લગ્નના 8 વર્ષ બાદ પણ કોઈ સંતાન ન થતાં કરવા ચોથ પર પત્નીએ જે કર્યુ તે જાણીને તમારા રૂંવાડા ઊભાં થઈ જશે, જાણો વિગતે

કરવાચોથના દિવસે દેશ-વિદેશમાં મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરી રહી હતી. ત્યારે મધ્યપ્રદેશમાં આ દિવસે એક મહિલા પર પોતાના પતિને જીવતો સળગાવી દેવાનો સંવેદનશીલ આરોપ લગાવામાં આવ્યો છે. રિપોર્ટના જણાવ્યાં મુજબ પત્નીએ બાળકો નહી થવાને લઇને થયેલા વિવાદ પછી પતિ પર કેરોસિન નાંખીને જીવતો સળગાવી દીધો.

આ ઘટના ગંધવાનીના બોરડાબરા ગામની છે. રાતની નજીક દોઢ વાગે થયેલા વિવાદ પછી પત્નીએ પતિને જીવતો સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો. ઇજાગ્રસ્ત અવસ્થામાં તેને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા તેનું મૃત્યું થયું. પોલીસી આરોપી પત્નીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યાં મુજબ વિવાદ થવાની મુખ્ય કારણ લગ્નના 8 વર્ષ પછી બાળકો નહીં થવાનું હતં. પોલીસે જણાવ્યું કે બાળકો નહીં થવાના કારણે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝગડો થતો રહેતો હતો. દૂર્ઘટનાના દિવસે એટલો વિવાદ વધી ગયો કે પત્ની હિરલબેનને કેરોસીન નાંખીને પતિ તોપ સિંહને સળગાવી દીધો.

તોપ સિંહના સળગાવ્યા બાદ તેની ચીસો સાંભળી આસ-પાસના લોકો દોડી આવ્યાં હતા અને તેના પર પાણી નાંખી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યા સુધીમાં શરીર આખુ સળગી ગયું હતું. જો કે ત્યારબાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો જ્યાં તેમને ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો. પતિના મૃત્યું પછી ધારા 302 હેઠળ કેસ દાખલ કરી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો