આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂ

અમદાવાદમાં કર્ફ્યૂ અને રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે નીતિન પેટેલે માહિતી આપી છે. સીએમની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નીતિન પટેલે જણાવ્યું છેકે, આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોએ સહેજ પણ ભયભીત થવાની જરૂર નથી. આજથી 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1420 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,94,402 થયો

દેશ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના નવા કેસ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરોમાં સંક્રમણે ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1420 કેસ સામે આવ્યા છે. દિવાળી બાદ દિવસેને દિવસે રેકોર્ડ તોડ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1420 કોરોના વાયરસના […]

કબજિયાત અને ડાયાબિટીસથી લઈને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ છે આવા લોટની રોટલી, મલ્ટીગ્રેન લોટના ફાયદા જાણો અને શેર કરો

અત્યારે બજારમાં ઘણાં પ્રકારના મલ્ટીગ્રેન લોટ મળી રહ્યાં છે. જોકે તેમાં ગુણવત્તાની ખાતરી મળતી નથી અને આ લોટ મોંઘા હોવાને કારણે લોકો તેને ખાવાનું ટાળતાં હોય છે. પણ જો જાતે જ ઘરે અલગ-અલગ અનાજ મિક્સ કરીને લોટ દળાવવામાં આવે તો તેમાં ગુણવત્તાની તો ગેરંટી હોય જ છે, સાથે જ તે સસ્તો પણ પડે છે. ઘઉંની […]

અમદાવાદમાં મહિલાને શરદી-તાવ આવતા કોરોના થઈ ગયો હોવાના ડરથી પરિવારને બચાવવા કર્યો આપઘાત

કોરોના વાયરસના કહેરનો બીજો રાઉન્ડ જાણે કે હવે શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમય થી કોરોના પોઝિટિવ કેસ માં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના થયો હોવાના ડર થી કૃષ્ણનગર માં એક મહિલા એ આત્મહત્યા કરી છે. કોરોના વાયરસના કહેરે લોકોને આર્થિક રીતે નબળા પાડી દીધા છે, પરંતુ હવે […]

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડની દાદાગીરી, દર્દી સાથે આવેલા સંબંધીને દંડા વડે ફટકારતો વીડિયો વાઈરલ

વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સયાજી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સની દાદાગીરીના વિડિયો સામે આવ્યા છે. સિક્યુરિટી ગાર્ડ્સ દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતા વિડિયો વાઈરલ થતાં શહેરીજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે અને સયાજી હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડીની રાજ્ય સરકાર નોંધ લે તેવી લોક માંગ ઉઠી છે. સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રંજન ઐયરે જણાવ્યું […]

ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી આ માત્ર એક અફવા છે: CM રૂપાણીની સ્પષ્ટતા

દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી લોકોમાં લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો. તેમજ અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લૉકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે અંબાજી દર્શન માટે પહોંચેલા મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ […]

AMCનો વધુ એક મોટો નિર્ણયઃ અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી શનિ-રવિ 2 દિવસ સુધી સંપૂર્ણ કરફ્યુ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશને વધુ એક મોટો નિર્ણય લીધો છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધીના સંપૂર્ણ કર્ફ્યુ રહેશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે. મહત્વનું છે કે, આ અગાઉ […]

અઢી મહિનામાં 76 ગુમ બાળકોને શોધી તેમના માતા-પિતાને સોંપનાર મહિલા હેડ કોન્સ્ટેબલને મળ્યું આઉટ ઓફ ટર્ન પ્રમોશન

ઉતરપ્રદેશના તિગરી વિસ્તારના એક ગામમાં મનીષા પોતાના ઘરની બહાર બે બાળકોને પોતાના ખોળામાં લઈને બેઠી હતી, જ્યારે દિલ્હી પોલીસની એક ટીમ ત્યાં પહોંચી. પોલીસને જોતા જ તે રડવા લાગી અને કહ્યું કે મને અહીંથી લઈ જાવ. દિલ્હી પોલીસના હેડકોન્સ્ટેબ સીમા ઢાકા અને તેમની ટીમ મનીષાને રેસ્ક્યૂ કરીને દિલ્હી લઈ આવી હતી. આ ઓગસ્ટ 2020ની વાત […]

બિહારના નવા શિક્ષણમંત્રીને રાષ્ટ્રગીત આવડતું નથી, વિવાદ પછી આપ્યું રાજીનામું, જુઓ વીડિયો

બિહારની નવી નીતીશ કુમાર સરકારમાં શિક્ષણમંત્રી બનાવવામાં આવેલાં મેવાલાલ ચૌધરીનો એક વીડિયો RJDએ ટ્વીટ કરતાં તે વિવાદમાં છે. RJDએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં મેવાલાલ ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાઈ રહ્યાં છે. મેવાલાલ રાષ્ટ્રગીત ગાતી વખતે અમુક પંક્તિઓ ભૂલી જાય છે અને જેમ તેમ રાષ્ટ્રગીત પુરું કરી ભારત માતા કી જય અને વંદે માતરમનો નારો […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1340 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,92,928 થયો

ગુજરાતમાં દિવાળી બાદ સતત કોરોનાનાં નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. અને હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના (Gujarat Corona)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં (Covid 19) નવા 1340 કેસો નોંધાયા છે, જ્યારે 7 દર્દીઓનાં મોત નિપજ્યા છે અને 1113 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આમ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક […]