સુરતમાં લોકડાઉનમાં માતાએ ઘરકંકાશથી કંટાળીને વહુ-દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યા, અંતે પોલીસે કરાવ્યો મેળાપ

રવિવારની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન શહેરના મુખ્ય બસ સ્ટેશનમાં એક કપલને બેઠેલું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. જ્યારે પોલીસે તેમને લોકડાઉનમાં ઘરની બહાર નીકળવાની કારણ પૂછ્યું તો તેઓ પણ મૂંઝાઈ ગયા. યુવક અને તેની પત્ની લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના આરોપમાં જેલમાં જવા પણ તૈયાર થઈ ગયા. જ્યારે વ્યક્તિએ પોતે કરોડપતિ હીરા વેપારીનો દીકરો હોવાનું જણાવ્યું તો પોલીસ […]

અમરેલીના ખાંભા તાલુકાના ગાઢ જંગલોમાં 18 સિંહોની વચ્ચે મહિલાએ 108માં એકસાથે 3 બાળકોને જન્મ આપ્યો

લોકડાઉન વચ્ચે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા દેદાણ ગામમાં અચાનક ખુશીનો માહોલ જામી ગયો. અહીં એક મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતા ગામલોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. રવિવારે મધર્સ ડેના દિવસે મહિલાએ એક સાથે ત્રણ સ્વસ્થ બાળકોને જન્મ આપતા ગામ લોકો પણ ખુશખુશાલ થઈ ગયા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

સોસાયટીમાં કે શેરીના નાકે ભેગા થઈને ગપ્પા મારતા લોકો ચેતજો, સુરતમાં પોલીસને વોટ્સએપ પર મળેલી ફરિયાદના આધારે 23 લોકોની ધરપકડ કરી

કોરોના વાઇરસનું સક્ર્મણ અટકાવ તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે લોકો લોકડાઉન વચ્ચે પણ સતત એકઠા થઈને ગપાટા મારતા હોય છે ત્યારે આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે ગતરોજ અમરોલી-સાયણ રોડની ગોલ્ડન સીટી સ્વીટ હોમ સોસાયટીના 11 અને ગ્લોબલ સીટી સોસાયટીના 12 જણાને પોલીસે વિડીયો અને વ્હોટ્સ અપ ફોટોના આધારે ઝડપી […]

સૌરાષ્ટ્રમાં માવા માટે થયા ભડાકા! સાયલામાં માવો આપવાનો ઇન્કાર કરતા ધડાધડા પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું.

લૉકડાઉન (Lockdown)ને પગલે પાન-મસાલા (Pan-Masala), ગુટખા (Gutkha), સિગારેટ અને બીડી સહિતની વસ્તુઓનું વેચાણ કરવું પ્રતિબંધિત છે. લૉકડાઉન 3.0 આગામી 17મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં પાન-મસાલા અને માવા માટે મારામારી અને હત્યાના બનાવો પણ સામે આવી રહ્યા છે. સોમવારે જ રાજકોટ (Rajkot)માં એક વૃદ્ધે બીડી ન મળતા આપઘાત કરી લીધો હતો. […]

ગુજરાતમાં લૉકડાઉન-4 બે તબક્કામાં રહેશે, પ્રથમમાં છૂટ અપાશે, બીજામાં નિયમો બનશે, જાણો નિયમો સાથે કયા વેપાર-ધંધા શરૂ થશે

ગુજરાતમાં લૉકડાઉન-4 નિશ્વિત છે,પણ તે કેવુ રાખવું, કયાં વિસ્તાર,કયાં પ્રકારની દુકાનો, સંસ્થાઓને છૂટ આપવી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં તમામ જિલ્લાના કલેકટરો, મંત્રીઓ સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા થઇ હતી. આ પછી મળેલી કોર કમિટીની બેઠકમાં એક બાબતે સર્વસહમતિ સધાઇ હતી કે, લૉકડાઉન બે તબક્કામાં રાખવું, પ્રથમ સપ્તાહમાં […]

‘મેરી ઈતની બેઈજ્જતી કભી નહીં હુઈ’, સુરતમાં જામીન પર છૂટ્યા બાદ કરિયાણાના વેપારીને લાગી આવતા આપઘાત કરી લીધો

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, તેવામાં સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાના દુકાનદારને પોલીસે ઝડપી પાડી, તેના ઘર નજીક ઉઠક બેઠક કરાવી હતી અને 4 હજાર રૂપિયા લઇને જામીન ઉપર છોડ્યો હતો. જોકે આ વાતનું માઠું લાગી આવતા જામીન પર છૂટ્યાના બે […]

“આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ શું કરીએ, વતનમાં કુટુંબ છે” પરપ્રાંતિય મજૂરોએ જણાવી આપવીતી

લોકડાઉનમાં ગરીબ-મધ્યમ વર્ગની સ્થિતિ દયનિય બની છે. બીજા રાજ્યોમાંથી મજૂરી કામ કરવા આવેલા સરકારી સહાયના અભાવે નર્ક જેવું જીવન વિતાવી રહ્યા છે. અમદાવાદથી ઉત્તરપ્રદેશ જવા 19 લોકો શહેરની ગોલ્ડન ચોકડીએ આવી પહોચ્યા હતા. તેઓને સરકારી સહાય તો ઠીક ત્રણ દિવસથી જમવાનું પણ નહી મળતા હાલત કફોડી બની હતી. આ લોકડાઉન દેશ માટે કપરો સમય લઈને […]

કોરોનાનો ફફડાટ એવો કે આખું ગામ ખાલી થઈ ગયું, સૌરાષ્ટ્રના આ ગામમાં પોઝિટિવ કેસ આવતા લોકો સામાન સાથે ખેતરમાં ચાલ્યા ગયા

કોરોનાનો પેસારો હવે શહેરથી ગામડાઓ (Villages)માં પણ ફેલાયો છે. સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહ્યા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના (Coronavirus) ફેલાયો છે. સુરેન્દ્રનગર (Surendranagar)ની વાત કરવામાં આવે તો અહીં ગામમાં બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવતા આખું ગામ ખાલી થઈ ગયું છે. ચેપ ન ફેલાય […]

અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, 15 મેથી આ નિયમો સાથે શરૂ થશે શાકભાજી-કરિયાણાની દુકાનો, જાણો બીજી શું છુટછાટ મળશે?

હાલ સુપર સ્પ્રેડર્સને કારણે અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન છે. જેમાં શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો પણ બંધ છે. પણ 15 મેથી અમદાવાદીઓને આ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. આજે ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે દુકાનો ખોલવાની સાથે જરૂરી નિયમો પાળવાના રહેશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 362 કેસ, 24 દર્દીના મોત અને 466 ડિસ્ચાર્જ, કુલ 8904 કેસ

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયે છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 362 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં […]