માતા વેચતી હતી દારૂ, બધા કહેતા કે છોકરો પણ દારૂ જ વેચશે, પરંતુ મા કહેતી કે કલેક્ટર બનશે અને આજે ખરેખર જ દીકરો કલેકટર બની ગયો

હું ગર્ભમાં જ હતો ત્યારે પિતાજીનું અવસાન થયું હતું. પિતાજીનો ફોટો પણ જોઈ ન શકયો. ફોટા માટે પણ પૈસા હતાં નહીં. એક સમયે ખાવાનાં વાંધા હતાં. મહારાષ્ટ્રના ખાનદેશના ધૂળે જિલ્લામાં આદિવાસી ભીલ સમાજમાં મારો જન્મ. ચારેકોર અજ્ઞાન, અંધશ્રદ્ધા, ગરીબી, વ્યસન, બેરોજગારી. મારી માતા મજૂરી કરવા જતી ત્યારે 10 રૂપિયા મળતા. મારી માનું નામ કમલાબેન છે. […]

આદિવાસી મહિલાઓને ‘નાહરી’ ડિશે ચખાડ્યો સફળતાનો સ્વાદ, કરે છે મબલખ કમાણી, ડાંગ ફરવા જાઓ તો અચૂક માણજો ‘નાહરી’ ડિશનો ટેસ્ટ, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશો

ડાંગ જિલ્લાની મુલાકાત લેનારા ટૂરિસ્ટ્સ માટે ‘નાહરી’ શબ્દ નવો નથી. આદિવાસી લોકો બપોરના ભોજનને ‘નાહરી’ તરીકે ઓળખે છે. ડાંગ ફરવા જનારા પ્રવાસીઓ ‘નાહરી’ ડિશનો સ્વાદ માણવાનું ક્યારેય ભૂલતા નથી. નાહરી રેસ્ટોરન્ટમાં આદિવાસીઓની પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવે છે. આજે આ ‘નાહરી’ રેસ્ટોરન્ટની અનેક બ્રાંચ ખૂલી છે. તેમજ આ રેસ્ટોરન્ટનો એક ટ્રક મીલ ઓન વ્હીલ કોન્સેપ્ટ પર […]

સખી મંડળની બહેનોએ ટાયરમાંથી ટિપોઈ બનાવીને વેચી, હવે આ બચત મંડળ બન્યું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ સખી મંડળ, આ મહિલાઓએ દેશભરમાં વગાડ્યો ડંકો

સમગ્ર વિશ્વમાં 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 7 માર્ચે ગ્રામ વિકાસના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે અમરેલી જિલ્લાના લાઠીના મતીરાળાની ‘સખીઓ’ને ગ્રામ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કૃત કરવામાં આવી હતી. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત સમગ્ર દેશમાંથી પસંદગી પામેલા 30 જેટલા સ્વ સહાય જૂથોમાંથી આખા ગુજરાતમાંથી એકમાત્ર […]

કેન્સર સામે 6 વર્ષથી લડી રહેલી યુવતીએ જણાવી ‘ગોબર ટ્રીટમેન્ટ’ની ખાસિયત, પર્યાવરણથી અન્ય કોઈને કેન્સર ન થાય તે માટે વાવ્યા 44 હજાર વૃક્ષો

કેન્સરના ગંભીર રોગ સામે હિંમતભેર લડી રહેલી વાપીની સૃચી વડાલીયાએ 6 વર્ષમાં 44000 હજાર જેટલા વૃક્ષો વાવી પોતાને થયેલું કેન્સર અન્ય લોકોને ના થાય તે માટે સતત પર્યાવરણ બચાવ ઝુંબેશ ચલાવે છે. કેન્સરની ગંભીર બીમારી સામે સૃચી છેલ્લા 6 વર્ષથી ગીર ગાયના છાણ, મૂત્ર અને કપૂરના લેપનો ઉપચાર કરે છે. જેમાં તેને ખૂબ જ રાહત […]

