દરિયાના ખારા પાણીની વચ્ચે આવેલા આ કિલ્લામાં છે મીઠું પાણી, સાથે જ વણ ઉકેલ્યા રહસ્યોનો ભંડાર છે આ કિલ્લો

ભારતમાં એવા પ્રાચીન કિલ્લાઓ છે કે જેમાં અનેક રહસ્યો છુપાયેલા છે. એવો જ એક કિલ્લો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તટીય ગામ મુરુદમાં આવેલો છે. આ કિલ્લાને મુરુદ જંજીરા કિલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કિલ્લોના ખાસિયત એ છે કે, તે દરિયાની વચ્ચે આવેલો છે અને 90 ફૂટની ઉંચાઈએ છે.

મુરુદ જંજીરા કિલ્લો એ ભારતના પશ્ચિમ કાંઠેનો એકમાત્ર કિલ્લો છે, જેને કદી કોઈ જીતી નથી શક્યું. એવું કહેવામાં આવે છે કે બ્રિટીશ, પોર્ટુગીઝ, મોગલ, શિવાજી મહારાજ, કન્હોજી આંગ્રે, ચિમ્માજી અપ્પા અને સંભાજી મહારાજે આ કિલ્લાને જીતવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાંથી કોઈ પણ સફળ થઈ શક્યું ન હતું. આ જ કારણ છે કે 350 વર્ષ જૂનો આ કિલ્લો ‘અજેય કિલ્લો’ કહેવામાં આવે છે.

મુરુદ-જંજીરા કિલ્લાનો દરવાજો દિવાલોના આવરણ હેઠળ બનાવવામાં આવ્યો છે, કે જે કિલ્લાથી થોડા મીટર દૂર જતાં દિવાલોને કારણે દેખાવાનું બંધ થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે આ કારણો હોઈ શકે છે કે, દુશ્મનો કિલ્લાની નજીક આવવા છતાં બેવકુફ બની જાય અને કિલ્લામાં પ્રવેશ કરી શકે નહીં.

આ કિલ્લો 15મી સદીમાં અહમદનગર સલ્તનતના મલિક અંબરની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો 40 ફૂટ ઉંચી દિવાલોથી ઘેરાયેલ છે. તે 22 વર્ષમાં તૈયાર થયો હોવાનું કહેવાય છે. 22 એકરમાં ફેલાયેલા આ કિલ્લામાં 22 સુરક્ષા ચોકીઓ છે. સિદ્દીકી શાસકોની ઘણી તોપો અહીં હજી પણ રાખવામાં આવી છે, જે આજે પણ દરેક સુરક્ષા ચોકીમાં હાજર છે.

માનવામાં આવે છે કે આ કિલ્લો પંચ પીર પંજાતન શાહ બાબાના સંરક્ષણ માટે છે. શાહ બાબાની સમાધિ પણ આ કિલ્લામાં છે. આ કિલ્લામાં મીઠા પાણીનું તળાવ પણ છે. દરિયાના ખારા પાણીની વચ્ચે હોવા છતાં અહીં મીઠું પાણી આવે છે. આ મીઠું પાણી ક્યાંથી આવે છે તે હજી એક રહસ્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો