રાજકોટમાં GRD જવાન વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, SPએ કર્યો સસ્પેન્ડ

હાલ સોશિયલ મીડિયામાં જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળનો જવાન લાંચ લેતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ વીડીયો રાજકોટ જિલ્લાના શાપર ગામનો હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ વાયરલ વીડિયો મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મેળા દ્વારા વીડિયોમાં દેખાતા જીઆરડી જવાનને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે. […]

જો તમે પણ સૂતી વખતે ઓશિકા નીચે મોબાઈલ રાખો છો તો થઈ જજો સાવધાન, જાણો ચોંકાવનારો કિસ્સો

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતાં કેરળ (Kerala)માં રહેતા એક 53 વર્ષીય વ્યક્તિનો હાથ અને ખભો સળગી ગયો હતો. જ્યારે મોબાઈલ ઓશીકા (Mobile Under Pillow)ની નીચે હતો ત્યારે તેમાં બ્લાસ્ટની ઘટના બની હતી. કેરળના કોલ્લમમાં ઓચિરાના રહેવાસી ચંદ્ર બાબુ જ્યારે સૂતા હતા ત્યારે તેના ઓશીકા નીચેનો મોબાઇલ ફોન ફાટ્યો હતો. તે ઓટોરિક્ષા ચાલક છે. તે નોકિયાના ફોનનો […]

બેદરકારી: પોસ્ટ ઓફિસની નાનકડી ભૂલથી ચીખલીના યુવકને ઇન્ટરવ્યૂ શરૂ થયા બાદ મળ્યો કોલ લેટર, એજ્યુકેટેડ યુવાન ફરી એકવાર બેરોજગારીના દિવસો ગણવા બન્યો મજબૂર

ચીખલી તાલુકાના એક ગામડાના ગરીબ પરિવારના યુવાનને ઇન્ટરવ્યૂ શરૂ થયાના સમય બાદ ઇન્ટરવ્યૂનો કોલ લેટર મળ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોસ્ટ ઓફીસની એક નાનકડી ભૂલને કારણે ત્રણ વર્ષથી નોકરી માટે વલખા મારતો એજ્યુકેટેડ યુવાન ફરી એકવાર બેરોજગારીના દિવસો ગણવા મજબૂર બન્યો છે. પીડિત યુવાન દિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે GEBમાં લાઇન મેન તરીકે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1046 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,79,679 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસોથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા તો રાજ્યમાં 900થી પણ ઓછા કેસ આવી રહ્યા હતા. ત્યાં જ હવે છેલ્લા ચાર દિવસથી કોરોના વાયરસનો કહેર […]

કમરના દુખાવાથી હંમેશા માટે મળશે રાહત, અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર, જાણો અને શેર કરો

પીઠનો દુખાવો, જે આજે લોકો માટે ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ આ સમસ્યા નથી કારણ કે જો તે નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે, જેનાથી ઉઠવા બેસવામાં પણ મુશ્કેલી થાય છે. પરંતુ સવાલ એ છે કે પહેલા આ સમસ્યા વૃદ્ધ લોકોમાં થતી હતી, પરંતુ હવે યુવાનો તેનાથી વધુ સંવેદનશીલ છે, તો પછી તમને જણાવી દઈએ […]

સિદ્વપુરમાં બેરોજગારીએ યુવકનો જીવ લીધો: એન્જિનિયર યુવકે નોકરી ન મળતાં આત્મહત્યા કરી લીધી

દેશ અને રાજ્ય માં અગાઉ થી જ બેરોજગારી નો પ્રશ્ન વિકટ હતો એમાંય કોરોના અને લોકડાઉન માં બેકારી વધતા હવે યુવાનો માં નિરાશા ફરી વળી છે અને આવા સમયે બેરોજગારીએ એક યુવકના જીવનનો ભોગ લીધો હોવાની હકીકત સામે આવી છે. પાટણના સિદ્વપુરમાં બેરોજગારીથી કંટાળી ચિરાગ વાઘેલા નામના એન્જિનિયર યુવકે આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ […]

લગ્નના 8 વર્ષ બાદ પણ કોઈ સંતાન ન થતાં કરવા ચોથ પર પત્નીએ જે કર્યુ તે જાણીને તમારા રૂંવાડા ઊભાં થઈ જશે, જાણો વિગતે

કરવાચોથના દિવસે દેશ-વિદેશમાં મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરી રહી હતી. ત્યારે મધ્યપ્રદેશમાં આ દિવસે એક મહિલા પર પોતાના પતિને જીવતો સળગાવી દેવાનો સંવેદનશીલ આરોપ લગાવામાં આવ્યો છે. રિપોર્ટના જણાવ્યાં મુજબ પત્નીએ બાળકો નહી થવાને લઇને થયેલા વિવાદ પછી પતિ પર કેરોસિન નાંખીને જીવતો સળગાવી દીધો. આ ઘટના ગંધવાનીના બોરડાબરા ગામની છે. રાતની […]

સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ કરવા ચોથ બાદ ફરવા ગયો પરિવાર પછી ત્યાં સેલ્ફી લેવા જતા 800 ફૂટ ઊંડી ખીણમાં પડતા મહિલાનું મોત

અત્યારે નાનાથી લઈને મોટા લોકોમાં સેલ્ફી (Selfie) પાડવાનો ક્રેઝ (selfie crazy people) જબરદસ્ત જોવા મળે છે. ગમે તે સ્થળે સેલ્ફી લેવા લાગે છે. જોકે, ક્યારેક સેલ્ફીની લ્હાયમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાની કરુણ ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઇન્દોરમાં (Indore) બની છે. અહીં કરવા ચોથ (karwa chauth) […]

અમેરિકામાં પટેલે વગાડ્યો ડંકો: વાડોદરના અમી બેરા અમેરિકામાં સાંસદ બનતા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદરના યુવાને અમેરિકામાં ડંકો વગાડ્યો. ધોરાજી તાલુકાના નાના એવા ગામનો યુવક અમેરિકામાં સાંસદ બનતા ગુજરાત સહિત કડવા પટેલનુ ગૌરવ વધાર્યું છે. ધોરાજી તાલુકાના વાડોદરના વતની હાલ અમેરિકા વસેલા એવા બાબુભાઇ બેરાના પુત્ર અમી બેરાએ કેલિફોર્નિયાથી બજ પેટરસનને હરાવી અમેરિકન સંસદમાં સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. 55 વર્ષીય અમી બેરા ડેમોક્રેટ ઉમેદવાર […]

રાજકોટની યુવતીનો આંખ ઉઘાડનારો કિસ્સો: ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી નોકરીની લાલચ આપી જાળમાં ફસાવીને નરાધમોએ દુષ્કર્મ આચર્યું

અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન (Ahmedabad Woman Police Station) મા 5 નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ (Rajkot)ની યુવતીને કોર્પોરેટર હાઉસમાં નોકરી આપવાની લાલચ આપી સોનેરી ભવિષ્ય બનાવવાના સપના બતાવી દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓએ એમડી ડ્રગ્સ (MD Drugs)નો નશો કરી ગેંગરેપ કાર્યાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે. ત્યારે ગેંગરેપ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad […]