પ્રામાણિકતા ફરી જીતિ ગઈ, માતાપિતાના સંસ્કારો બાળકોમાં ઝળક્યા, બે બાળકોએ રોડ પરથી મળેલા 50 હજાર રૂપિયા પોલીસને સોંપ્યા

પોલીસના નામથી ઘણા પરિવારો પોતાના નાના બાળકોને ડરાવી તેમના કામ કઢાવતા હોય છે. આવું દ્રશ્ય આપણે બધાએ જોયું જ હશે. પરંતુ પોલીસ કોઈ પરગ્રહવાસી નથી, તે આપણાં પૈકીના જ છે. તેઓ આપણા મિત્રો છે અને આપણે તેમના. તેમની મદદ કરવી એ આપણી ફરજ છે. સુધારો આપણાથી જ શરૂ થાય તે સનાતન સત્ય છે. આવું થશે […]

શું તમે ડુંગળીની ચા વિશે સાંભળ્યું છે? ડુંગળીની ચા પીવાના છે અઢળક ફાયદા, મોટાપાની બીમારી થઇ જશે છૂમંતર

મસાલા ચા, બ્લેક ટી, ગ્રીન ટી, ગુલાબની ચા, દુધની ચા વગેરે અલગ અલગ પ્રકારની ચા બનાવવામાં આવે છે. પણ શું તમે ડુંગળીની ચા વિશે સાંભળ્યું છે. આજે અમે તમને ડુંગળીની ચા વિશે બતાવીશું, જેને પીવાથી હેલ્થને અઢળક ફાયદા થાય છે. સાથે જ તે સ્વાદમાં પણ બેસ્ટ હોય છે. કેવી રીતે બનાવશો? સૌથી પહેલા એક ડુંગળીને […]

સુરત : STના કર્મચારીઓએ હદ વટાવી, દારૂની મહેફિલનો વિડિયો વાયરલ થયો

સુરત (Surat) શહેરમાં સોશિયલ મીડિયામાં (Social Media) જાણે કે ક્રાંતિ આવી હોય એવો માહોલ છે. રોજ રોજ જાતજાતના અને ભાતભાતના વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તંત્રની લાલિયાવાડીથી લઈને ભ્રષ્ટાચાર સુધીના આ વીડિયોમાં હવે લાઇવ દારૂ પાર્ટીઓનો (Liquor Party) ઉમેરો થયો છે. સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓ ફરજના સ્થળે જ દારૂ પીતા હોવાનો એક […]

ભલાઈ કરવા જતાં આબરૂ લૂંટાઈઃ બીમાર મહિલાની સેવા કરવા યુવતી રોકાઈ, તેના પતિએ પીંખી નાખી

રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘરના મોભીએ પોતાની પત્નીની બીમારીને કારણે એક મહિલાને મદદ માટે આજીજી કરી હતી. બીમાર પત્નીની મદદ માટે આવેલી મહિલાને એકલી સૂતી જોઈને ઘરનો મોભી તેની બાજુમાં જઈને સૂઈ ગયો હતો. મહિલાએ વિરોધ કરતાં તેને ધમકી આપીને નિર્વસ્ત્ર કરી નાખી હતી. આ ઘટનાથી ગભરાયેલી […]

બગસરામાં પંચરની દુકાન ચલાવતો સામાન્ય યુવક બન્યો નગરપાલિકાનો પ્રમુખ, ચૂંટણીપ્રચાર પણ સાઇકલ પર ફરી કર્યો હતો

અમદાવાદ મનપાના મેયર બાદ અમરેલીની બગસરા નગરપાલિકામાં એક સામાન્ય માણસને પ્રમુખ બનાવી ભારતીય જનતા પાર્ટીએ રાજકારણમાં નવો ચીલો ચિતર્યો છે. બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી વિજેતા થયેલા પરેશ ઉર્ફે ઈન્દુકુમાર ખીમસૂરિયાની નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામા આવી છે. મહત્ત્વનું છે કે પરેશ ખીમસૂરિયા એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે બગસરામાં ટાયર અને પંચરની દુકાન ચલાવી […]

