ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા કેસ અને 27ના મોત, રાજ્યમાં કુલ કેસ 16365- મૃત્યુઆંક 1007 થયો

સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઇને લૉકડાઉન-5.0ના નવા નામ સાથે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કેટલીક બાબતોની મંજૂરી તો કેટલાક પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. […]

સુરતમાં લોકડાઉનના લીધે આર્થિક સ્થિતિ કફોડી બની જતા કાપડના વેપારીએ કર્યો આપઘાત!

કોરોના વાયરસ (Coronavirus)ને લઈને સતત વેપાર અને ઉદ્યોગ બંધ રહેતા આર્થિક ભીંસ વધતા માનસિક તાણ (Mental Trace due to Lockdown) અનુભવતા લોકો ન કરવાનું કરી લેતા હોય છે. સુરતના અડાજણ (Surat Adajan Area) વિસ્તારમાં રહેતા એક કાપડ વેપારીએ આવેશમાં આવીને ગતરોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. લેટેસ્ટ ન્યૂઝ […]

ગુજરાતમાં લૉકડાઉન 5.0 માં ધાર્મિક સ્થળો ખૂલશે, દુકાનોનો સમય વધશે, હોટેલ-રેસ્ટોરન્ટને પણ મળી શકે છે છૂટ

કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5 કેવા પ્રકારનું રહેશે તેની જાહેરાત એકાદ-બે દિવસમાં જ થશે,પરંતુ આ પહેલાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર કેવા પ્રકારની છૂટછાટ આપશે તેના સંકેત મેળવીને ગુજરાતમાં લૉકડાઉન-5 કેવા પ્રકારનું રાખવું તેની તૈયારી કરી લીધી છે. ગુજરાત સરકાર લૉકડાઉન-5માં લૉકડાઉન-4ની છૂટછાટ યથાવત્ રાખશે,પણ આ સાથે છૂટછાટ વધારશે. હાલમાં રાત્રે બહાર નીકળવા પર જે પ્રતિબંધ છે […]

ચીનને પાઠ ભણાવવા સ્વદેશી અપનાવીને તેની કમર તોડી નાંખો, તે આપણા માટે પણ વરદાન સાબિત થશે- શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુક

લદાખમાં એલએસી પર ભારત-ચીનના સૈન્ય ફરી એક વાર આમને-સામને આવી ગયા છે. ચીનને પાઠ ભણાવવા શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુકે ‘મેડ ઇન ચાઇના’ વસ્તુઓનો બહિષ્કાર કરીને ચીનની આર્થિક સ્થિતિ નબળી પાડવા ઝુંબેશ હાથ ધરી છે. તેમણે કહ્યું કે ચીનની વસ્તુઓનો એટલા મોટા પાયે બોયકોટ કરવો જોઇએ કે તેનું અર્થતંત્ર પડી ભાંગે અને ત્યાંની જનતા ગુસ્સામાં […]

રાજકોટમાં પાન-બીડી-તમાકુના મોટા વેપારીઓને ત્યાં દરોડા, રિટેલમાં માલ વેચવાને બદલે કરી રહ્યા હતા કાળાબજારી

રાજકોટ વેટ જીએસટી તંત્ર દ્વારા કાલે શહેરમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના રર જેટલા મોટા વેપારીઓને ત્યાં સોપારી-પાન મસાલા-તમાકુ-સીગારેટ ધંધાર્થીઓનો ટેક્ષ બાકી, ટેક્ષ ચોરી, બાબતે દરોડાનો દોર શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે. શહેરના અમુક રીટેઇલ વેપારીઓએ એવી ફરીયાદો કરી હતી કે, અમુક એજન્સી વાળા સોપારી-તમાકૂ આપતા નથી અને કાળાબજાર કરે છે, પરીણામે […]

સિમ્સ હોસ્પિટલે શરૂ કરેલી ‘લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ’ થેરપી, કોરોનાના દર્દીને ઊંધો સુવડાવી ઓક્સિજન આપવાથી કલાકમાં લેવલ વધે છે, વેન્ટિલેટરની જરૂર પડતી નથી

કોરોનાની ચોક્કસ દવા કે વેક્સિન નથી જેથી મોટાભાગનાં દર્દીને ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી ગંભીર અવસ્થામાં વેન્ટિલેટર પર મૂકવા પડે છે. સિમ્સ હોસ્પિટલના ફિઝિયોથેરાપીની ટીમ દ્વારા અપાતી ‘લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ થેરપી’ સંજીવની સાબિત થઇ રહી છે. શ્વાસમાં તકલીફ, ઓક્સિજન અને વેન્ટિલેટર પરના દર્દીને આ થેરપી શરુ કર્યાના એક કલાકમાં જ ઓક્સિજનનું પ્રમાણ વધતું હોવાનો હોસ્પિટલનો દાવો છે. […]

મુસ્લિમ મિત્રએ હિન્દુ શખ્શના અવસાન બાદ હિન્દુ ધર્મના રીતિ-રીવાજ મુજબ કરી બારમાંની વિધિ

માંગરોળ તાલુકાના વાંકલ ગામે તાજેતરમાં હિન્દુ મિત્રનું અવસાન થતા મુસ્લિમ મિત્રએ અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારબાદ મુસ્લિમ મિત્રએ હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ મિત્રના મરણની બારમા-તેરમાની વિધિ બ્રાહ્મણના હસ્તે કરાવી લોકોને લાડુનું ભોજન જમાડી કોમી એકતા ભાઇચારા સાથે મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

દેશમાં પહેલીવાર પંચગવ્યમાંથી બનેલી આયુર્વેદિક દવાની કોરોના પોઝિટિવ દર્દીમાં ટ્રાયલ કરાશે, દવામાં ગાયના દૂધ, માખણ, ઘી, છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ

કોરોના વાઇરસે આખા વિશ્વને બાનમાં લીધું છે. દેશમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દિવસેને દિવસે કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે. કોરોનાની રસી આખું વિશ્વ શોધવા મથી રહ્યું છે પરંતુ હજી સુધી સફળતા મળી નથી. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભ કથીરીયાએ જણાવ્યું હતું કે, ભારત પ્રથમ વખત ગાયનાપંચગવ્યથી તૈયાર કરવામાં આવેલી દવાનોકોરોના […]

ચુંદડીવાળા માતાજીને સંપુર્ણ શણગાર સાથે આશ્રમના હોલમાં આસનની જગ્યાએ જ સમાધિ અપાઈ

અંબાજી સ્થિત ગબ્બર નજીક આવેલા આશ્રમમાં નિવાસ કરતાં ચુંદડીવાળા માતાજીએ મંગળવારે મધ્યરાત્રીએ તેમના વતન માણસાના ચારડા ગામે દેહોત્સર્ગ કર્યો હતો. જે બાદ તેમના ભક્તો દર્શન કરી શકે તે અર્થે ચૂંદડીવાળા માતાજીના દેહને અંબાજી સ્થિત આશ્રમમાં લવાયો હતો. અંબાજી શક્તિદ્વાર પાસે પોલીસ જવાનો તૈનાત હતા મંગળ અને બુધવારે ભક્તો લોકડાઉનના નિયમોનુસાર દર્શન અર્થે પહોંચ્યા હતા. જે […]

પ્રસિદ્ધ જ્યોતિષી બેજાન દારુવાલાનું કોરોનાથી 90ની વયે નિધન, જો કે તેમના પુત્રએ કહ્યું, બાપુજીનું નિધન કોરોનાથી નહીં ઓક્સિજન લેવલ ઘટવાથી થયું છે

વિખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલાનું 90ની વયેએપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું છે.જો કે, આ અંગે બેજાન દારૂવાલાના પુત્ર નસ્તુર દારૂવાલાએ જણાવ્યું હતું કે, પિતાનું ન્યૂમોનિયાના ઈન્ફેક્શન અને ઓક્સિજન ઓછો મળતો હોવાના કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, બેજાન દારૂવાલાની અઠવાડીયા પહેલા તબિયત લથડતા તેઓને અમદાવાદ પાસે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને […]