ભારતમાં 66% લોકો માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું: સરવે, લોકોની ફરિયાદ છે કે આવક ઘટી અને ખર્ચ વધ્યો

આર્થિક મંદીનો સામનો કરી રહેલા અર્થતંત્ર પર એક સરવેમાં ચોંકવાનારો ખુલાસો થયો છે. સામાન્ય માણસ મોંઘવારી અને મંદીનો બેવડો માર સહન કરીને ઘર ચલાવી રહ્યાં છે. IANS-સી વૉટર દ્વારા કરાયેલા સર્વેમાં માલુમ પડ્યું છે કે, દેશમાં 66% લોકોને માસિક ઘરખર્ચ કરવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ લોકોનું કહેવું છે કે, અમારી માસિક આવક […]

અમદાવાદમાં રાજપથ ક્લબ નજીક કાર ફંગોળાતા ફૂટપાથ પર બેસેલા શખ્સનો થયો ચમત્કારિક બચાવ, CCTVમાં ઘટનાક્રમ કેદ થયો

ગુરૂવારે બપોર બાદ ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતા રોડ પર પૂરપાટ દોડતી એક કાર ફંગોળાઈ હતી. અચાનક કાર કોઈ કારણસર આગળથી ચોંટી ગઈ હતી અને સરકતી સરકતી ફૂટપાથના ડિવાઈડરને ટકરાઈને 15 ફૂટ ઉછળીને પલટી મારી ગઈ હતી. આ બનાવ બન્યો ત્યારે ત્યાં સાઈન બોર્ડ નજીક ફૂટપાથ પર એક વ્યક્તિ બેઠો હતો. કાર ડિવાઈડરને અથડાઈને […]

મોટું મન રાખીને બધું ભૂલી વેવાણને પતિ ફરી સ્વીકારવા તૈયાર, કહ્યું- એક-બીજાને સમજવું જ દામ્પત્યજીવનની સાચી વ્યાખ્યા

નવસારીનાં વેવાણ અને સુરતના વેવાઇના ભાગી જવાના પ્રકરણમાં હવે વેવાણને બધું ભૂલીને પુન: સ્વીકારી લેવા તૈયાર હોવાનું પતિએ વાતચીતમાં જણાવતાં હવે એક નવો વળાંક આવ્યો છે.  આ માટે ત્રણેક દિવસમાં સમાજની મધ્યસ્થીથી એક સમાધાન બેઠક યોજાશે. સમગ્ર ઘટનાથી હું ખૂબ જ દુ:ખી થયો છું વેવાણના પતિએ વધુમાં જણાવ્યું હતુ કે, સમગ્ર ઘટનાથી હું ખૂબ જ […]

ખોડલધામમાં પ્રથમ વખત કોઈ પરિવાર દ્વારા યોજાયા લગ્ન, વર-કન્યાએ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશો આપ્યો

વસંતપંચમીના દિવસે અનેક યુગલો લગ્નગ્રંથીથી જોડાતા હોય છે. શેરીઓમાં, પાર્ટી પ્લોટમાં, કોમ્યુનિટીહોલમાં ઢોલ અને શરણાઈના સૂર સાંભળવા મળતા હોય છે. ત્યારે લગ્ન પ્રસંગનો આવો જ માહોલ જોવા મળ્યો કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે. લગ્ન પ્રસંગ હતો રાજકોટના નસીત પરિવાર અને ઉપલેટાના વેકરીયા પરિવારનો. ખોડલધામ મંદિરે પ્રથમ વખત કોઈ પરિવાર દ્વારા પોતાના દીકરા-દીકરીના લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો. […]

નર્મદા જયંતીઃ જાણો કેવી રીતે થઈ નર્મદાની ઉત્પત્તિ? પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા છે હજારો તીર્થ

