કોરોનાના કારણે મોતને ભેટેલા હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર ગીરીશ ચાવડાના પરિવારને રૂ. 25 લાખનો સહાય ચેક અપાયો

કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામનાર હોમગાર્ડઝ કર્મચારીના આશ્રિતને રૂ. 25 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. હોમગાર્ડઝ અમદાવાદ શહેર (પશ્ચિમ)ના ડિવિઝન નં. 5ના પ્લાટૂન કમાન્ડર ગીરીશભાઈ ચાવડા કે જેઓનું 10 મેના રોજ કોરોના વાઈરસના સંક્રમણના કારણે અવસાન થયું હતું. તેમના વારસદાર ઇલાબેન ગીરીશભાઈ ચાવડાને ગૃહ વિભાગના ઠરાવ મુજબ રૂ.25 લાખની સહાયનો ચેક ડાયરેક્ટર જનરલ નાગરિક […]

ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત 5 દેશ કોરોના સંક્રમણથી મુક્ત થવા ભણી

ન્યુઝીલેન્ડમાં કોરોનાના માત્ર 22 એક્ટિવ કેસ છે. તેમાંથી માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં છે. બાકીના દર્દીઓની સ્થિતિ બહુ ગંભીર ન હોવાથી તેઓ ઘરે જ દેખરેખ હેઠળ છે. વડાપ્રધાન જેસિન્ડા આર્ડને તેની પુષ્ટિ કરી છે. દેશમાં અઠવાડિયાથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 20 દિવસમાં કોરોનાથી એકેય મોત પણ નથી થયું. તેથી સરકારે 29 મેથી […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, 23 મોત અને 410 દર્દી ડિસ્ચાર્જ થયા, રાજ્યમાં કુલ 15205 કેસ, કુલ મૃત્યુઆંક 938 થયો

ગુજરાતમાં કોરોના સંકટ દિવસને દિવસે ઘેરાતું જાય છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના 80 ટકા કેસ અહીં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 7 દિવસમાં દર 24 કલાકે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હોય તેવું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના […]

જેતપુરમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો: પ્રેમીએ પ્રેમિકા સાથે મનભરી શરીરસંબંધ બાંધી મિત્રોને હવાલે કરી, 3 વખત ગેંગરેપ કર્યો

જેતપુરની એક તરૂણીને ભોળવી એક યુવાને મિત્રતા કરી તેને જુદીજુદી જગ્યાએ મળવા બોલાવી બળજબરીપૂર્વક એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગ રેપ કરી ફોટાઓ પાડી તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે થી ત્રણ લાખ જેવી રકમ પણ પડાવી હોવાની તરૂણીએ ઇ મેઈલથી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. લેટેસ્ટ […]

એક્ટર સોનુ સૂદ રોજના 1000 થી 1200 શ્રમિકોને તેમના રાજ્ય પહોંચાડી રહ્યો છે, કહ્યું: ‘તમે મને એડ્રેસ જણાવો, હું તમને ઘરે પહોંચાડીશ’

‘15 મે આસપાસની વાત છે. હું પ્રવાસીઓને ઢાળેમાં ફળ અને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યો હતો. તેમણે પગપાળા જ કર્ણાટક અને બિહાર જતા હોવાની વાત કરી. આ સાંભળી હું પોતે ચોંક્યો કે આ લોકો બાળકો અને વડીલો સાથે પગપાળા કેવી રીતે જશે. મે તેમને કહ્યું કે- તમે 2 દિવસ રોકાઈ જાવ હું તમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા […]

રાજકોટના દંપતીનો અનોખો સેવા યજ્ઞ: 15 હજાર વોશેબલ માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક આપ્યા

