ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા કેસ અને 608 ડિસ્ચાર્જ, 20ના મોત, કુલ કેસ 15,944 અને મૃત્યુઆંક 980 થયો

ગુજરાતમાં કોરોના સંકટ દિવસને દિવસે ઘેરાતું જાય છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના સૌથી વધુ કેસ અહીં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 7 દિવસમાં દર 24 કલાકે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હોય તેવું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના […]

ક્વૉરન્ટીન સેન્ટર માટે મુશ્કેલી બન્યો આ યુવક, 40 રોટલી અને 10 પ્લેટ ભાત તો એકલો જ પતાવી નાંખે છે

બિહારના બક્સર જિલ્લાનું એક ક્વોરન્ટિન સેન્ટર આજકાલ ચર્ચામાં છે કારણકે ત્યાં એક વ્યક્તિ એક વખતમાં 10 વ્યક્તિનું ભોજન જમે છે. આ ક્વોરન્ટિન સેન્ટરના સંચાલકોએ જણાવ્યું કે અનૂપ ઓઝા નામનો આ વ્યક્તિ એક વખતમાં 8થી 10 પ્લેટ ભાત અને 35થી 40 નંગ રોટલીઓ જમે છે. સાથે જ ભરપૂર પ્રમાણમાં શાક અને દાળ પણ જમે છે. આ […]

31મી પછી આખા દેશમાં લોકડાઉન લંબાવવાને બદલે ચોક્કસ સ્થળો પર જ નિયંત્રણ ચાલુ રાખવા ભલામણ.

કોરોનાની સ્થિતિ પર નજર રાખવા સરકારે બનાવેલી બે પેનલોએ લોકડાઉન હવે વધુ ના લંબાવવાની ભલામણ કરી છે. ચોથા તબક્કાનું લોકાઉન 31મી મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. તેવામાં આ પેનલોએ લોકડાઉન 4.0ની એક્ઝિટ સ્ટ્રેટેજીનો રિપોર્ટ સરકારને સોપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

અમદાવાદના અસલાલીમાં એકલવાયું જીવન જીવતી વિધવા મહિલાની કરપીણ હત્યાથી મચી ગઇ સનસનાટી, આરોપીઓએ હત્યા પહેલા શરીર સુખની કરી હતી માંગણી

અમદાવાદના અસલાલીમાં એકલવાયું જીવન જીવતી વિધવા મહિલાની કરપીણ હત્યાથી સનસનાટી મચી ગઇ છે. મહિલાની હત્યા કરીને આરોપીએ લાશ કૂવામાં ફેંકી દીધી હતી. આરોપીઓએ મહિલાના ઘરમાંથી ચોરી કરતા મહિલાએ ઠપકો આપ્યો હતો જેથી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. અસલાલી પોલીસે હત્યાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

અમદાવાદની સિવિલની ઘોર બેદરકારી, વેન્ટિલેટર પર દર્દીને મૂક્યાને મોંઢાના ભાગેથી ધડધડ લોહી નીકળતાં જ મોત

અમદાવાદ શહેરમાં મે મહિનાની શરૂઆતથી કોરોનાના કેસોમાં જે ઉછાળો જોવા મળ્યો હતો તેમાં કોઇ ખાસ ઘટાડો જોવા મળી રહ્યો નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૮ દિવસથી એક દિવસનો અપવાદ છોડીને સતત ૨૫૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે જ્યારે છેલ્લા ૨૮ દિવસમાં બે વાર દૈનિક ધોરણે ૩૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

કોરોના વોરિયર્સની સુરક્ષા સાથે થઈ રહ્યા છે ચેડા: PPE કિટના નામે કોરોના વોરિયર્સને પહેરાવી પ્લાસ્કિટની કોથળીઓ

રાજ્ય સરકારની જીએમએસસીએલ (ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ) રેઇનકોટને પણ સારા કહેવડાવે તેવા રદ્દી મટિરિયલના પીપીઇ કીટ ઉંચા ભાવે ખરીદીને રાજ્યના હેલ્થ વર્કર્સને સપ્લાય કરી રહી છે. આવી જ 12 હજારથી વધુ રદ્દી પ્રકારની પીપીઇ કીટ સુરત પાલિકાને પણ સપ્લાય કરાઇ છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોના સામેની લડાઈ કરી રહેલા આ હેલ્થ વર્કર્સને જીએમએસીએલે […]

ગુજરાતમાં 1લી જૂનથી વધુ છૂટછાટો સાથે લોકડાઉન 5.0 આવશે, સાંજે 7 વાગ્યાને બદલે 9 વાગ્યા સુધી વધુ 2 કલાક મુક્તિ સાથે વેપારમાં પણ છૂટછાટ અપાશે

ગુજરાતમાં લોક ડાઉન 4 પૂરું થવા ને હજુ ત્રણ દિવસ બાકી છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારની પણ નવી ગાઈડલાઈન જારી કરીને જે-તે રાજ્ય સરકારને પોતપોતાની પ્રવર્તમાન કોરોના સ્થિતિ મુજબ લોકડાઉનના વધુ એક તબક્કાની સત્તા આપી શકે છે. આ એક રીતે લોકડાઉન 5.0 જેવું હોઈ શકે છે જેમાં વધુ છૂટછાટો અપાઈ શકે છે. રાજ્ય સરકારો પોતાની […]

ક્વોરન્ટીનના સિક્કાના કારણે ચામડી બળી જતી હોવાની ઘટના આવી સામે, એક જ પરિવારના મહિલા, પુરુષ અને બાળકીની ચામડી બળી જતા પરિવાર દોડતું થયું

સુરત શહેરમાં ક્વોરન્ટીનના સિક્કાના કારણે એક પરિવારના ત્રણ સભ્યોને એલર્જીથી ચામડી બળી જતા પરિવાર મૂંઝવણમાં મૂકાઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. જુનાગઢથી પરત ફર્યા બાદ પરિવાર ક્વોરન્ટીનમાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો બાળકી સહિત ત્રણ સભ્યોની ચામડી બળી ગઈ સુરતમાં પ્રવેશવા માટે પાલિકા દ્વારા […]

પૈસા નહોતા, પગપાળા ચાલવાની હિંમત નહોતી; લોકોની મદદથી ફ્લાઇટથી રાંચી પહોંચ્યા મજૂર, ઘરે પહોંચી ધરતીને પ્રણામ કર્યા

લોકડાઉનને કારણે મુંબઇમાં ફસાયેલા ઝારખંડના 180 મજૂરોના 2 સપના પૂરા થયા. એક, તે આ મુશ્કેલ સમયમાં તેમના ઘરે પહોંચ્યો, બીજુ, તેમને જીવનમાં પહેલી વાર હવાઇ મુસાફરી કરવાની તક મળી. ઘરે આવવા માટે ટ્રેનની ટિકિટ મેળવવા માટે પણ તેમની પાસે પૈસા નહોતા. તેઓની પાસે પગપાળા આવવાની હિંમત નહોતી, આવી સ્થિતિમાં બેંગ્લોરના નેશનલ લો સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ […]

અમદાવાદમાં સોલા સિવિલે યુવકને 5 દિવસથી તાવ-શરદી- ઉધરસ અને ગળામાં બળતરા થતી હોવા છતાં કોરોના ટેસ્ટની સ્પષ્ટ ના પાડી દીધી

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ટેસ્ટિંગ ન કરાતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા યુવકને છેલ્લા પાંચ દિવસથી તાવ, શરદી- ઉધરસ અને ગળામાં બળતરાની તકલીફ થતા આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા ગયો હતો. પરંતુ સોલા સિવિલ હોસ્પિટલના ડોકટરોએ તપાસ કરી યુવકના ટેસ્ટ […]