નાનું બાળક પલંગ પરથી નીચે પડી જાય તો સહેજ પણ મોડું કર્યા વગર આટલું કરશો તો તેને કંઈ જ નહીં થાય

બાળક નાનું હોય તો તેને સંભાળતા-સંભાળતા તો મા-બાપના કપાળે પરસેવો વળી જાય. તેમાય બાળક જો પથારી પર ઊંઘીને આળોટતા શીખી જાય તો સમજો મુશ્કેલી વધારે વધી ગઈ. બાળક ખૂબ નાજુક હોય છે અને તેને સહેજ પણ વાગે તો સહન કરી શકતું નથી. ઘણીવાર તો તેને ક્યાં વાગ્યું છે તે પણ જાણી શકાતું નથી. જો તમારૂં બાળક પણ પથારીમાં આળોટીયા મારવાનું શીખી ગયું છે, તો તે વાતની જરૂરથી ધ્યાન હોવું જોઈએ કે, તે પલંગ પરથી પડી જાય તો શું કરવું….

પહેલા શું કરશો?

બની શકે તે બાળક પડવાના કારણે બેભાન થઈ જાય. જો આમ થાય તો તેને ઊઠાડવાનો પ્રયાસ કરો. જો બાળકને માથામા ગંભીર રીતે વાગ્યું હોય, જેમ કે લોહી વહી રહ્યો હોય કે પછી બેભાન થવાના લક્ષણો દેખાઈ રહ્યા હોય તો સૌથી પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ.

જો બાળક ઉલ્ટી કરે તો…

જો તમારૂં બાળક ઉલ્ટી કરી રહ્યું છે, તો તેની ડોકને સીધી કરો અને તમારી તરફ ફેરવો. જો માથામાંથી લોહી નીકળી રહ્યું છે તો રૂમાલ કે કપડાથી હળવા હાથથી ત્યાં દબાવીને રાખો અને ડોક્ટર પાસે લઈ જાઓ

જો ગંભીર ઈજા ન થઈ હોય તો…

જો બાળકને ઈજા નથી પહોંચી તો, તેને ધીમેથી ઉપાડો અને છાતીસરસો ચાંપી લો. બાળક પડવાથી ડરી જાય છે. જો બાળક 1 વર્ષ કરતા નાનું હોય તો ડોક્ટરને ફોન કરીને સલાહ લો.

ક્યારે થઈ શકે છે ઈમરજન્સી?

બાળકને કેટલું વાગ્યું છે તે જાણવું મુશ્કેલ હોય છે. જો પડ્યા બાદ આવા સંકેત દેખાય તો સમજી લો ઈમરજન્સી હોઈ શકે છે…

  • -બેભાન થવું
  • – ઉલ્ટી
  • – નાક અથવા કાનમાંથી લોહી નીકળવું
  • – માથાના ભાગમાં વાગવું કે સોજો આવી જવો

બાળક પલંગ પરથી પડી ન જાય તે માટે શું કરશો?

બાળકોને પલંગ કરતા નીચે રમવા દો. નહીં તો બાળક પલંગ અને દીવાલની વચ્ચે ફસાઈ શકે છે. જે વસ્તુ તેને ઈજા પહોંચાડી શકે છે, તેને તેનાથી દૂર રાખો. તમે ઈચ્છો તો પલંગ ગાર્ડનો ઉપયોગ કરી શકો છો.

આ બાબતનું રાખો ધ્યાન

બાળક પલંગ પરથી પડી જાય તો પોતાના પર દોષનો ટોપલો ઢાળવાનું બંધ કરો. એટલું ધ્યાન રાખો કે દરેક માતા-પિતાની જેમ તમે પણ સારા માતા-પિતા છો. જો તમામ સાવચેતી રાખ્યા બાદ પણ બાળકને વાગે તો થોડી ધીરજ રાખો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો