હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય, જાણો, કઇ-કઇ વસ્તુઓનો ઉપયોગ આર્યુવેદ ચિકિત્સા તરીકે કરી શકાય

કેન્સરની સારવાર માટે અનેક એલોપેથી પદ્ધતિ ઉપલબ્ધ છે. વૈકલ્પિક ચિકિત્સાથી પણ કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે. હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય છે.

શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં રિસર્ચમાં હળદરથી કેન્સરની સારવારની પદ્ધતિને પેટન્ટ પણ મળી ચૂકી છે. હળદર સિવાય ફુદીનો, આદુ અને મરી પણ કેન્સર સામે રક્ષણ આપે છે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ આર્યુવેદ ચિકિત્સા તરીકે કરી શકાય છે.

હળદર: હળદરમાં કરક્યૂમિન નામનું તત્ત્વ કેન્સરની કોશિકાઓ સામે લડત આપે છે. દરરોજ એક ચતુર્થાંશ ચમચી હળદરનું સેવન કરવાથી કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે.

મરી: તેમાં રહેલાં પાઈપરિન એલ્કલૉઈડ કેન્સર કોશિકાઓના વિકાસને રોકવામાં મદદ કરે છે. દરરોજ 1 અથવા 2 મરીનું સેવન કરવાથી સ્વાથ્યને લાભ થાય છે.

તુલસી: તુલસી લોહીનાં pH લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તે લોહીમાં વધારાના એસિડને સામાન્ય કરે છે. તેથી કેન્સર સામે રક્ષણ મેળવવા માટે તે એક ઉત્તમ ઔષધિ છે. દરરોજ 4થી 5 તુલસીના પાનનું સેવન કરવાથી ફાયદો થાય છે.

ફુદીનો: ફુદીનો પણ શરીરમાં તુલસીની જેમ લોહીના pH લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

આદુ: આદુમાં એન્ટિઈન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ્સ ગુણ હોવાથી તે કેન્સર સામે રક્ષણ આપે છે. ઠંડીમાં આદુનું સેવન કરવું લાભદાયી સાબિત થાય છે ઉનાળામાં ઓછી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

અશ્વગંધા: તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેના પાવડરની અડધી ચમચી દૂધમાં ભેળવીને પીવાથી લાભ થાય છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો