અમદાવાદમાં પોલીસકર્મીની ‘લુખ્ખી’ દાદાગીરીનો વિડિયો વાઇરલ: માસ્ક કેમ નથી પહેર્યું કહીને યુવકને ઢોર માર માર્યો

અમદાવાદ (Ahmedaba)માં ફરી એકવાર પોલીસકર્મી (PoliceMan)ની દાદાગીરી સામે આવી છે. પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે સોસાયટીના સિક્યુરિટી સુપરવાઈઝર (Security Supervisor)ને માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માસ્ક (Mask)મુદ્દે પોલીસકર્મીએ સુપરવાઈઝરને માર માર્યાનો આરોપ લાગી રહ્યો છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ત્યારે અમદાવાદમાં પોલસકર્મી અને સિક્યુરિટી સુપરવાઈઝરને […]

વડોદરામાં લવ-જેહાદનો મામલો: નાગરવાડાના મુસ્લિમ યુવકે બ્રાહ્મણ પ્રેમિકાને ભગાડી લઇ જઇ મુંબઇમાં ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરતાં હોબાળો

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત 2જી ડિસેમ્બરે ઘેરથી ભગાડી ને મુંબઈ લઈ ગયા બાદ 6 તારીખે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જયાં બંનેનું ચાર […]

રાજકોટમાં અધૂરા મહિને જન્મેલ બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી કોરોના સામે મેળવી જીત

રાજકોટના ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી હતી. બાળક હસતું રમતું હોય તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પિંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું શરીર કોઈ પણ હિંમતવાનને હચમચાવી દેવા માટે પૂરતું છે. આ પરિસ્થિતિમાં બાળકે નવજીવનની હિંમતભેર શરૂઆત કરી. માત્ર 14 દિવસમાં સિવિલના […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1115 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,32,118 થયો

ગુજરાતમાં હવે ધીમે ધીમે કોરોનાનાં (Gujarat Corona) કેસો ઘટવાનુ શરૂ થયુ છે. દિવાળી પહેલાં રાજ્યમાં 1000થી પણ ઓછા કેસ નોંધાતા હતા. અને દિવાળી બાદ તેમાં એકાએક ઉછાળો આવ્યો હતો. જો કે હવે રાજ્યમાં કોરોનાનાં કેસો (Covid 19)ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં (Gujarat Corona Update)નવા 1115 કેસ નોંધાયા છે, જ્યારે 8 […]

શિયાળામાં તમને પણ ડ્રાય સ્કિનની સમસ્યા રહેતી હોય તો સ્નાન કરવાના પાણીમાં ઉમેરો આ વસ્તુઓ, ડ્રાય સ્કિનની સમસ્યાથી મળશે છૂટકારો

શિયાળામાં, મોટાભાગના ગરમ પાણીમાં સ્નાન કરે છે. જે શરદી સામે રક્ષણ આપે છે પરંતુ ત્વચામાં ડ્રાયનેસ વધી જાય છે. આ સિવાય ત્વચામાં બળતરા, ખંજવાળની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં કેટલીક ખાસ વસ્તુઓ પાણીમાં મિક્સ કરીને નાહવાથી આ સમસ્યાથી બચી શકાય છે. તો ચાલો જાણીએ તે કઇ વસ્તુઓ છે. ગ્રીન ટી શિયાળામાં લોકો ગરમ પાણીથી […]

અનેક સમસ્યાઓમાં રાહત આપે છે જાસૂદનું ફૂલ, કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં કરે છે લાભ, આ રીતે કરો ઉપયોગ

જાસૂદના ફૂલને આપણે સૌ જાણીએ છીએ. તેનાથી પેટદર્દ, કફ, બીપી અને વાળની સમસ્યાઓમાં પણ રાહત મેળવી શકાય છે. યાદશક્તિને વધારવામાં પણ ઉપયોગી એવા જાસૂદના ફૂલનો ઉપયોગની રીત જાણો. કફની સમસ્યામાં આપે છે લાભ જાસૂદના ફૂલના પાનનો કાઢો બનાવીને પીવાથી કફ દૂર થાય છે. તરત જ લાભ મળે છે. વાળનો વધારે છે ગ્રોથ જાસૂદના ફૂલના પાનને […]

મામી અને ભાણેજની પ્રેમ કહાનીનો આવ્યો કરુણ અંજામ: મામીના પ્રેમમાં પડેલા ભાણેજનું મામાએ કાસળ કાઢી નાખ્યું

કહેવાય છે કે, જર જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. આ વિશ્વમાં અનેક યુદ્ધો પણ લડાઈ ચૂક્યા છે. આવું જ કંઈક વિરપુર (Virpur Jalaram)માં બન્યું છે. અહીં મામા (Maternal Uncle)એ તેના ભાણેજની હત્યા (Murder) કરી નાખી છે. હત્યાનું કારણ હતું કે ભાણેજ તેની મામીના એટલે કે આરોપીના પ્રેમમાં પડ્યો હતો. ભાણેજની હત્યા માટે મામએ જે […]

ઠંડીમાં હિટરથી પાણી ગરમ કરતી મહિલાઓ સાવધાન, નડિયાદમાં હિટરથી કરંટ લાગતાં મહિલાનું મોત નિપજયું, બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારની પરિણીત મહિલાને સવારના સમયે હિટરથી કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાને કારણે મહિલા દૂર ફંગોળાતા લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી. જેને કારણે વધુ કરંટ લાગ્યો હતો. સારવાર મળે તે પહેલાં મહિલાનું મોત નિપજયું હતું. બનાવને પગલે પરિવારના હૈયાફાટ રુદનથી શોકનું મોજુ ફરી વળ્યું હતું. નડિયાદના અમદાવાદી બજારની બહાર […]

સાંસદના ડ્રાઇવરે લોકડાઉનમાં નોકરી ગુમાવી તો રાજમા-ભાત વેચવા લાગ્યા; હવે મહિને એક લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પાસે કારમાં ફૂડ સ્ટોલ લગાવીને 35 વર્ષના કરણ કુમારની કહાનીમાં દુઃખ, નિરાશા અને એમાંથી બહાર નીકળવાની વાત છે. કરણ અને તેમનાં પત્ની અમૃતા દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ વિસ્તારમાં એક સર્કલ પાસે પોતાની અલ્ટો કારમાં રાજમા-ભાત, કઢી-ભાત અને રાયતું વેચી રહ્યાં છે. દરરોજ સવારે ફરીદાબાદથી ખાવાનું બનાવીને લાવે છે. અહીં આવીને પોતાની કારની બાજુમાં […]

માવઠાને કારણે વીરપુરના ખેડૂતનો કોબિજ અને ફ્લાવરનો પાક નિષ્ફળ, 10 વીઘાના પાક પર રોટાવેટર ફેરવી નાખ્યું, કહ્યું માર્કેટમાં 1 રૂપિયે કિલો લેવા કોઈ તૈયાર નથી

તાજેતરના માવઠાએ સૌરાષ્ટ્રના અસંખ્ય ખેડૂતોની માઠી દશા કરી નાખી છે. જેમાં યાત્રાધામ વીરપુરમાં કેટલાક ખેડૂતોએ શાકભાજીમાં ફ્લાવર અને કોબીજનું વાવેતર કર્યુ છે. જેના પર માવઠું થતાં ફ્લાવરનો પાક બગડવા લાગ્યો અને ખુલ્લી બજારમાં ભાવ પણ તળિયે બેસી જતા કેટલાક ખેડૂતોએ ઉભા ફલાવરના પાકમાં રોટાવેટર ફેરવી દીધું છે. હસમુખભાઈ સાકરીયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે, મેં […]