ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 990 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,39,915 થયો
રાજ્યમાં હાલ કોરોના કેસોની સંખ્યા 1000થી નીચે નોંધાઈ રહી છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં નવા (Gujarat Corona Update)990 કેસ નોંધાયા હતા. જ્યારે 8 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1181 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 2,39,915 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાને કારણે કુલ 4262 લોકોએ જીવ ગુમાવ્યો છે. […]