પ્રામાણિકતા ફરી જીતિ ગઈ, માતાપિતાના સંસ્કારો બાળકોમાં ઝળક્યા, બે બાળકોએ રોડ પરથી મળેલા 50 હજાર રૂપિયા પોલીસને સોંપ્યા

પોલીસના નામથી ઘણા પરિવારો પોતાના નાના બાળકોને ડરાવી તેમના કામ કઢાવતા હોય છે. આવું દ્રશ્ય આપણે બધાએ જોયું જ હશે. પરંતુ પોલીસ કોઈ પરગ્રહવાસી નથી, તે આપણાં પૈકીના જ છે. તેઓ આપણા મિત્રો છે અને આપણે તેમના. તેમની મદદ કરવી એ આપણી ફરજ છે. સુધારો આપણાથી જ શરૂ થાય તે સનાતન સત્ય છે. આવું થશે તો તેના સારા પરિણામો ભાવી પેઢીમાં જોઈ શકાશે. મોડાસાની એક ઘટનામાં નાના બાળકોમાં ઈમાનદારી અને પોલીસની મદદ બંને સંસ્કાર જોવા મળ્યા છે.

નાનપણથી મળેલા સંસ્કાર બાળકોને ઈમાનદારીના માર્ગે લઈ જાય છે. આવો જ એક કિસ્સો મોડાસા શહેરમાં બન્યો હતો. મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા બાલાજી કોમ્પ્લેક્ષ આગળથી પસાર થતા બે બાળકોને 50 હજાર રોકડાનું બંડલ મળી આવતા બંને બાળકો આશ્ચર્યચકિત બન્યા હતા અને 50 હજારનું બંડલ તેમના માતાપિતાને સોંપી દીધું હતું. માતાપિતા તુરંત સમજી ગયા અને બાળકોને એક નવા સંસ્કાર તરફ લઈ જવાના પગલા માંડ્યા. જે બાદમાં બંને બાળકો તેમના વાલી સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા.

બાળકોએ તેમને મળેલા 50 હજાર રૂપિયાનું બંડલ સુપ્રત કરતા ટાઉન પીઆઈ ગોહીલ અને પોલીસકર્મીઓએ બાળકોની ઈમાનદારીની સરાહના કરી હતી. સાથે જ પોલીસે 50 હજાર ગુમાવનાર માલિકની શોધખોળ હાથ ધરી છે. સમાજ જીવનમાં આધુનિક રહેણીકરણીમાં પરિવાર સાથેનો મેળાપ ઘટ્યો છે. વાત લાગણીઓની હોય કે સંસ્કારની કચાસ જોવા મળે જ છે.

ખૂબ ઝડપી બની ગયેલા જીવનમાં કમાણીની લ્હાયમાં સંસ્કારોનું સિંચન ચૂકી જવાય છે. આ સંસ્કારો શાંતિપૂર્ણ જીવનનો પથ હોય છે. જેમાંથી પ્રામાણિકતા જન્મે છે. એક બીજા સાથેનો આદર ભાવ જન્મે છે. મોડાસાના આ બાળકોએ આજે પોતાના પોતાના મા-બાપના ઘડતરને ઉચ્ચ કક્ષાએ મૂકી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો