ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું દાન કરાયું, હૃદય રશિયાના બાળકમાં અને ફેફસાં યુક્રેનના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવન આપ્યું

રાજ્યમાં અંગદાનમાં સૌથી અગ્રેસર રહેલા સુરતમાંથી એક અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવાર દાન કરવામાં આવ્યું છે. અઢી વર્ષના જશ સંજીવ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયા બાદ ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે. પત્રકાર પિતાએ સંમતિ આપતાં જ જશનું હ્રદય હવે રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે રશિયાના 4 વર્ષના […]

ખેડૂતોના સમર્થનમાં શીખ સંત રામ સિંહે આંદોલન સ્થળે આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં લખ્યું – આ જુલમ વિરૂદ્ધનો અવાજ

ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી છે. તેમની ઓળખ કરનાલના સિંઘરા ગામના બાબા રામ સિંહ તરીકે થઈ છે. તેઓ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત હતા. તેમના અનુયાયીઓની સંખ્યામાં લાખોમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્યુસાઇડ નોટ- આ પગલું ખેડૂતોના હક […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1160 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,31,073 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો હતો જે એક સારી વાત છે. પરંતુ આજે ગઇ કાલ કરતા કોરોનાનાં કેસમાં 50 અંકનો વધારો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1160 પોઝિટિવ કેસ આવ્યા છે (Today […]

શિયાળામાં દાંતનો દુ:ખાવો વકરે તો અસહ્ય દર્દથી છુટકારો મેળવવા કરો બસ આટલુ

ચહેરાની સુંદરતા સાથે સ્વસ્થ મોં રાખવું પણ ખૂબ મહત્વનું છે. સારૂ સ્મિત સરળતાથી કોઈનું દિલ જીતી શકે છે. જો દાંતની સફાઈનું ધ્યાન ન લેવામાં આવે તો દાંતમાં સડો, પોલાણ, કેવટીઝ, નબળા દાંત, પાયોરીયા, દાંતમાં સડો થવો, મોમાંથી દુર્ગંધ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ કિસ્સામાં, તમારા દાંતની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં, આજે […]

ઘરે જ બનાવો લીલા લસણથી ભરપૂર સ્વાદિષ્ટ વઘારેલો રોટલો, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત

સરસ મજાની શિયાળાની ઠંડી હોય અને જો તેમા ગરમ ગરમ વઘારેલો રોટલો ખાવા મળી જાય તો ખાવાની મજા જ કઇક અલગ હોય છે. ખાસ કરીને વઘારેલો રોટલો ખાવા માટે તમે ઢાબા પર જતા હશો. પરંતુ હવે ઢાબામાં નહીં ઘરે જ તમે વઘારેલો રોટલો બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય વઘારેલો રોટલો.. સામગ્રી […]

અમદાવાદમાં નોકરી નહીં મળતા ઇલેક્ટ્રિકલ એન્જીનિયરે શરૂ કર્યો ચા નો સ્ટોલ, નામ આપ્યું છે એન્જીનિયરની ચા

અમ્મી જાન કહેતી હૈ કોઈ ભી ધંધા છોટા નહીં હોતા ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા. આમ તો આ ફિલ્મી ડાયલોગ છે પરંતુ અમદાવાદના એન્જીનિયર યુવાન રોનક પર ફિટ બેસે છે. ભણી ગણીને ડિગ્રી એન્જીનિયરીગ કર્યું પણ હવે માર્કેટમાં નોકરી નથી. અનેક કંપનીઓનાં પગથિયાં ચઢી પગના તળિયા ઘસ્યા બાદ યુવાનને થયું કે નોકરી […]

સુરતમાં વેપારીનો 11મા માળેથી કૂદી આપઘાત, મરતા પહેલાં પોતાની જ તસવીર પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મોકલી હતી

સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પ્લેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વહાલું કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતાં મિત્રોને લાશ મળી હતી. નવનિર્મિત કોમ્પ્લેક્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું અડાજણ […]

જીવનના પાછલા સમયમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈનાં 65 વર્ષીય વધૂએ લગ્ન કરી વડોદરામાં સ્થાયી થયાં

જીવનના પાછલા સમયમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈનાં 65 વર્ષીય વધૂએ રવિવારે લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર બાળકો સામે મૂક્યો તો તેમણે વિચારને રાજી-ખુશીથી અપનાવ્યો હતો. નવી ઈનિંગ તેઓ દુનિયા ફરી મોજથી જીવવા માગે છે. અંકલેશ્વરમાં રહેતા હરીશભાઈ પટેલ […]

ભાજપના સાંસદ વસાવાનો સ્ફોટક પત્ર: ‘રૂપાણી સાહેબ, ગુજરાતની આદિવાસીપટ્ટીની યુવતીઓ વેચાઈ રહી છે, મહેરબાની કરીને લવ-જેહાદનો કાયદો બનાવો ને દીકરીઓને બચાવો’

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે હવે […]

રાજકોટનો કરોડપતિ ચોર, ત્રણ માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો, 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી, સુરતમાં 19 લાખની કાર બુક કરાવી હતી

કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરાએ છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરમાં 12 સ્થળે ખાબકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉસેડી લીધો હતો. પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઇ રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેનો સાગરીત અગાઉથી જેલમાં હોઈ પોલીસે તેનો કબજો મેળવવાની તજવીજ શરૂ કરી હતી. આનંદે 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી હતી. […]