‘હું તને મળવા માંગુ છુ’, વડોદરામાં દીકરીને પરેશાન કરતા યુવાનને સમજાવવા ગયેલા પિતાની ચપ્પા મારી હત્યા

વડોદરા શહેરમાં હત્યા મારામારી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. નાની-નાની વાતમાં ચપ્પાથી જીવલેણ હુમલો કરવામાં અસમાજિક તત્વોનો હાથ કાંપતો નથી. ત્યારે આજે શહેરમાં દીકરીની છેડતી કરનાર એક યુવાનને પિતા દ્વારા ઠપકો આપતા, ઉશ્કેરાયેલા યુવાને પિતાને ચપ્પાના ઘા મારી લોહીલુહાણ કરી દીધા, સારવાર મળે તે પહેલા જ આધેડનું મોત થયું છે. […]

દાહોદમાં પરિણીતાએ દર્દભરી સુસાઈડ નોટ લખી પુત્ર સાથે આપઘાત કર્યો, લખ્યું ‘પતિ અને તેની પ્રેમિકાને ફાંસીની સજા આપશો’

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે કહેવત સાર્થક કરતો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો છે પ્રેમાંધ બનેલો પરિણીત યુવક પ્રેમિકા સાથે ભાગી જતા આઘાતમાં સરી પડેલી પત્નીએ અઢી વર્ષના પુત્ર સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના અસાયડી ખાતે રેલવે ટ્રેક નજીકથી આજે લોહીલુહાણ હાલતમાં એક મહિલા અને માસૂમ બાળકનો મૃતદેહ જોઈ […]

32 વર્ષના જામેલા ધંધાને કોરોનાના 12 મહિના નડી ગયા, પટેલ ટ્રાવેલ્સે ધંધો સંકેલવાનો કર્યો નિર્ણય, બસો વેચવા કાઢી

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનાં કેસ (Coronavirus cases) વધી રહ્યા છે. એવામાં ટ્રાવેલ્સના ધંધા (Travels business)માં નુકસાનનો સામનો કરી રહેલા પટેલ ટ્રાવેલ્સે (Patel Travels) ધંધો સંકેલી લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 12 મહિનાથી કોરોના કાળ ચાલી રહ્યો છે. 32 વર્ષ જૂના ટ્રાવેલ્સના ધંધાને કોરોનાકાળના 12 મહીનાં નડી ગયા અને પટેલ ટ્રાવેલ્સે આખરે આ ધંધો બંધ કરવાનું […]

માસ્ક વગર ફરતા લોકોને 1000નો દંડ વિધાનસભામાં નેતા-બાબુને 500નો જ દંડ, આવા બેવડા ધોરણો કેમ ?

ગુજરાત વિધાનસભા જાણે ગાંધીનગર જ નહી ગુજરાતની બહાર હોય એમ જો કોઈ એ સંકુલમાં માસ્ક વગર પકડાય તો આપોઆપ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મળી જાય છે. ગુજરાતમાં ચોમેર માસ્ક નહી પહેરવા કે પછી અડધુ પહેરેલા સામાન્ય નાગરીકો પાસેથી રૂ.૧,૦૦૦નો દંડ વસૂલાય છે પરંતુ જો તમે ગુજરાત વિધાનસભા સંકુલમાં રૂ,૫૦૦ના દંડમાં જ પતાવટ થઈ જાય છે. આથી, […]

સુરતઃ ભીખ માંગવા આવેલી મહિલાઓ દુકાનમાંથી રૂ.7.5 લાખ ભરેલો થેલો લઈને થઈ છૂમંતર, ઘટના કેમેરામાં કેદ થઈ

સુરત જિલ્લાના (surat) માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં આવેલા કીમ ચાર રસ્તા ઉપર ભીખ માંગનાર મહિલાઓએ (women thief) દુકાનદાર સાથે ઝગડો કરીને 7.50 લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં (cctv) કેદ થઈ હતી. દુકાન મલિકે કોસંબા પોલીસ મથકમાં (kosamba police station) ફરિયાદ નોંધાવી હતી. કોસંબા પોલીસે સીસીટીવીના આધારે […]

યુવતીને ખભા ઉપર બેસાડી યુવતીનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો વિડિયો વાયરલ, પોલીસે ફટકાર્યો રૂ. 28,000નો દંડ

ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ચાલુ સ્કોર્પિયો જીપની (scorpio jeep stunt) છત ઉપર ચડીને યુવકે સ્ટંટ કર્યા હતા. ત્યારબાદ ત્રણ યુવતીઓએ પણ બૂલેટ (three girl on bullet stunt) ઉપર ખતરનાક સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ (viral video) થતાં પોલીસે યુવતીઓને 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગાઝિયાબાદમાંથી (Ghaziabad) વધુ બે યુવતીઓનો બૂલેટ ઉપર ખતરનાક સ્ટંટનો વીડિયો સામે […]

સુરતમાં મોટા વરાછાના યુવાનની ક્રૂરતાથી હત્યા, છાતી અને જાંઘમાં હથિયારના ઘા ઝીંકી લાશ ફેંકી દીધી

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઈન્ડસ્ટ્રીઝ વિભાગ- ૨ પ્લોટ નં-૨૯૦-૨૯૧ની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંથી ગઈકાલે મોડી સાંજે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યારાઓએ મૃતકને છાતી અને પગના જાંઘના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે સુરતમાં સતત […]

ધૈર્યરાજના ઇન્જેક્શન માટે એકઠા થયા 8 કરોડ રૂપિયા, ‘બાલવીર’એ વિડિયો દ્વારા કરી મદદની અપીલ

ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજસિંહને (DharamRajsinh Rathod) બચાવવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. ત્યારે બીજી તરફ ધૈર્યરાજ સિંહની મદદ અર્થે એકત્ર થયેલ ભંડોળનો આંક 8 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે કે 50 ટકા સુધીનું ભંડોળ ધૈર્યરાજ સિંહ માટે એકત્ર થઇ ચૂક્યું છે. ત્યારે ધૈર્ય રાજ સિંહ ની મદદ કરવા માટે એક બાદ એક સેલિબ્રિટી મેદાને […]

ભુજમાં 12 લાખની નકલી નોટો સાથે MPનું દંપતી ઝડપાયું, વેપારીઓને નકલી નોટો પધરાવી કર્યું શોપિંગ

ગુજરાત (Gujarat) સહિત દેશમાં બનાવટી ચલણી નોટો (fake rupee) પકડાઈ રહી છે. ત્યારે મધ્ય પ્રદેશના દંપતીને (Madhya pradesh couple) પણ પોલીસે 12 લાખની બનાવટી ચલણી નોટો પકડાઈ હતી. મધ્ય પ્રદેશના દંપતીની પોલીસે ધરપકડ (police caught couple) કરી હતી. સાથે જ 12 લાખ રૂપિયાની માતબર રકમની નકલી નોટોને પણ જપ્ત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું […]

જેતલસરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ઘરની બહાર કાઢી જાહેરમાં સગીરાની છરીના 35 ઘા મારી હત્યા કરી, ગામ સ્વયંભૂ બંધ, મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

જેતપુર તાલુકાના જેતલસર ગામે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તરુણીને વારંવાર લગ્ન કરવા દબાણ કર્યું હતું અને તે વારંવાર ના પાડતી હતી, આથી જયેશ ગિરધરભાઈ સરવૈયા નામના શખસે ગઇકાલે મંગળવારે બપોરના સમયે માતા-પિતા મજૂરી અર્થે બહાર ગયાં હોઈ, ત્યારે યુવતીના ઘરે જઈ ભાઈ-બહેન એકલાં હતાં ત્યારે છરીના આડેધડ 35 ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. આના […]