અમદાવાદમાં શિક્ષક બન્યો હવસનો ગુરુ, દાખલા શીખવાના બહાને 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

બાવળામાં કલાસીસનાં શિક્ષકે પોતાના ત્યાં ટયુશનમાં આવતી સગીરાને પોતાના ઘરે દાખલા ગણવા બોલાવીને તેની સાથે દુષ્કર્મ કરતાં આ ઘટનાની જાણ સગીરાનાં માતા-પિતાને થતાં તેઓએ બાવળા પોલીસમાં શિક્ષક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળામાં પંચશીલ સોસાયટીમાં રહેતાં દર્શનભાઇ જયેશભાઇ સોની શ્રીનગર સોસાયટીમાં સહજાનંદ કલાસીસ અને બાવળાની […]

ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસ ફેલાયો તે બજાર અંગે જાણીને તમને ચીતરી ચડશે, અહીં વેચાય છે 112 પ્રકારના જીવતા પ્રાણીઓ

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાવાયરસના લીધે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 6052 લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. તેમાંથી 5974 દર્દી તો માત્ર ચીનના જ છે. અંદાજે 132 લોકોના મોત થઇ ચૂકયા છે. આવો જાણીએ તો વુહાનના એ પ્રાણી બજાર અંગે જ્યાં વ્યક્તિઓના ખાવા માટે દરેક પ્રકારના જાનવર મળે છે. વુહાન શહેર જ્યાંથી કોરોનાવાયરસ ફેલાયો ત્યાં જાનવરોનું બજાર છે. […]

29 વર્ષીય બેંગ્લુરુના બસ કન્ડકટરે 8 કલાક નોકરીની સાથે રોજ 5 કલાક વાંચીને UPSC પરીક્ષા પાસ કરી

બેંગ્લુરુના બસ કન્ડકટરે નોકરી સાથોસાથ રોજ 5 કલાક નોકરી કરીને યુપીએસસી(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષા પાસ કરી છે. 29 વર્ષીય મધુ એનટી બીએમસીટી(બેંગ્લુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)માં બસ કન્ડકટર છે. તેણે યુપીએસસીની પ્રિ અને મેન્સ પરીક્ષા પાસ કરી દીધી છે અને 25 માર્ચે ઇન્ટરવ્યૂ આપશે. રોજ 5 કલાક ભણતો મધુના પરિવારમાં માતા-પિતા અને ભાઈ-ભાભી છે. મધુની […]

ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો

ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ જીવલેણ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મેળવી લીધી હોવાનો દાવો કર્યો છે. ઑસ્ટ્રેલિયાઈ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમણે ચીનની બહાર એક સેમ્પલ વિકસિત કર્યું છે અને આનાથી જલદી જ કોરોના વાયરસનો ઉકેલ શોધી શકાશે. ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયો છે. શ્વાસથી જોડાયેલી આ બીમારીથી અત્યાર સુધી 132 લોકોનાં મોત થઈ ચુક્યા છે અને […]

અમેરિકામાં વધુ એક ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત, કોલેજના કેમ્પસના લેકમાંથી જ મળ્યો મૃતદેહ

અમેરિકાના ઇન્ડિયાના સ્થિત એક ટોચની યુનિર્વિસટી પરિસરમાંથી 21 વર્ષની ભારતીય મૂળની એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સીબીએસ મિનેસોટા તરફથી મળતી માહિતી પ્રમાણે એનરોઝ જેરી નોટ્રેડમ વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીનીની હતી. તે એક પરંપરાગત સંગીતકાર પણ હતી. જેરી 21 જાન્યુઆરીથી ગુમ હતી. અધિકારીઓએ એક ચેતવણી રજૂ કરીને એવું જણાવ્યું હતું કે જેરીનો જીવ જોખમમાં છે. વિશ્વવિદ્યાલયના મીડિયા […]

બીડી બનાવવાથી લઈ સંતરા વેચી પાઈ-પાઈ ભેગી કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર હરેકાલા હજબ્બાને સરકાર પદ્મશ્રીથી નવાજશે

કર્ણાટકના નઈ પપ્ડુ ગામમાં રહેતા હરેકલા હજબ્બા નામના એક સંતરા વેચનારા ફેરિયાને સરકારે આ વર્ષે પદ્મશ્રી આપવાનું એલાન કર્યું છે. હવે તમને થશે કે એક સંતરા વેંચનાર ફેરિયાને દેશનું ચોથું સર્વોચ્ચ સન્માન શા માટે? વાત એમ છે કે હજબ્બા પોતે ક્યારેય સ્કૂલ નથી ગયા છતાંય જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. 30 વર્ષથી સંતરા વેચીને ગુજરાન […]

ટ્રાફિકના નિયમોથી કંટાળી પોરબંદરના વૃદ્ધે એક અઠવાડિયામાં જ ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી

પોરબંદરમાં આરટીઓના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ 300 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના કડિયાપ્લોટમાં રહેતા હરિલાલ દામજીભાઇ પરમાર નામના 78 વર્ષીય વૃદ્ધનું સ્કુટર એક વર્ષ પહેલા ટ્રાફિકના કોઇ નિયમના ભંગ બદલ ડિટેઇન કરવામાં આવ્યુ હતુ. આ સ્કુટર છોડાવવાની જટીલતા અને ટ્રાફિકના નિયમોની જટીલતા હરિલાલને આકરી લાગતા, હરિલાલે પોતાનું […]

વેવાઈ-વેવાણ RETURN: નવસારીથી દાગીના પરત આપવા આવેલા વેવાણનાં બે સગાને વેવાઈએ માર મારીને ઘરમાં પુરી દીધા

અમરોલી છાપરાભાઠા રોડ પર રહેતા વેવાઈના ઘરે વેવાણના બે સગાએ મંગળવારે આવી સૂટકેસમાંથી ઘરેણાં કાઢીને વેવાઈની તરફ ફેંકયા હતા. વેવાઈએ આવી રીતે ઘરેણાં ન ફેંકવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં વેવાઈએ વેવાણના બંનેે સગાઓને ઘરમાં ગોંધી દીધા હતા. વેવાણના સંબંધીઓએ પોલીસ કંટ્રોલરૂમને કોલ કરતાં અમરોલી પોલીસ દોડી આવીને બંનેને મુક્ત કરાવ્યા હતા. આ ઘટનાને […]

શું તમારુ નાક વારંવાર બંધ થઈ જાય છે? તો અપનાવો આ ઘરેલૂ ઉપાય તરત જ મળશે રાહત

શિયાળામાં ઘણા લોકોને ગળા, નાક અને મોંઢા સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે. સૌથી મોટી પ્રોબ્લેમ તો ત્યારે થાય છે જ્યારે નાક બંધ થઈ જાય છે. જે કારણે શ્વાસ લેવામાં સમસ્યા અનુભવાય છે. સાથે જ જમવામાં પણ સમસ્યાનો સામનો કરવાો પડે છે. આ તમામ પ્રૉબ્લેમ્સને દૂર કરવા માટે ઘણાં ઘરેલૂ ઉપચાર ઘણો જ મહત્વનો રોલ પ્લે […]

નોકરી માટે વિદેશ જતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, યુગાન્ડામાં નોકરીની લાલચે ગયેલા 4 ગુજરાતીઓને બંધક બનાવીને 45 લાખની ખંડણી માગી

નોકરી માટે યુગાન્ડા ગયેલા અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકોને બંધક બનાવીને 45 લાખ રૂપિયાની ખંડણી માગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં સ્થાનિક ગુજરાતીની મદદથી યુગાન્ડા પોલીસે ચારેય યુવકોને હેમખેમ છોડાવ્યા હતા, અને એક મૂળ ભારતીય સહિત સ્થાનિક અપહરણકર્તાઓની ધરપકડ કરી છે. અમદાવાદ, પાટણ અને મહેસાણાના ચાર યુવકો નોકરી માટે 14 દિવસ પહેલાં […]