બાળાઓ પ્રત્યે લાગણી ધરાવતી લંડનની NRI મહિલાએ આણંદની કન્યા શાળાને લીધી દત્તક, શાળાની શિક્ષિકાએ ફેસબુકથી સંપર્ક કર્યો હતો

બાળકીઓ પ્રત્યે ખાસ લાગણી ધરાવતી લંડનની NRI મહિલાએ આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. મહિલાએ બાળાઓને ચેસની કીટની ભેટ આપી છે તેમજ ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા માટે મદદરૂપ થશે. મહિલા 20 દિવસ માટે આ બાળાઓ સાથે રહેશે અને તેમને ચેસ તેમજ અલગ-અલગ એક્ટિવિટીની ટ્રેનિંગ આપશે. શાળાની શિક્ષિકાએ ફેસબુક દ્વારા NRI મહિલાનો સંપર્ક કર્યો […]

સુરતમાં માતાપિતાની આંખ ઉઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો, દોઢ વર્ષની બાળકીનું રમતાં રમતાં થયું મોત, જાણો વિગતે

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક દોઢ વર્ષની બાળકી ઘરની બહાર રમતા રમતા પાણીની ડોલમાં પડી ગઈ હતી. બાળકીને પરિવાર સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ જતા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે આ મામલે અકસ્માત નો ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કિસ્સો તમામ માતાપિતા માટે લાલબત્તી સમાન છે. બનાવની વિગત એવી છે કે સુરતમાં […]

અસામાજિક તત્વોને બનવું છે ડોન, તલવાર-દંડાથી ફિલ્મી સ્ટાઇલે તોડફોડ કરી ટિકટોક પર વિડીયો બનાવી લખ્યું, ‘મેઘાણીનગર કા નયા બાપ નયા ડોન’

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગલીએ ગલીએ અસામાજિક તત્વોને ડોન બનવું છે. આ હરીફાઈમાં જ મારામારી અને રાયોટિંગના બનાવો બની રહ્યા છે. મેઘાણી નગરમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. જેમાં ત્રણ યુવાનોએ ડોન બનવા માટે જેલમાંથી છૂટીને ચાર લોકો પર તલવારથી હુમલો કરી 15થી વધુ વાહનોમાં તોડફોડ કરી છે. મેઘાણીનગર ભાર્ગવ રોડ પર આવેલી કુંભારજીની […]

પોલીસ મર્ડર/રેપ/લૂંટ/દારૂ/નાર્કોટિક્સનાં ખોટા કેસમાં ફિટ કરે તો શું કરવું? પૂર્વ IPSએ જણાવી ઉપયોગી માહિતી

પૂર્વ IPS રમેશ સવાણીએ નિવૃતિ બાદ એક અલગ જ ચીલો ચીતર્યો છે. સામાન્ય રીતે નિવૃતિ બાદ આઈપીએસ ઓફિસર્સ પોતાના પરિવાર સાથે વિતાવે છે. તેવામાં આ પૂર્વ આઈપીએસ સામાન્ય લોકો માટે કાયદાના ક્લાસ ખોલ્યા છે. ઓનલાઈન તેઓ મફતમાં કાયદાનું જ્ઞાન આપે છે. અને એવી તે સરળ ભાષામાં તેઓ કાયદો સમજાવે છે કે કોઈપણ વ્યક્તિ એકદમ સહજતાથી […]

સુરતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો: યુવકના પેટમાં 9 સેમી લાંબો સ્ટીલનો ગ્લાસ જોવા મળ્યો જેને ઓપરેશન કરી બહાર કાઢવો પડ્યો

સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. સુરતમાં રહેતાં પરપ્રાંતીય યુવાનનાં પેટમાંથી ડોક્ટરોને ગ્લાસ જોવા મળ્યો હતો. ડોક્ટરોએ ઓપરેશન કરીને ગ્લાસ તો બહાર કાઢી નાખ્યો હતો. પણ જ્યારે ગ્લાસ કેવી રીતે અંદર ગયો તેનાં કારણ અંગે તપાસ કરી તો ડોક્ટરો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. યુવકે ગુદા […]

ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ શોધી બંધ કરાવવા પોલીસ વડાની સૂચના, પોલીસ સ્ટેશન, ઝોન અને જિલ્લામાં ક્રોસ રેઇડ કરવા માટે આદેશ કરવામાં આવ્યા

રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવા દેવામાં આવે છે. જેને અંકુશમાં લેવા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ 15 દિવસની દારૂ-જુગારની ડ્રાઇવ ચલાવવા આદેશ કર્યો છે. 3 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવી કેસો કરવા જણાવ્યું છે. ભૂતકાળમાં જ્યાં પણ અડ્ડાઓ ચાલતાં હતા તે તપાસવા અને લિસ્ટેડ બુટલેગર ત્યાં તપાસ […]

રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, CBSE પેટર્નથી તમામ શાળામાં એપ્રિલથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર, ઉનાળું વેકેશન એક મહિના પછી અપાશે

રાજ્ય સરકારે વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ, 2020થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી જોગવાઈ કરી છે. ઉલ્લેખનીય છે કે, CBSEમાં આ પ્રકારે સત્રની […]

સુરત પોલીસનો રિયલ હિરો : ડૂબી રહેલા માસી-ભાણેજને કોન્સ્ટેબલે નદીમાં કુદીને બચાવી લીધા, જવાનનું સન્માન કરાયું

હું નોકરી કરી સવારે ઘરે જતો હતો. સવારે 8.45 થી 9 વાગ્યાની વચ્ચે કોઝવે પરથી પસાર થતો હતો તે વખતે લોકોના ટોળા હતા. જેથી હું બાઇક મુકીને ત્યાં શું થયું છે તે જોવા માટે ગયો હતો. 10 વર્ષની દીકરી પાણીમાં બચાવો, બચાવો બૂમો પાડતી હતી. મેં કોઈપણ જાતની પરવાહ કર્યા વગર કે મારા ફેમિલીનું વિચાર્યા […]

નશામાં ધૂત નગરસેવક! મુખ્યમંત્રીનાં દાવાની નીકળી હવા! સુરતમાં ભાજપનો જ કોર્પોરેટર દારૂના નશામાં ચકચૂર થઈ બિન્દાસ નાચ્યો

થોડા મહિના પહેલાં જ રાજસ્થાનનાં સીએમ અશોક ગેહલોત અને ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી વચ્ચે દારૂબંધીની બાબતે બરાબરની જામી હતી. જેમાં અશોક ગેહલોતનાં ગુજરાતમાં દારૂ પીવાય છે તેવાં નિવેદન પર સીએમ રૂપાણીને ખોટું લાગી ગયું હતું. અને તેઓએ આ મામલે અશોક ગેહલોત સામે આકરાં પ્રહાર કર્યા હતા. પણ ખુદ ભાજપનાં જ નેતા અને કોર્પોરેટરો સીએમ વિજય […]

મધ્યપ્રદેશના ગામવાસીઓ વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના 35 કિલોમીટરના કપરા રસ્તાથી મુક્ત કરવા માટે પર્વત તોડીને બનાવી રહ્યા છે રસ્તો

મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લામાં અંજનવાડાના બાળકો પાસે સ્કૂલ પહોંચવા માટે બે વિકલ્પ છે. પ્રથમ વિકલ્પમાં તેઓ નર્મદા નદીમાં હોડીની મદદથી 15 કિલોમીટરનો સફર કરીને ત્યાંથી 25 કિલોમીટર દૂર પહાડના રસ્તે મઠવાડ પહોંચે અને બીજો વિકલ્પ એ છે કે, અંજનવાડાથી પહાડના રસ્તે થઈને 35 કિલોમીટરનું અંતર કાપે. આ બંને વિકલ્પનો રસ્તો ઘણો કપરો છે, આથી બાળકોને સ્કૂલે […]