કોરોનાની રસી શોધવાની દિશામાં ગુજરાતને મોટી સફળતા, આ કામ કરવામાં બન્યું દેશનું એકમાત્ર રાજ્ય

ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતીઓ સફળ રહ્યા ત્યાર બાદ PPE સુટ બનાવવામાં પણ સફળ રહ્યા ત્યારે ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે. CMOના ટ્વીટર પર થઈ ટ્વીટ […]

વડોદરામાં 13 વર્ષની છોકરીને કોરોના ભરખી ગયો, રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકોમાં જ થયું મોત

13 વર્ષની એક કોરોના પોઝિટિવ છોકરીનું વડોદરાની હોસ્પિટલમાં મોત થયું છે. ગોત્રીની GMERS હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આ છોકરી પ્રતાપગઢની હતી, અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના કલાકોમાં જ તેનું મોત થયું હતું. આ ઉપરાંત, શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા 58 વર્ષના મોહમ્મદ હનીફ પઠાણે પણ મંગળવારે દમ તોડ્યો હતો. 8 એપ્રિલે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. […]

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 105 કેસ, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ આરોગ્ય વિભાગ

ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આજે રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35 કેસ સુરતમાં નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે.રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં […]

વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટી લૉકડાઉનમાં આપી રહી છે મફત અભ્યાસ કરવાની તક, 67 ઓનલાઈન કોર્સ કરી દીધા ફ્રી

કોરોનાને કારણે વિશ્વભરમાં લૉકડાઉન છે. શાળા-કોલેજ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. એ સમયે વિશ્વની ટોચની હાવર્ડ યુનિવર્સિટીએ એક મોટું પગલું ભર્યું છે. યુનિવર્સિટીએ વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે 67 ઓનલાઈન કોર્સ મફત કરી દીધા છે. વિદ્યાર્થી ઘરે બેસીને આ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે અને તેમાં નિપૂણતા હાંસલ કરી શકે છે. આ વિવિધ કોર્સની અવધિ 1થી 12 […]

આજે ગુજરાતમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં પણ વધુ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766 થયા

રાજ્યમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે. આજે દિવસ દરમિયાન કોરોનાના વધુ 71 પોઝિટિવ કેસો સામે આવ્યા છે, જેમાંથી 46 કેસ તો એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. તેમજ 5 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના […]

કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયની સલાહ: ગરમ પાણી, હર્બલ ચા-ઉકાળો પીઓ, ચ્યવનપ્રાશ ખાઓ અને પ્રાણાયામ કરો

તાજેતરમાં જ આયુષ મંત્રાલયને શરીરને કોરોના વાઇરસ સામે લડવાની ક્ષમતા વધારવા માટે ચ્યવનપ્રાશ, યોગ, હર્બલ ટી-ઉકાળોઅને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધન કરતાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી અને આયુષ મંત્રાલયની સલાહનો અમલ કરવા જણાવ્યું હતું. કોરોનાથી શરીરને બચવા માટે આયુષ મંત્રાલયે 4 સલાહ આપી […]

અમદાવાદમાં એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા

ગુજરાતના કોરોના હોટસ્પોટ અમદાવાદમાં આજે વધુ 42 કેસ નોંધાતા દર્દીઓની સંખ્યા હવે 400ને પાર થઈ ગઈ છે. કાલે નોંધાયેલા કેસોમાં નવરંગપુરાની નિલકંઠ સોસાયટીમાં એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પરિવારના સભ્યોમાં ચાર મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. એકસાથે પરિવારના 6 સભ્યોને કોરોના થતા સોસાયટી સીલ કરી […]

ચીન સામે ટ્રમ્પ લાલઘૂમ : કોરોના મામલે ચીને ખોટી માહિતી આપી, ઝડપથી દુષ્પરિણામ ભોગવશે, ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાંસદોની માંગ

અમેરિકા (USA)ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મંગળવારે ફરી એક વખત ચીન (China) વિરુદ્ધ ખુલ્લીને આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus) અંગે WHO અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચીને સતત મૂર્ખ બનાવ્યા છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે ચીને કોરોના વાયરસ (Covid19) અંગે ખોટી માહિતી શેર કરી હતી, જેના માઠા પરિણામો આખી દુનિયા […]

અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં પણ ખડેપગે ફરજ બજાવી રહેલ પોલીસ માટે યુવકે કર્યું અનોખું કામ, જાણીને તમને પણ નવાઈ લાગશે

હાલ ગુજરાત સહિત આખા દેશમાં ચીનથી ફેલાયેલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીએ પણ પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું છે. લોકડાઉન રહેતા લોકો પોતાના ઘરમાં છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. પરંતુ તેમ છતા લોકોને ઉકળાટ મારતી ગરમીનો અનુભવ ઘરમાં પણ થઈ રહ્યો છે. હવે ટેલિગ્રામ […]

દિલ્હી અને આજુબાજુમાં ફસાયેલા પરપ્રાતિંય મજુરોની વેદના: માત્ર એક મુઠ્ઠી ચોખા ખાધા છે… દૂધ નથી ઉતરતુ… 8 દિવસની દીકરીને શું ખવડાવું

દેશભરમાં લોકડાઉન વધતાની સાથે, દિલ્હી અને આજુબાજુના જિલ્લાઓમાં ફસાયેલા લાખો પરપ્રાંતિય મજૂરોની વેદનામાં વધારો થયો છે. જ્યાં ફસાયેલા મજૂરો દિવસમાં માત્ર એક જ વાર ખોરાક મેળવવા માટે સક્ષમ હોય છે, તે એક મોટી વાત છે. તેઓ કહે છે કે કોરોનાની તો ખબર નથી પરંતુ ભૂખ ચોક્કસથી અમને મારી નાંખશે. આવો જ એક કિસ્સો દેશની રાજધાની […]