વાવાઝોડાની આફત વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો

હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને વાવાઝોડાની ચેતવણી આપી છે. તેવામાં આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે ખાંભા પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

નેશનલ હાઇવે અસલામત! વટામણ ચોકડી પાસે ટ્રક ડ્રાઇવરોને માર મારી રોકડ, મોબાઇલની લૂંટ કરીને લુખ્ખાઓ ફરાર થતા હાહાકાર, ટ્રક ડ્રાઇવરોનો વીડિયો વાયરલ

રાજ્યમાં લૉકડાઉન હળવું થતાની સાથે જ હાઇવે પર ચહેલ પહેલ વધી છે. જોકે, આ તકનો લાભ લઈને લૂંટારૂઓ પણ સક્રિય થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રિના ધમધમતા તારાપુર- વટામણ હાઇવે પર વટામણ ચોકડી પાસે ટ્રકના ડ્રાઇવરોને લૂંટવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સોએ ટ્રક ડ્રાઇવરોને ઢોર માર મારી અને તેમની પાસે હતી એટલી રોકડ રકમ […]

દરેક શાળાઓમાં લાગૂ કરાશે ઓડ-ઈવન સિસ્ટમ, ક્લાસમાં કરાવાશે બાળકોને યોગ, શાળાઓને બે શિફ્ટમાં શરૂ કરાશે

શહેરની 1643 શાળાઓમાં 7.65 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લોકડાઉન-4 બાદ 8 જૂનથી ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ વગેરેને ખોલવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જોકે શાળાઓ અને કોલેજોને ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી દીધો છે. બીજી બાજુ શાળા સંચાલકોએ પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા માટે નવા નિયમો અને ગાઈડલાઈન લાવી રહ્યાં છે. એટલે કે […]

અનાજ કૌભાંડ: સરકારી અનાજના ગોડાઉનમાં ગાંધીનગરની સ્ક્વોર્ડનું ચેકિંગ થતા સ્ટોક કરતાં વધુ 4 હજાર કિલો ઘઉં-ચોખા મળ્યા

ભરૂચના તાલુકા પંચાયત કચેરીની પાછળ આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં રહેલા સરકારી સસ્તા અનાજના જથ્થામાંથી ગુણ દીઠ ઓછું અનાજ ભરીને કટકી ખાઈ બારોબાર વેચવાના કૌભાંડનો ધારાસભ્યે પર્દાફાશ કર્યો હતો. પુરવઠા અધિકારીએ સમગ્ર રિપોર્ટ ગાંધીનગર પુરવઠા વિભાગને મોકલી આપતા શુક્રવારે સવારે 3 મદદનીશ નિયામકોની ટીમ ભરૂચ દોડી આવી હતી. ટીમે અનાજના જથ્થાના સ્ટોકની ગણતરી કરી રેકોર્ડની તપાસ […]

ડિસ્ચાર્જ રેટ વધારવા માટે પોલંપોલ? અમદાવાદમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો જે ડિસ્ચાર્જ પોલિસી પર અનેક સવાલો ઉભા કરે છે

રાજ્યમાં ગુજરાત સરકાર કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો હોવાનું અને કોરોના નિયંત્રણમાં હોવાનું જણાવી રહી છે. પણ તેવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું. પણ દર્દી ઘરે પહોંચ્યાના થોડા કલાકોમાં તેની તબિયત લથડતાં ફરીથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલના આ કિસ્સાએ ડિસ્ચાર્જની […]

અનલોક 1: એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, જાહેર કરી નવી ગાઈડલાઈન

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી જારી લૉકડાઉનને 30 જૂન સુધી આગળ વધારવામાં આવ્યું છે. આ દરમિયાન રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. આ લૉકડાઉનમાં પણ શરતોની સાથે છૂટ મળશે. આ લૉકડાઉન 5ને ‘અનલૉક 1’ નામ અપાયું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

અમદાવાદમાં કોમર્સ કોલેજની ફૂટપાથ પર 40 વર્ષથી પ્રેમથી જમાડતા જયભવાની પૂરી-શાકવાળા ચંદ્રગિરિ ગોસ્વામીનું થયું નિધન. !! ૐ શાંતિ !!

અમદાવાદ શહેરમાં અને તેમાં પણ ખાસકરીને નવરંગપુરા વિસ્તારની કોલેજોમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા બહારગામના મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને ઓફિસમાં કામ કરતા સંખ્યાબંધ લોકોને છેલ્લા ચાર દાયકાથી અત્યંત વાજબી ભાવે ભરપેટ પૂરી શાક જમાડતા જયભવાની પૂરીશાકવાળા ચંદ્રગિરિ વિસનગિરિ ગોસ્વામી ઉર્ફે ચંદ્રાદાદાનું શુક્રવારે નિધન થયું છે. ચંદ્રાદાદાની ખાસિયત એ હતી કે દિવાળી હોય કે હોળી, જન્માષ્મી હોય કે […]

રાશનકાર્ડ ધારકો માટે આવ્યા કામના સમાચાર, 1 જૂનથી બદલાઈ જશે આ નિયમો

કોરોના સંકટની વચ્ચે દેશભરમાં રાશન કાર્ડ પોર્ટેબિલિટીની ચર્ચા થઇ રહી છે. દેશના 15 થી વધારે રાજ્યોમાં રાશનકાર્ડ પોર્ટેબિલિટીને મંજૂરી આપવામાં આવી છે. 1 જૂનથી 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાશનકાર્ડ પોર્ટેબિલિટી સેવા ‘વન નેશન-વન રાશનકાર્ડ’ અમલમાં આવી જશે. વન નેશન વન રાશનકાર્ડ યોજના અત્યારે ઘણી જ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર […]

અનલોક 1: જાણો, રાજ્ય સરકારે કઈ 15 મોટી જાહેરાતો કરી? રાજ્યમાં ગાઈડલાઈનને આધિન આપી નવી છૂટછાટો

કેન્દ્ર સરકારે લોકડાઉન 5.0માં કેટલીક વધારાની છૂટનો સમાવેશ કર્યો છે. અનલોક-1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પણ રજૂ કરવામાં આવી છે. જે 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે તો ગુજરાત સરકારે પણ કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ તેમજ રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો આગવો વ્યૂહ અપનાવ્યો છે. જે અનુસાર પહેલી જૂન-2020થી […]

સરકારની મહત્વની જાહેરાત: સોમવારથી સમગ્ર રાજ્યમાં એસટી અને સિટી બસ સેવા શરૂ થશે, ટુવ્હીલર પર હવે બે જણાં બેસી શકશે

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ રાજ્ય સરકારે અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેને પગલે તેમણે અનલોક-1ને લઇને મહત્વની જાહેરાત કરી છે. સોમવારથી સમગ્ર રાજ્યમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે એસટી બસ સેવા ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ AMTS બસ સેવા પણ 50 ટકા બેઠક વ્યવસ્થા સાથે ચાલુ કરવામાં આવશે. આ સિવાય રાજ્યમાં સીટી બસ […]