મર્સિડીઝ કારની ટક્કરથી ડિલીવરી બોયનું મોત થતાં પરિવારની મદદ માટે આગળ આવ્યો સોનુ સૂદ, ઘટનાસ્થળે જઈને પરિવારને મદદનું વચન આપ્યું

મુંબઈના અંધેરી વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં મૃતક ડિલીવરી બોય સતીશ પારસનાથ ગુપ્તા (19)ના પરિવારની મદદ માટે સોનુ સૂદ આગળ આવ્યો છે. ડિલીવરી બોય ઝોમેટા માટે કામ કરતો હતો. સોનુ સૂદે શુક્રવાર, 18 ડિસેમ્બરના રોજ ઘટનાસ્થળ પર જઈને કહ્યું હતું કે તે પરિવારને શક્ય તેટલી મદદ કરશે. મર્સિડીઝ કારની ટક્કરથી સતીશનું ઘટનાસ્થળ પર જ […]

RTOએ 3 સેવા ફેસલેસ કરી: લર્નિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા હવે RTO નહીં જવું પડે, ટુ વ્હિલરનું લાઇસન્સ હશે તો ફોર વ્હિલના લર્નિંગ માટે કમ્પ્યૂટર ટેસ્ટ નહીં આપવી પડે, ઓનલાઈન નીકળશે

વાહન વ્યવહાર વિભાગે અગાઉ આરટીઓ સંબંધિત સાત સેવાઓ ફેસલેસ કર્યા બાદ હવે વધુ ત્રણ સેવા ફેસલેસ કરી છે. જે ત્રણ સેવા ફેસલેસ કરી છે તેમાં જે અરજદાર પાસે ટુ વ્હિલરનું લાઇસન્સ હશે અને ફોર વ્હિલરનું લાઇસન્સ કઢાવવું હશે તો તેને લર્નિંગ માટેની કમ્પ્યૂટર ટેસ્ટ નહીં આપવી પડે, માત્ર ઓનલાઈન પ્રોસેસ કરવાથી ફોર વ્હિલરનું લર્નિંગ લાઇસન્સ […]

હજારો ખેડૂતો 4 સેલ્સિયસ તાપમાનમાં પણ ખડેપગે: કહ્યું- અંદર એટલો આક્રોશ છે કે ઠંડું પાણી પણ કંઈ ન બગાડી શકે

ઠંડી થથરાવી રહી છે, તેમ છતાં ખેડૂત અડગ છે. એને ન તો સરકાર હલાવી શકે છે અને ઠંડી પણ. બુધવારે સાંજે સંત બાબા રામસિંહની આત્મહત્યા પછી ખેડૂતો હચમચી ગયા હતા. ખેડૂતોનાં પરિવારજનો પરેશાન છે, આ પ્રકારની ઘટના બનતાંની સાથે જ ફોનની ઘંટડીઓ શરૂ થઈ જાય છે પરિવારજનોના ખબરઅંતર પૂછવા માટે બુધવારે રાતે અમે પણ ખેડૂતોના […]

અમદાવાદના સિંધુભવન રોડ પર ક્રેટા કારે સાયકલ પર જતાં પરિવારને અડફેટે લીધો, 2 બાળકોના મોત થતાં પરિવાર વિખેરાઈ ગયો

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર લક્ઝુરિયસ કારચાલક હાર્દિક રાજેન્દ્ર શાહે પેન્ડલ સાયકલમાં જતા પરિવારને અડફેટે લેતાં બે નાના બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે પતિ-પત્ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારચાલકે ટક્કર મારતા પતિ-પત્ની નીચે પડી ગયા હતા. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1075 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,33,263 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદહવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે જે એક સારી વાત છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1075 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1075 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,33,263એ […]

શિયાળામાં આ 3 વસ્તુઓ ખાઈ લેશો તો ગંભીર રોગો રહેશે દૂર, પાચનની સમસ્યાથી લઈ કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોનો થશે ખાતમો

શિયાળામાં શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ પ્રદાન કરતા વિવિધ પ્રકારનાં વસાણામાં જે ખાદ્ય પદાર્થો અને સૂકા મેવા ઉપયોગમાં લેવાય છે તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. શિયાળા દરમિયાન વધુ ભૂખ લાગે ત્યારે એવું ખાવું જે શરીર અને સ્વાસ્થ્યને વધુ સારાં બનાવે. શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા વધુ એનર્જી (કેલેરી)ની જરૂર પડે છે માટે જ વારંવાર ભૂખ […]

9 વર્ષના બાળકની ખુદ્દારી: બાપ જેલમાં, મા છોડીને જતી રહી.. છતાં પણ ક્યારેય માગીને ખાધું નથી કામ કરી પોતાનું અને પોતાના કુતરાનું પેટ ભરે છે

નાનાકડી ઉંમરમાં જ્યારે મુશ્કેલીઓનો પહાડ ટૂટી પડે છે, ત્યારે બાળપણ જવાબદારીઓના બોજા હેઠળ દબાઈને મરી જાય છે. આવી જ કંઈક વાત છે 9 વર્ષના અંકિતની તેને યાદ જ નથી કે પોતે ક્યાંથી આવે છે. પરંતુ તેને એટલું યાદ છે કે તેના પિતા જેલમાં છે અને માતાએ તેને આમ રસ્તા પર ઠોકરો ખાવા માટે રઝળતો મૂકી […]

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ઓનલાઈન અભ્યાસના તણાવથી સુરતમાં ધો.11ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

હાલ કોરોના મહામારીને કારણે અનેક લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. અને તેમાં પણ બાળકો માટે આ સમયગાળો ખુબ જ આકરો સાબિત થઈ રહ્યો છે. કોરોના મહામારીનો ડર તેમના દિમાગમાં તો ઘૂસી જ ગયો છે. પણ સાથોસાથ અભ્યાસનાં ટેન્શનમાં પણ તેઓ ડિપ્રેશનમાં આવી રહ્યા છે. તેવામાં સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધોરણ 11ની […]

પુણેમાં મહિલા ટ્રાફિકકર્મીએ પાછળના ખિસ્સામાં રૂપિયા મૂકાવી લાંચ લીધી, જાગૃત યુવકે વિડિયો ઉતારીને ભાંડો ફોડ્યો

આ વીડિયો મહારાષ્ટ્રના પુણેના શગુન ચોકનો છે. અહીં એક મહિલા ટ્રાફિકકર્મીએ હાથ અડાડ્યા વગર એક યુવતી પાસેથી અનોખી રીતે લાંચ લીધી હતી. રોડ પર ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે સ્કૂટી પર આવતી બે યુવતીને રોકી અને તેમાંથી એકને પાસે બોલાવી લાંચ માગી તેને કહ્યું, ‘પાછળના ખિસ્સામાં રૂપિયા મૂકી દો’. જે બાદ યુવતીએ મહિલા કોન્સ્ટેબલના પાછળના ખિસ્સામાં […]

ખાદી બોર્ડ ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર કરશે લોન્ચ, વૈદિક કલર તમારા ઘરને બેક્ટેરિયાથી બચાવશે

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર લોન્ચ કરશે. આ અંગે કેન્દ્રીય MSME મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર આ વૈદિક કલરનો ફોટો શેર કરી માહિતી આપી હતી અને કહ્યું હતું કે આનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનાવવામાં મદદ મળશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. KVICના ચેરમેન વી. કે. સક્સેનાએ […]