દંતેવાડામાં 8 મહિનાની ગર્ભવતી કમાન્ડર સુનૈના પટેલ નક્સલીઓ સામે લડી રહી છે જંગ

પ્રેગ્નેંસી સમયે મહિલાઓને આરામની જરૂર હોય છે. એક તરફ જ્યાં ડૉક્ટરો બેડ રેસ્ટની સલાહ આપતા હોય છે, તો બીજી તરફ કમાન્ડર સુનૈના પટેલ 8 મહિના પ્રેગ્નેંટ હોવા છતાં ડ્યૂટી કરી રહ્યા છે. એક વખત પેટ્રોલિંગ દરમિયાન ગર્ભપાત થયો હોવા છતાં સુનૈનાએ તેમની ડ્યૂટીથી પીછેહઠ કરી નહીં.

સુનૈના પટેલ ખતરનાક કહેનારા દંતેવાડાના જંગલોમાં નક્સલીઓની સામે જંગ લડી રહ્યા છે. તેમના આ નિર્ણયથી સુનૈના પટેલે લાખો-કરોડો મહિલાઓ અને યુવતીઓને કોઈપણ પરિસ્થિતિમાં મજબૂતીની સાથે ડટી રહેવા અને કંઇક મોટું કરવાની હિંમત આપી છે.

દંતેશ્વરી ફાઈટર છે સુનૈના પટેલઃ

8 મહિનાનો ગર્ભ છતાં કર્તવ્ય અને બહાદુરીનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરી રહ્યા છે સુનૈના પટેલ. છત્તીસગઢ઼ના દંતેવાડામાં નક્સલીઓ સામે લડવા માટે બનેલા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડમાં દંતેશ્વરી ફાઈટરના રૂપમાં તૈનાત છે સુનૈના પટેલ. 8 મહિનાના ગર્ભની સાથે સુનૈના ગાઢ જંગલોમાં પેટ્રોલિંગ કરે છે. પેટ્રોલિંગ દરમિયાન તેમની પાસે ભારે બેગ અને શસ્ત્રો પણ હોય છે.

પોતાની ડ્યૂટી વિશે સુનૈના કહે છે કે, તે જ્યારે બે મહિનાની ગર્ભવતી હતી, ત્યારે તેમણે જોઈન કર્યું હતું. તેમણે ક્યારેય ડ્યૂટી કરવાની ના પાડી નથી. હવે 8 મહિનાની ગર્ભવતી હોવા છતાં જે કામ સુનૈનાને મળે છે, તેને તેઓ ખૂબ નિષ્ઠાની સાથે બજાવે છે.

એકવાર ગર્ભપાત થયો છતાં પીછેહઠ કરી નહીઃ

દંતેવાડાના SP અભિષેક પલ્લવે કહ્યું કે, આ પહેલા એકવાર પેટ્રોલિંગ કરતા સમયે સુનૈનાનો ગર્ભપાત થઈ ગયો હતો. આજે પણ તે રજા લેવાની ના પાડે છે. તેમણે ઘણી મહિલાઓને પ્રેરણા આપી છે. જ્યારથી તેમણે કમાન્ડરના રૂપમાં ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી મહિલા કમાન્ડરોની સંખ્યા વધીને બેગણી થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો