એ નીચે સુઈ ગયો અને મરવાનો ઢોંગ […]

સુરતમાં અનોખા લગ્ન : લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા ઉપસ્થિત રહેશે, સંસ્કૃત ભાષામાં કંકોત્રી

સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થનાર એક અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા ઉપસ્થિત રહેશે. સુરત શહેરના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો અત્યાર સુધી આવા કોઈ લગ્ન થયા નથી. જેમાં ગાય માતાને બોલાવવામાં આવી હોય. એટલું જ નહીં આ ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિથી પણ જોડાવાના છે. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ […]

સુરતમાં સામૂહિક દીક્ષામાં 7 પરિવાર સહિત 103 મુમુક્ષુઓ દીક્ષા લેશે, ડાયમંડ વેપારી સંપત્તિ વેચીને સહપરિવાર દિક્ષા લેશે

સુરતની પવિત્ર દીક્ષાનગરીમાં પાલ ખાતે 2 અને વેસુમાં એક સહિત કુલ ત્રણ અલગ અલગ દીક્ષા મહોત્સવમાં 103 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી સંસાર ત્યજી કલ્યાણનો સંયમપૂર્ણ માર્ગ અપનાવશે. આ દીક્ષા સમારોહમાં કુલ સાત જેટલા પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરતાં તેમના ઘરોને કાયમ માટે તાળાં લાગી જશે. દીક્ષા મહોત્સવનો પ્રથમ મહોત્સવ પાલ વિસ્તારમાં આરટીઓની બાજુમાં 30 […]

જાણો માત્ર પંજાનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે બોડીને રિચાર્જ કરી શકીએ, ખેતસીભાઈએ સિનિયર સિટીઝન માટે જણાવ્યા ખાસ યોગા

વેરાવળના યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ મૈઠિયા આજે આપણી સમક્ષ એવા યોગાસન રજૂ કરી રહ્યા છે જે માત્ર 1 મિનિટ જ કરવાથી પુષ્કળ એનર્જી મળશે. જો તમે સિનિયર સિટીઝન હોવ તો આ યોગા તમારા માટે તો ખાસ અસરકારક સાબિત થઈ શકે છે. તો જાણી લો આજે કે માત્ર પંજાનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે બોડીને રિચાર્જ […]

ઘરે જ બનાવો ગરમા ગરમ મનચાઉ સૂપ, હોટલને પણ ભૂલી જશો, જાણો બનાવવાની સરળ રીત

જ્યારે પણ આપણે બહાર હોટલમાં જમવા જઇએ તો સૌ પ્રથમ સૂપ ટ્રાય કરીએ છીએ. ખાસ કરીને તમે અનેક પ્રકારના સૂપ ટ્રાય કર્યા હશે અને સૂપ પીવાની મજા પણ આવે છે. પરંતુ જો ઠંડીમાં આવા ટેસ્ટી અને ગરમા ગરમ સૂપ મળી જાય તો તેને પીવાની મજા આવી જાય. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મનચાઉ સૂપ.. […]

શિયાળામાં જો તમને શ્વાસ લેવામાં તકલીફના કારણે છાતીમાં દુખાવો થાય છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

શિયાળામાં ખાસ કરીને છાતીમાં દુખાવાની સમસ્યા વધી જાય છે. જે ગંભીર સમસ્યા હોઇ શકે છે. અને તેના કારણે ઘણા લોકોને કેટલીક વખત હાર્ટ એટેક પણ આવે છે. તો આજે અમે તમારા માટે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો અને છાતીમાં દુખાવો પણ નહીં થાય. – શિયાળામાં જો […]