દંતેવાડામાં 8 મહિનાની ગર્ભવતી કમાન્ડર સુનૈના પટેલ નક્સલીઓ સામે લડી રહી છે જંગ

પ્રેગ્નેંસી સમયે મહિલાઓને આરામની જરૂર હોય છે. એક તરફ જ્યાં ડૉક્ટરો બેડ રેસ્ટની સલાહ આપતા હોય છે, તો બીજી તરફ કમાન્ડર સુનૈના પટેલ 8 મહિના પ્રેગ્નેંટ હોવા છતાં ડ્યૂટી કરી રહ્યા છે. એક વખત પેટ્રોલિંગ દરમિયાન ગર્ભપાત થયો હોવા છતાં સુનૈનાએ તેમની ડ્યૂટીથી પીછેહઠ કરી નહીં. સુનૈના પટેલ ખતરનાક કહેનારા દંતેવાડાના જંગલોમાં નક્સલીઓની સામે જંગ […]

ઊનામાં 7 માસથી કોમામાં શરી પડેલા પિતાની જીંદગી બચાવવા માટે માતા-પુત્રીએ એ રાત દિવસ એક કર્યા

શહેરમાં એક દીકરી પિતાની જીંદગી અને મોતના જંગ વચ્ચે છેલ્લા સાત મહિનાથી હિંમતભેર પિતાની જીંદગી બચાવવા અને પથારીમાં પડેલા પિતાના શબ્દો ‘કેમ છે બેટા’ સાંભળવા રાત દિવસ એક કરી રહી છે. હેમરેજ થઈ જતા પિતા કોમામાં સરી પડ્યાં ઊના શહેરના આનંદ વાટીકા ચોક પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં રહેતા જીતેન્દ્રભાઇ નાથાભાઇ ભટ્ટી ઉ.વ.60 સાત માસ પહેલા કોઇ […]

‘વ્હાલી અંબા, તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ સુધરી ગયો’: કમિશનર

રાજકોટઃ ઠેબચડા ગામે અનેક ઘા સહન કરીને મોતને મહાત આપવાનો પ્રયાસ કરી રહેલી બાળકી સારવાર હેઠળ છે. પોલીસ કમિશનરે તેને અંબા નામ આપ્યું છે. મહિલા દિને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા પોલીસ કમિશનર બાળકીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે એનઆઈસીયુમાં તેમની સાથે પોલીસ અધિકારીઓ હતા. સીપી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘મહિલા દિને […]

રાજકોટ-અમદાવાદ હાઈવે પર એકની પાછળ એક 4 વાહનની ટક્કર, 14 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટથી અમદાવાદ તરફનો હાઈવે અવારનવાર રક્તરંજીત થાય છે. હાલમાં લેનનું કામ ચાલું હોવાને કારણે ખૂબ ટ્રાફિક રહે છે. આ વખતે અમદાવાદ હાઈવે તરફના માલિયાસણ ગામ નજીક વહેલી સવારે એક સાથે ચાર વાહનનો અકસ્માત થયો છે. જેમાં કુલ 14 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત થવાને કારણે થોડા સમય માટે બંને […]

કોરોનાના કહેરમાં નથી મળી રહ્યા સેનેટાઇઝર તો આ રીતે ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

હાલ દુનિયામાં કોરોના વાયરસ વધારે સંખ્યામાં ફેલાઇ રહ્યો છે. લાખો કરોડો લોકો આ વાયરસના શિકાર થઇ ચુક્યા છે અને હવે આ ખતરનાક વાયરસે ભારત દેશમાં દસ્તક આપી છે. જેનાથી લોકોના મનમાં ડર પેશી ગયો છે. જેને લઇને લોકો ઉપાય શોધી રહ્યા છે. એવામાં હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર્સમાં જઇને માસ્ક અને સેનેટાઇઝર માંગી રહ્યા છે,. લોકો […]

ભારતીય મૂળના અમેરિકી ડોક્ટરોની ચેતવણીઃ તાત્કાલિક પગલાં ન લીધા તો ભારતમાં આવશે ‘કેન્સરની સુનામી’

કેન્સરના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર અને આ ઘાતક બીમારી વિશે પોતાના મહત્વના રિસર્ચના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત ભારતીય મૂળના બે અમેરિકી ડોક્ટરોએ ભારતને લઈને ચેતવણી જાહેર કરી છે. ડોક્ટર દત્તાત્રેયુડૂ નોરી અને ડોક્ટર રેખા ભંડારીએ કહ્યું કે જો તાત્કાલિક અને પૂરતા પગલા નહીં લેવામાં આવે તો ભારત ખૂબ જ જલ્દી ‘કેન્સરની સુનામી’ની ચપેટમાં આવી જશે. જાણીતા કેન્સર […]