દંપતી માટે ડોક્ટર બન્યા ‘ભગવાન’, દાહોદમાં દંપતીને ખેતર ન વેચવા દઇ તબીબે રૂા.1.40 લાખનું બિલ માફ કર્યું

દાહોદ નજીક આવેલ રાજસ્થાનના સરહદી વિસ્તારના સરેરાશ 40 વર્ષની વય ધરાવતા ગરીબ દંપતીની સારવારનું સંપૂર્ણ પેકેજ તબીબે માફ કરી માનવતાભર્યો અભિગમ દર્શાવતા લગ્નના 20 વર્ષ બાદ નિ:સંતાન દંપતીને સંતાનપ્રાપ્તિ થઈ છે. દાહોદથી માંડ 100 કિ.મી.ના અંતરે રાજસ્થાનના બાંસવાડાના સાવ નાનકડા ખેરડાબરા ગામના કાંતાબેન અને તેમના પતિ થાવરચંદ ચરપોટાએ તેમના 20 વર્ષના દામ્પત્યજીવન દરમ્યાન 3 વખત […]

કોરોનાએ ધંધાની કમર તોડી : 23 હજાર કરોડની ખોટને કારણે ગુજરાતમાં ટ્રાવેલ-સંચાલકોને 13 હજારમાંથી 5500 બસ વેચવા મૂકવી પડી

કોરોનાનું જોર સતત વધતા રાજ્યના ખાનગી ટ્રાવેલ ઉદ્યોગને મરણતોલ ફટકો પડ્યો છે. ટૂર-ટ્રાવેલચાલકોના ફેડરેશનના જણાવ્યા મુજબ, સમગ્ર રાજ્યમાં 13000 ખાનગી બસોમાંથી 5500 બસો વેચવા કાઢી છે. 30 ટકા બસો વેચાઇ ગઇ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60 ટકા બસો બંધ હાલતમાં છે. રાજ્યમાં 2300 કરોડનું નુકસાન છે, જેમાં સૌથી વધુ અમદાવાદ, બીજા ક્રમે સુરત અને […]

ભાવનગરના તળાજામાં યુવકે ધોરણ-12ની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ આચર્યું, 10 તોલા સોનું પણ પડાવી લીધું

ભાવનગર જિલ્લા (Bhavnagar district)નાં તળાજાના એક વિધર્મી યુવકે એક સગીરા (Teenager)ને ફસાવી દુષ્કર્મ આચરી ઘરેણાં પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. આ યુવક સામે આરોપ છે કે તે લૉકડાઉન (Lockdown) સમયથી સગીરાનો સ્કૂલે (School) જવાના સમયે પીછો કરતો હતો. જે બાદમાં યુવતીને તેની કારમાં ઘરે લઈ જઈને બદકામ કર્યું હતું. એટલું જ નહીં, […]

મૃત વાઘના ચામડાને 2.50 કરોડમાં વેચવાની ફિરાકમાં હતા આરોપીઓ, આ રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) મૃત વાઘના ચામડાનુ (Tiger leather) વેચાણ કરવા માટે ફરી રહેલા 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ 4 મૃત વાઘના ચામડા 2.50 કરોડમા વેચવાની ફિરાકમા હતા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ કે, આ તમામ ચામડા બે વર્ષ પહેલા કર્ણાટકથી (Karnatak) આવ્યા હતા. જેથી પોલીસની તપાસ અન્ય રાજ્ય સુધી લંબાઈ છે. અમદાવાદ […]

સુરતમાં ફરી લોહીલુહાણ ગેંગવોર: બદલો લેવા ગયેલા રાવણ ગેંગના યોગેશને ડુક્કર ગેંગે ઢસડી-ઢસડીને રહેંસી નાખ્યો

સુરત શહેરના લીંબાયતમાં છેલ્લા કેટલાક સમયથી રાવણ ગેંગ અને ડુક્કર ગેંગ વચ્ચે ગેંગવોર ચાલે છે ત્યારે જેલમાં થયેલા ઝગડાની અદાવતમાં ડુક્કર ગેંગ પર હુમલો કરવા ગયેલા રાવણ ગેંગેના સભ્યોએ ડુક્કર ગેંગના યુવાનને જાહેરમાં રહેંસી નાખતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચીને આ મામલે […]