હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય, જાણો, કઇ-કઇ વસ્તુઓનો ઉપયોગ આર્યુવેદ ચિકિત્સા તરીકે કરી શકાય

કેન્સરની સારવાર માટે અનેક એલોપેથી પદ્ધતિ ઉપલબ્ધ છે. વૈકલ્પિક ચિકિત્સાથી પણ કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે. હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય છે. શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં રિસર્ચમાં હળદરથી કેન્સરની સારવારની પદ્ધતિને […]

‘તારક મહેતા…’ શોના સૌથી પીઢ સદસ્યના મોતથી ચકચાર, આખી ટીમ સેટ પર ચોધાર આંસુએ રડી!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને નીલા ટેલિફિલ્મ સાથે લાંબા સમયથી જોડાયેલા મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. હાલ શોના સેટ પર દુ:ખનો માહોલ છવાયેલો છે. આનંદ પરમારનું નિધન થતાં આખી ટીમ આઘાતમાં છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 10 દિવસથી આનંદ પરમાર બીમાર હતા. શનિવારે એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ આનંદ પરમારનું નિધન થયું. […]

નાગરિકતા સુધારા કાયદો ભારતમાં જન્મેલા મુસ્લિમો વિરુદ્ધ નથી, છતાં તેનો વિરોધ કેમ થાય છે : રાજ ઠાકરે

નાગરિકતા સુધારા કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ના વિરોધમાં દેશભરમાં થયેલા પ્રદર્શનોની ટીકા કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરેએ કહ્યું છે કે આ કાયદો ભારતમાં જન્મેલા મુસલમાનો વિરુદ્ધ નથી તે છતાં શા માટે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ સમજાતું નથી. આ લોકો કોને તાકાત દેખાડી રહ્યા છે? જો હવે […]

નડિયાદના આ મંદિરમાં થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, 189 વર્ષ પહેલા યોગીરાજ સંતરામ મહારાજે અહી જીવીત સમાધી લીધી હતી.

નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સાકર વર્ષનો લ્હાવો લીધો હતો. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજથી 189 વર્ષ પૂર્વે શ્રી સંતરામ મહારાજે મંદિરના પ્રાંગણમાં સમાધિ લેતા અગાઉ શુધ્ધ ઘીના બે દીવા તૈયાર રાખવાનું […]

રાજસ્થાન બોર્ડર પર ફરજ બજાવતા નર્મદાના આંબલી ગામના સૈનિકનું અકસ્માતમાં મૃત્યુ થતા રાજપીપળામાં અંતિમ યાત્રા નીકળી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આંબલી ગામે રહેતો યોગેશ પુનિયા વસાવા દેશની બોર્ડર પર રાજસ્થાન ખાતે ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલા તે પોતાના ગામ આંબલીમાં સામાજિક પ્રસંગમાં ભાગ લેવા રજા લઈને આવ્યો હતો. રજા પુરી કરીને પોતે ફરજ પર હાજર થવા માટે તે જતો હતો. દરમિયાન કારને રાજસ્થાન બોર્ડર પાસે અકસ્માત થતાં તે મોતને ભેટ્યો […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિન્દુ, મુસ્લિમ સમાજનાં 1100 યુગલનાં સમૂહલગ્ન, 15 પંડિતો, 10 મૌલાનાએ વિધિ કરાવી, સર્વધર્મ સમૂહ લગ્નોત્સવમાં 1 લાખ રૂપિયાની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી

અમદાવાદ પાલડીમાં રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર પર ઈસા ફાઉન્ડેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટે સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દુ, મુસ્લિમ સમાજનાં 1100 યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 15 પંડિતો અને 10 મૌલાનાએ લગ્નની વિધિ કરાવી હતી. સમૂહલગ્નના ભોજન સમારંભમાં દાળ, ભાત અને મિષ્ટાન એમ ત્રણ વાનગી પીરસવામાં આવી હતી. ઈસા ફાઉન્ડેશનનો 8મો સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ […]

અરવલ્લીના ભિલોડાના હિંમતપુર ગામનો શ્રીનગરમાં ફરજ બજાવતો આર્મી જવાન બીમારી સામે જંગ હાર્યો, વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા

ભિલોડા તાલુકાના હિંમતપુર ગામના અને શ્રીનગર આર્મીમાં ફરજ બજાવતા જવાનનું કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. આર્મી જવાનનો નશ્વરદેહ માદરે વતન પહોંચતા તેના પરિવારજનો અને પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી. શનિવારે શહીદ જવાનની અંતિમક્રિયામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આર્મી જવાનના નશ્વરદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ભિલોડા […]

અમદાવાદમાં ST બસમાં ચડવા જતા મહિલાનું થયું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ક્યારેક ક્ષણ માટેની ઉતાવળ કેટલું નુકસાન પહોંચાડશે તેનો ક્યારેય અંદાજ હોતો નથી. આવો જ એક ચેતવણીરૂપ અને કરૂણ કિસ્સો અમદાવાદનાં મેમ્કો ચાર રસ્તા પાસે બન્યો છે. મેમ્કો ચાર રસ્તા નજીક એસટી બસમાં ચઢવાની ઉતાવળ કરતાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે. અમદાવાદમાં BRTS બસ પછી ST બસના અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ચાલુ બસમાં […]

વડોદરાની MSc થયેલી યુવતીએ ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, જામ અને અથાણાં બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, મહિને 25 હજારનું ટર્નઓવર

એમ.એસ.સી. એન્વાયરમેન્ટલ સાયન્સનો અભ્યાસ કર્યાં બાદ તેમાં કારકિર્દી બનાવવાને બદલે વડોદરાની પ્રાચી મહેતાએ સફળ બિઝનેશ વુમન બનવા માટે બાગાયત વિભાગના કોમ્યુનિટી કેનિંગ સેન્ટરમાં તાલીમ લઇને ફળ અને શાકભાજીમાંથી ટોમેટો કેચઅપ, સ્ક્વોશ, સિરપ, જામ અને અથાણાં બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. પ્રાચીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં મોટાપાયે કંપની બનાવીને બહેનોને રોજગારી પૂરી પાડવાનું મારું સ્વપ્ન છે. […]

વિશ્વને ધમધમતું રાખનાર ચીનની આજની હાલત જોઇ ચોંકી જશો, ચીનથી ડરામણી તસવીરો આવી સામે, જુઓ..

ચીનમાં કોરોના વાયરસ નામનો રાક્ષસ દિવસે નહીં એટલો રાત્રે અને રાત્રે નહીં એટલો દિવસે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. દુનિયા આખીમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસનું એપી સેન્ટર કહેવાતા વુહાનના રસ્તાઓની તસવીરો જોઇ તમે બે ઘડી તો ધ્રાસકો લાગશે. દરેકના લોકોમાં કોરોના વાયરસને લઇ ભયંકર ડર પેસી ગયો છે કે અમે […]