મહા મહિનાના સુદ પક્ષની સાતમના રોજ નર્મદા જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે 1 ફેબ્રુઆરી, શનિવારે આ પર્વ છે. નર્મદા ભારતની સૌથી પ્રમુખ નદીઓમાંથી એક છે. જેનો ઉલ્લેખ રામાયણ, મહાભારત વગેરે અનેક ધર્મગ્રંથોમાં મળી આવે છે. થોડાં ગ્રંથ પ્રમાણે દેવી નર્મદાની ઉત્પત્તિ ભગવાન શિવથી થઇ છે અને આ નદીના કિનારે જ્યોતિર્લિંગ સહિત અનેક તીર્થ […]

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ સુરતમાં બોર્ડની પરીક્ષા પહેલાં જ ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

અડાજણમાં ધોરણ 10ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં ચાલતી પ્રિલિમરી પરીક્ષામાં ગુજરાતીનું પેપર સારું ન જતા માનસિક તણાવમાં આવી ગયેલી વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી અડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર અમિતભાઈ મોઢિયા(ઉ.વ.15) એક […]

શુ છે કોરોના વાયરસ? કેવા હોય છે લક્ષણો? શું છે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાય

ચીનમાં હાહાકાર મચાવનાર અને ઘાતક એવાં કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. લોકો તેનું નામ સાંભળતાં જ ડરી રહ્યા છે. આ વચ્ચે એ જાણવું ખુબ જરૂરી છે કે આખરે કોરોના વાયરસથી થાય છે શું? અને શરીરમાં ક્યાં ક્યાં પ્રકારના ફેરફાર થાય છે. શુ છે કોરોના વાયરસ?(What is Novel Coronavirus) ડબલ્યુએચઓ મુજબ કોરોના વાયરસ […]

સુરતમાં જાહેર રસ્તા પર લુખ્ખા તત્વોની દાદાગીરી તો જુઓ, દારૂના નશામાં હથિયારો સાથે ધમાલ મચાવી

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે છાશવારે સુરતના રસ્તાઓ પર લુખ્ખા તત્વો હથિયારો સાથે ઉતરીને ધમાચકડી મચાવતા હોય તેવા બનાવો ધ્યાનમાં આવતા રહે છે. આવી જ દાદાગીરીનો વીડિયો ફરતો થયો છે. સામાન્ય રીતે દાદાગીરી કરનારા લોકો દારૂના નશામાં પણ હોય છે. હાલ જે વીડિયો વાયરલ થયો છે તે […]

આ છે એ સાંસદ જેમણે યુરોપિયન યુનિયનમાં CAA મુદ્દે પાકિસ્તાનને તેની ઔકાત યાદ કરાવી દીધી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતને યુરોપિયન યુનિયનમાં સમર્થન મળ્યું છે અને પાકિસ્તાનના દાવા પોકળ સાબિત થયા છે. આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સાંસદ હેલેના ડેલ્લીએ ભારતની તરફેણમાં જોરદાર દલીલ કરી હતી. તેમની દલીલ આગળ પાકિસ્તાની મૂળના સદસ્ય શફક મોહમ્મદ અને બ્રિટનના જોન હોવાર્થ તથા સ્કૉટ એન્સલીની બોલતી બંધ થઈ ગઈ હતી. સંસદે આ મુદ્દે વોટિંગ […]

આજથી બેન્કોની 2 દિવસની હડતાળ, ગુજરાત હાઈકોર્ટે કહ્યુ- ‘હડતાળ કરનારાનો કાપો પગાર’ જાહેર સેવા સાથે સંકળાયેલા બેન્કના કર્મચારીઓ હડતાળ પર જઈ શકે નહીં

સરકારી અને કેટલીક ખાનગી બેન્કોના કર્મચારીઓ શુક્રવારથી બે દિવસ હડતાળ પાડશે. 9 બેન્કોના કર્મચારી યુનિયનના ગ્રૂપ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા વેતન વૃદ્ધિ સહિતની અન્ય માંગણીને લઈ હડતાળનું એલાન અપાયું છે. એસબીઆઈ સહિતની અનેક બેન્કોએ તેના ગ્રાહકોને સાવધ કરતાં કહ્યું હતું કે, હડતાળ અને ત્યારપછી રવિવાર હોવાથી એટીએમ સહિતની કામગીરી પર અસર પડી શકે […]