કોરોના નામનો દૈત્ય આજે સમસ્ત વિશ્વને ધમરોળી રહ્યો છે. રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે માસ્ક અને સેનિટાઇઝર સક્ષમ પરિબળ બન્યા છે. સામાન્ય રીતે લોકો પોતાના હાથ રૂમાલ કે માસ્કથી મોઢું ઢાંકીને કોરોનાના સંક્રમણથી રક્ષણ મેળવે છે. પરંતુ ઘણાં જરીયાતમંદ લોકો એવા છે જે માસ્ક ખરીદી શકતા નથી. તેમના પ્રત્યે સંવેદના દાખવી […]

લોકડાઉન વધારવાથી આર્થિક તણાવની સાથે સાથે વધુ એક મેડિકલ સંકટ ઉભું થશે: આનંદ મહિન્દ્રાનું નિવેદન

સોશિયલ મીડિયા પર સક્રિય રહેલા મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ દેશમાં ચાલી રહેલા લોકડાઉન અંગે નિવેદન આપ્યું છે. આનંદ મહિન્દ્રાએ કહ્યું છે કે લોકડાઉન વધારવાથી આર્થિક તણાવ જ નહીં, પણ આરોગ્યનું નવું સંકટ પણ સર્જાશે. મહિન્દ્રાએ ટ્વિટ કર્યું હતું કે લોકડાઉન આગળ વધારવાથી તે અર્થતંત્ર માટે જ ઘાતક સાબિત થશે સાથે જ જેમ મેં અગાઉ […]

લૉકડાઉન પછી સ્કૂલોમાં પણ આવશે ઑડ-ઈવન, ત્રણ દિવસ સ્કૂલ ચાલું રહેશે અને ત્રણ દિવસ ઑનલાઈન ક્લાસ

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે હવે ધીમે-ધીમે પરિસ્થિત સામાન્ય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેટેગરીમાં હવે શાળાઓ ખોલવા માટેની અનેક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં શાળા ખૂલ્યા બાદ શાળાઓમાં શિક્ષણ પદ્ધતિ બદલાવા જઈ રહી છે. ચેપ ટાળવા માટે CBSE સાથે જોડાયેલી શાળાઓમાં બાળકોને ઓડ-ઇવન પેટર્ન રીતે બોલાવી શકાશે. આ વ્યવસ્થાને કારણે […]

રાજકોટમાં સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં સેવા આપવા માટે આગળ આવ્યા 20 ખાનગી ડોક્ટર, દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરશે

કોરોનાના વધતા જતાં કેસને પગલે રાજકોટના તબીબોએ એક મહત્વનો નિર્ણય લઇને સિવિલમાં આવેલી કોવિડ–19 હોસ્પિટલમાં શહેરના 20 નિષ્ણાંત ક્રિટિકલ કેર સર્જન નિ:શુલ્ક સેવા માટે જાડાયા છે. જેમાં ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસીન રાજકોટ બ્રાન્ચના ડો.તેજસ કરમટા, ડો.સંકલ્પ વણઝારા, ડો.જયેશ ડોબરીયા, ડો.મયકં ઠક્કર, ડો.તુષાર પટેલ, ડો.અમિત પટેલ, ડો.ભૂમિ દવે, ડો.વિશાલ સડતિયા, ડો.તુષાર બુધવાણી, ડો.નરેશ બાલાસરા, […]

વડોદરામાં સ્વાર્થી દીકરાએ માતાને ઘરમાંથી કાઢી મુકતા રડતા રડતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા, કહ્યું: ‘મારો દીકરો મને મારે છે ખાવા આપતો નથી મારી મદદ કરો’

કોરોના વાઈરસની મહામારીમાં સરકારી, અર્ધસરકારી તંત્ર, સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી લોકો કફોડી સ્થિતીમાં મુકાયેલા લોકોની નિશ્વાર્થ મદદ કરી રહ્યા છે, જોકે વડોદરામાં દીકરાએ જ તેની માતા ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના વાડી ચોખંડી વિસ્તારમાં નાની શાક માર્કેટ પાસે 65 વર્ષિય રાધાબેન દીકરા ચેતન સાથે રહે છે. રાધાબેન આજે સવારે રડતા..રડતા.. […]