પોક્સો હેઠળ ગુજરાતમાં પ્રથમ વખત ફાંસીની સજા, 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારને ફાંસી આપવામાં આવશે

સુરતમાં 3 વર્ષીય બાળકીના બળાત્કાર અને હત્યા મામલે આરોપીને ગુજરાતમાં પોક્સો કોર્ટ દ્વારા પ્રથમ વખત ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જોકે આ આરોપી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરતા નામદાર હાઇકોર્ટે આ સજા બરકરાર રાખતા આજે સુરત કોર્ટ દ્વારા આરોપીને ડેથ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, અને આગામી 29 ફેબ્રુઆરી સવારે 4.30 વાગે અમદાવાદની જેલમાં આપવામાં આવશે […]

કોરોના વાયરસના કારણે પહેલી વાર એવું બન્યું કે ચીન ભારતમાંથી સર્જિકલ માસ્ક ખરીદી રહ્યું છે, ગુજરાતમાંથી રોજના 5 લાખથી વધુ માસ્કની માંગ

ચીનમાં અત્યારે કોરોના વાયરસે એવો તે હાહાકાર મચાવ્યો છે કે, આખી દુનિયામાં પ્રોડક્શન હાઉસ તરીકેની ખ્યાતિ મેળવનારું ચીન પોતાની જ જરૂરિયાત જેટલા માસ્કનું ઉત્પાદન કરી શકતું નથી. ડિસ્પોઝેબલ માસ્કનો એક દિવસ જ વપરાશ કરી શકાય છે અને આ કારણે હવે ચીનમાં વપરાશ સામે માસ્કનું ઉત્પાદન ઘટી ગયું છે. આથી જ પહેલી વાર એવું બન્યું છે […]

રાજકોટમાં સ્કૂટર પર જતી યુવતીની છેડતી કરતા યુવતીએ યુવકને કારમાંથી નીચે ઉતારી જાહેરમાં ફટકાર્યો

તાજેતરમાં જ રાની મુખર્જીની ‘મર્દાની’ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા પણ હાથ લાગી હતી. મોટાભાગે એવું પણ જોવા મળ્યું હતું કે પુરુષો કરતા સ્ત્રીઓએ આ ફિલ્મની વધુ સરાહના કરી હતી. ત્યારે રાજકોટની એક યુવતી ‘મર્દાની’ બની હોય તેવા દ્રશ્યો બુધવારના રોજ સામે આવ્યા હતા. બુધવારના રોજ કોટેચા સર્કલ […]

કોરોના વાયરસનો હાહાકાર, ચીને મદદ માટે રસ્તા પર ઉતારી સેના, રાષ્ટ્રપતિએ લોકોને માંસ છોડીને શાકભાજી ખાવાની અપીલ કરી

ચીનથી આખી દુનિયામાં ફેલાયેલા જીવલેણ નોવેલ કોરોના વાયરસે અત્યાર સુધીમાં 7892 લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. તેમાંથી 7771 તો માત્ર ચીનમાં જ છે. આ વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 170 લોકોના મોત થઇ ચૂકયા છે. જ્યારે તમામ ઉપાય કરીને ચીનની સરકાર થાકી ગઇ તો હવે તેણે કોરોના વાયરસથી લોકોને બચાવા અને મદદ કરવા માટે પોતાની સેનાને […]

5માં ધોરણમાં ભણતા માસૂમ વિદ્યાર્થી માટે શાળાની જ બસ બની ગઈ કાળ, ટાયરમાં આવી જતા કરુણ મોત

હળવદના ઢવાણા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં એક માસૂમ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે. સ્કૂલ બસનું ટાયર માસૂમ પણ ફરી વળતા વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થી નવનિર્માણ વિદ્યાલયમાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી મુજબ હળવદના ઢવાણા ગામના વિદ્યાર્થી ઉપર સ્કૂલ બસનું ટાયર ફરી વળતા તેનું કરૂણ મોત થયું છે. નવનિર્માણ વિદ્યાલયમાં પાંચમાં ધોરણમા […]

હવે તમારા ફરવાનો ખર્ચ ઉઠાવશે સરકાર, કેન્દ્ર સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા ‘દેખો અપના દેશ’ યોજના શરૂ કરી, અહીં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

કેન્દ્ર સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે, જેમાં તમારો ફરવાનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે. ‘દેખો અપના દેશ’ નામની આ યોજનાનો લાભ ભારતનો કોઈપણ નાગરિક ઉઠાવી શકે છે. આ યોજના હેઠળ, વર્ષ 2022 સુધીમાં, તમારે તમારા ગૃહ રાજ્ય સિવાય અન્ય રાજ્યોના 15 પર્યટન સ્થળોની મુસાફરી કરવાની રહેશે અને ત્યાંના ફોટો સરકારને મોકલવાના રહેશે. […]

છૂટક મજૂરી કરતા પરિવારની દીકરીએ વડોદરાની MS યુનિ.માં બાયો કેમેસ્ટ્રીમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

છૂટક મજૂરી કરતા પરિવારની યુવતીએ બાયો કેમેસ્ટ્રી માસ્ટરમાં ગોલ્ડ મેળવ્યો છે. ગોલ્ડ મેડલ મેળવનાર યુવતીએ જણાવ્યું છે કે, ગોલ્ડ મેડલ મેળવીને મેં મારું અને મારા પરિવારનું સપનું પૂરું કર્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનો 68મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં 175 ગોલ્ડ મેડલ સાથે વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું હતું. ગુજરાતમાં લાઇફ સાયન્સમાં પી.એચ.ડી. કરવી છે એમ.એસ. યુનિવર્સિટીની […]

નાની ઉંમરમાં સફેદ વાળ થવાના કારણે પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપાયથી સફેદ વાળની સમસ્યા થશે દૂર

આજના સમયમાં સફેદ વાળ દરેક લોકોની સમસ્યા બની ગઇ છે. જે ઓછી ઉંમરમાં સફેદ વાળ આવવાના કારણે લોકો પરેશાન રહે છે. જેને લઇને લોકો હેર કલરનો ઉપયોગ કરે છે. પરંતુ તેમા અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જેથી વાળ ખરવાનું શરૂ થઇ જાય છે. જો તમે આ મુશ્કેલીમાંથી બહાર આવવા માંગો છો તો આજે અમે તમારા […]

રિલાયન્સ પ્લાસ્ટિકના કચરામાંથી રોડ બનાવવાની ટેક્નોલોજી સરકારને આપવા તૈયાર, આ ટેક્નોલોજીથી પ્રતિ કિલોમિટરે એક લાખ રુપિયાની થશે બચત

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પોતાની પ્લાસ્ટિકના કચરામાંથી રોડ બનાવવાની અત્યાધુનિક ટેક્નોલોજી આપવાની ઓફર કરી છે. આ ટેક્નોલોજીથી રોડ બનાવવા માટે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરી શકાશે. કંપનીએ રાયગઢમાં આવેલ પોતાના નાગોથાને રિસાઇકલ યુનિટ ખાતે આ ટેક્નોલોજીનું પરીક્ષણ કર્યું છે. આ ઉપરાંત કંપની અનેક બીજા પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી […]

ઈઝરાયેલના જાસૂસનો સનસની ખેજ ખુલાસો: ચીને દુશ્મનનો સામુહિક ખાત્મો કરવા માટે રચ્યું હતું કોરોનાનું ષડયંત્ર પણ એક ભુલ તેને જ ભારે પડી ગઈ!

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી સુધી આ વાયરસ ક્યાંથી ફેલાયો છે તેનું મૂળ હાથ લાગતુ નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાના કારણોની યુદ્ધના ધોરણે તપાસ કરવામાં આવી રહી છે. એક અહેવાલ પ્રમાણે ચામાચીડીનો સુપ પીવાથી અથવા તો સાપનું માસ ખાવાથી આ વાયરસ ફેલાયો છે પરંતુ ઈઝરાયેલના એક ટોચના જાસૂસે આ મામલે સનસનાટીપૂર્ણ […]