એક વર્ષનો દીકરો બીમાર હોવા છતાં સાથે રાખીને મહિલા પોલીસકર્મી ટ્રમ્પના કાર્યક્રમના બંદોબસ્તમાં ફરજ બજાવવા મજબૂર

ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકાર એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે, બીજી બાજુ મહિલા પોલીસ કર્મીઓ સાથે ફરજના નામે જોહુકમી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે રજૂઆત છતાં તેણીને એક વર્ષના દીકરા સાથે અમદાવાદ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ના બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા છે. દીકરાને આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં સાથે લઈને […]

વડોદરા પાસે લગ્નમાં મામેરૂં ભરી આઈસરમાં પરત ફરી રહેલા પરિવારને ગોજારો અકસ્માત નડતા 12ના કરૂણ મોત

વડોદરાથી આશરે 25 કિ.મી.દૂર આવેલા પાદરા તાલુકાની મહુવડ ચોકડીથી રણું જવાના રોડ પર શનિવારે સાંજે આઈસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 12 હતભાગીઓના મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકોમાં ભોજ, રણું, વડુ અને વડોદરાની 8 મહિલા, બે બાળકી અને બે પુરૃષનો સમાવેશ થાય છે. જ્યારે 17 જેટલા લોકોને નાની – મોટી […]

ઉપવાસમાં બનાવો સિંગદાણાની ફરાળી કઢી, સ્વાદ રહી જશે મોંમાં, જાણો બનાવવાની સરળ રીત

ઉપવાસના દિવસે ફરાળી જમવાનું હોય છે. તો તમે બટાકાનું શાક, કઢી, સાબુદાણાની ખીચડી અને વડા ખાઇને કંટાળી ગયા છો, તો આજે અમે તમને સિંગદાણાની ફરાળી કઢી બનાવવાના રેસિપી શીખવાડીશું. સિંગદાણાની કઢી રેગ્યુલર કઢી જેટલી જ બનાવવાની સરળ છે. પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ હોય છે. સામગ્રી 2 ગ્લાસ – છાશ 1 કપ – સિંગદાણા 1 નંગ […]

ભરૂચમાં મૃત માતાને ઉઠાડતી 3 વર્ષની પુત્રીને જોઇ લોકોનાં હૃદય દ્રવી ઊઠ્યાં, પિતા બાદ માતાના મોતથી દીકરી અનાથ બની ગઇ

ભરૂચના ધોળીકુઇ બજારની વિધવા મહિલાને ટીબીની બીમારીને લઇને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ સાથે એકલી પડી ગયેલી ત્રણ વર્ષની પુત્રીએ માતાના નિર્જીવ દેહને ઉઠાડવાના પ્રયાસ કરવાના દ્રશ્યોએ ત્યાં હાજર લોકોના હ્રદય કંપાવી દેતાં આંખો ભિંજાઇ હતી. જોકે, બાદમાં મૃતક મહિલાના જેઠે આવીને બાળકીનો કબજો લીધો […]

ગેસ સિલિન્ડર ફાટે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ₹50 લાખ અને ઇજાગ્રસ્ત થાય તો ₹40 લાખ મળે છે

જો તમે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હો તો તમારે તેની પર મળતા ઇન્શ્યોરન્સ વિશે જાણવું જોઈએ. ગેસ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઇન્શ્યોરન્સ કવર સિલિન્ડરના કારણે થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં કોઈ જાન કે સંપત્તિને નુકસાન થાય તો 50 લાખ રૂપિયા સુધીનો વીમો પૂરો પાડે છે. સિલિન્ડર પર મળતા ઇન્શ્યોરન્સનો સંપૂર્ણ ખર્ચ સંબંધિત […]

વજન ઘટાડવા માટે મેથીના દાણા અકસીર, એક મહિનામાં જ ભારેખમ શરીર હળવું થશે, પાંચ વાતોનું ધ્યાન રાખશો તો ગમે તેવી ચરબી ઓગળી જશે, ખેતસીભાઈએ બતાવ્યો ઘરેલું પ્રયોગ

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેદસ્વિતા અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલી મેદસ્વિતાનું સૌથી મોટું કારણ છે. જીવનશૈલીમાં બદલાવ કરવામાં આવે તો ચોક્કસ મેદસ્વિતાથી બચી શકાય છે. સાથે જ વજન ઘટાડવા માટે તેમણે મેથીના દાણાનો ઘરેલું પ્રયોગ પણ બતાવ્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, […]

નાનું બાળક પલંગ પરથી નીચે પડી જાય તો સહેજ પણ મોડું કર્યા વગર આટલું કરશો તો તેને કંઈ જ નહીં થાય

બાળક નાનું હોય તો તેને સંભાળતા-સંભાળતા તો મા-બાપના કપાળે પરસેવો વળી જાય. તેમાય બાળક જો પથારી પર ઊંઘીને આળોટતા શીખી જાય તો સમજો મુશ્કેલી વધારે વધી ગઈ. બાળક ખૂબ નાજુક હોય છે અને તેને સહેજ પણ વાગે તો સહન કરી શકતું નથી. ઘણીવાર તો તેને ક્યાં વાગ્યું છે તે પણ જાણી શકાતું નથી. જો તમારૂં […]

વધેલા ભોજનનો બગાડ કરતા લોકો માટે હૃદય દ્રાવક વિડિયો, જુઓ જ્યારે વૃદ્ધે રોટલી પાણીથી ધોઈને ખાધી

ઘણી વખત આપણે પાર્ટી, હોટલ, લગ્ન અથવા પોતાના ઘરમાં ભોજન કરતી વખતે થાળીમાં વધેલું ભોજન મુકી દઈએ છીએ. ભારત જ નહીં આખી દુનિયામાં ભોજનનો વેડફાટ આ રીતે થતો જ રહેતો હોય છે. થાળીમાં વધેલું ભોજન મુકી દેવું એ તો જાણે એક ફેશન બની ગઈ છે. એક તરફ હજારો લોકો અન્નના દાણાં માટે તરસે છે. કુપોષણના […]

સુરતમાં હીરા ઉદ્યોગની મંદીએ લીધો વધુ એકનો ભોગ, આર્થિક તંગીના કારણે રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કર્યો

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના કિલ્લામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. જોકે ઘટનાના મામલે સ્થનિક લોકોને આ યુવાન લાશ નજીકથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, તેમાં પોતે આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેને લઇ પોલીસે આ સુસાઇડ નોટ કબજે કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી […]

અમદાવાદમાં PSIની દાદાગીરીનો કિસ્સો આવ્યો સામે: ઈંડાની લારીએ ભોજન કર્યા બાદ લારીવાળાએ પૈસા માંગતા માર માર્યો

ગુજરાતમાં પોલીસની દાદાગીરીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ઘણી વાર હોટેલમાં પૈસા આપવા બાબતે પોલસીની દાદાગીરી સામે આવે છે તો ઘણી વાત મફતની ચા પીવા બાબતે પોલીસની દાદાગીરી સામે આવે છે ત્યારે અમદાવાદમાં એક પોલીસકર્મીએ લારી પર ભરપેટ ભોજન કર્યું અને જ્યારે પૈસા આપવાનો વારો આવ્યો ત્યારે પોલીસકર્મીએ લારીવાળા વ્યક્તિને માર મારીને ખાખીનો પાવર બતાવ્યો […]