આનાથી વધુ હોશિંયાર તમને નહીં મળે! મરવાનું નાટક કરીને ખૂંખાર વાઘ જેવા વાઘને મામુ રમાડીને બચાવ્યો જીવ

આપણે નાના હતા ત્યારે એક વાર્તા ખુબ સાંભળી હશે કે, જંગલમાં બે મિત્રો ફરવા માટે ગયા હોય અને સિંહ આવે છે. તો એમાંથી એક મિત્ર ઝાડ પર ચઢી જાય છે પરંતુ બીજો મનમાં મુંઝાય છે કે, મને તો ઝાડ પર ચઢતાં આવડતું નથી. હવે હું શું કરીશ? તો એ નીચે સુઈ ગયો અને મરવાનો ઢોંગ કર્યો. સિંહ જોઈને ચાલ્યો ગયો અને એનો જીવ બચી ગયો. તે તો માત્ર એક વાર્ત હતી. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં આ વાત જોવા મળી છે. જ્યારે વાઘના પંજા માણસની છાતી પર હતા અને ત્યારે જ ઢોંગ કર્યો. પંજા હતા.

આઈએફએસ અધિકારી પરવીન કસવાને હાલમાં વાઘની નીચે પડેલા એક શખ્સનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમના ચહેરા એકબીજાની સાથે એકદમ નજીક બતાવવામાં આવ્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું કે,તમે જોવા માંગો છો કે વાઘ હુમલો કરે ત્યારે એવા કિસ્સામાં કઈ રીતે ભાગી છૂટવું વાઘ એકભીડ દ્વારા ઘેરાયેલો હતો. પરંતુ સદભાગ્યે માણસ વાઘના શિકારથી બચી ગયો. એક વરિષ્ઠે મને આ વીડિયો મોકલ્યો છે.

બીજા એક ટ્વિટર યુઝરે કહ્યું કે, આ ઘટના મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના તુમ્સારની છે. જોઈ શકાય છે કે, વાઘ ખેતરમાં મુક્તપણે દોડી રહ્યો છે અને તેને લોકોના ટોળાએ ઘેરી લીધો છે. તે આ લોકોથી દુર જવાનો પણ પ્રયત્ન કરી રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો