ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર બિમાર પડતા પત્નીએ પતિની તબિયતની ચિંતા કર્યા વિના કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડીને સેવાનું ઉમદુ ઉદાહરણ પુરું પાડયું

ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર્સની કામગીરી કરતો યુવાન બિમાર પડતાં કોરોના મહામારીમા દર્દીઓને ઓક્સિજન ખૂટે નહી તે માટે પત્નીએ બિમાર પતિનો ધંધો સંભાળી લીધો છે. હોસ્પિટલો તથા મેડિકલને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડીને સેવાનું ઉમદુ ઉદાહરણ સાથે નારી નારાયણી બની છે. પતિ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ધોરાજી, ઉપલેટા અને જામકડોરણા પંથકમાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું […]

ભાજપના નેતાના પુત્રના લગ્નમાં કોરોનાના નિયમોના લીરેલીરા ઉડ્યાં, 50 ના બદલે 500 લોકો સાથે તાયફો આદરી રૂપાણી સરકારને ગાલે તમાચો માર્યો

ગુજરાતમાં કોરોના વાયરસની ભયંકર સ્થિતિ છે. રાજ્યની ભાગ્યે જ કોઈ એવી હોસ્પિટલ નથી કે જ્યાં કોઈ પથારી ખાલી હોય. કોરોનાને નાથવા નવા નવા અને આકરા નિયમો બનાવીને પ્રજા પાસેથી આકરો દંડ વસુલવામાં આવે છે. સાથો સાથ કડક સજા પણ કરવામાં આવે છે જોકે આ બધા નિયમો જાણે પ્રજા માટે જ છે ભાજપના નેતાઓ માટે નહીં. […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,340 કેસો નોંધાયા, 110 લોકોના કોરોનાથી મોત, 3,981 દર્દીઓ સ્વસ્થ થયાં

હાલમાં માતેલા સાંઢની માફક કોરોના ગુજરાતમાં વધી રહ્યો છે. લોકોનો મોત પણ સરકાર તેમજ ગુજરાતની 6 કરોડ જનતા માટે ચિંતાનો વિષય છે. કોરોનાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ભયકંર વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે મોતનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે આજે શનિવારના રાજ્યમાં કોરોનાના વધુ 10,340 […]

ભાવનગરના રૂપાવટી ગામે પુત્ર સાથે ઝઘડાનો ઠપકો આપવા ગયેલા પિતાને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યા

ભાવનગર જીલ્લાનાં ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે ગત રાત્રિના અરસા દરમિયાન તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી યુવાનની હત્યા થવા પામી હતી. જે મામલે પુત્ર સાથે મોબાઇલની બાબતે થયેલ બોલાચાલીનો ઠપકો આપવા જતા ચાર શખસોએ જીવલેણ હુમલો કરી પિતા-પુત્ર અને બે ભત્રીજાને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાનનું મૃત્યુ નિપજવા પામ્યા સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. બનાવની […]

કોરોનાના દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટર પિતા-પુત્રને હોસ્પિટલ માટે ભટકવું પડ્યું, ડૉક્ટર પિતા-પુત્રના બંનેના મોત, માતાની હાલત પણ ગંભીર

મુંબઈ નજીકના કલ્યાણમાં રહેતા ડૉક્ટર પિતા-પુત્રને કોરોના ભરખી ગયો છે. જ્યારે ડૉક્ટરના પત્નીની હાલત હાલ ખૂબ જ ગંભીર છે, અને તેઓ વસઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોરોનાથી જ મોતને ભેટેલા ડૉક્ટર પિતા-પુત્રએ વેક્સિન લીધી હતી કે કેમ તેની માહિતી હજુ સુધી મળી શકી નથી. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી તેઓ કોરોનાના દર્દીઓની […]

સુરતની નવી સિવિલ હૉસ્પિટલનો શરમજનક કિસ્સો, મોતનો મલાજો પણ ન જળવાયો, મહિલાઓના દાગીના પણ સલામત નથી!

સુરતની નવી સિવિલમાં આવેલ કોવીડ હૉસ્પિટલ ફરી આવી છે વિવાદમાં અહીંયા સારવાર માટે દાખલ દર્દીના મુત્યુ બાદ દાગીના ગુમ થયાની મરનાર મહિલાના પરિવારે હોસ્પિટલ પર આક્ષેપ લગાવ્યા છે. જોકે હોસ્પિટલ તરફથી કોઈ જવાબ નહિ મળતા મહિલા પરિવારે આ મામલે ખટોદરા પોલ્સી મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે, ત્યારે હૉસ્પિટલો સતત દર્દીથી ઉભરાઈ […]

અમદાવાદની આ સોસાયટીએ કોરોના દર્દી માટે કર્યો નવતર પ્રયોગ, હોસ્પિટલમાં બેડ ન મળતા ક્લબ હાઉસને બનાવી દીધી હૉસ્પિટલ, કોરોનાના દર્દીઓ લઇ રહ્યાં છે સારવાર

અમદાવાદમાં (Ahmedabad) કોરોના કેસનો (corona cases) રાફડો ફાટી નીકળ્યો છે એપ્રિલ મહિનામાં 7 જ દિવસમાં 15 હજાર કેસ સામે આવતાં તંત્ર સામે અનેક મુશ્કેલીઓ છે. જેમાંથી સૌથી મોટી મુશ્કેલી છે હૉસ્પિટલની વ્યવસ્થા. અમદાવાદ શહેરની તમામ ખાનગી હૉસ્પિટલના બેડ ફુલ થઈ ચુક્યા છે. આવામાં હોમ ક્વૉરન્ટીન ફેસિલીટી માટે પણ અનેક હૉસ્પિટલે વ્યવસ્થા ગોઠવી છે. આ વચ્ચે […]

હિંમતથી કોરોનાને માત આપતા સુરતીઓ: 82 વર્ષનાં દાદીએ હાર્ટ-અટેક આવ્યાના 15 જ દિવસમાં કોરોનાને હરાવ્યો, 24 વર્ષની યુવતી બાયપેપ પરથી 7 દિવસમાં સાજી થઈ

વધી રહેલા કેસની સામે સકારાત્મક અભિગમ દાખવી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જહાંગીરાબાદના 82 વર્ષનાં વૃદ્ધાને હાર્ટ-અટેક આવ્યાના 15 દિવસમાં કોરોના થયો હતો અને પોઝિટિવ વિચારોથી સાજા થઇ ગયા છે, જ્યારે 24 વર્ષની યુવતીને કોરોના થયા બાદ સાત દિવસમાં જ હોસ્પિટલમાંથી રજા મળી છે. મૂળ પ્રયાગરાજનાં સંધ્યા રાજપૂતનો 8મી એપ્રિલે કોવિડ રિપોર્ટ […]

સુરતમાં સંસ્થાઓની પહેલ: વરાછામાં માત્ર છ જ દિવસમાં સાત આઇસોલેશન સેન્ટર ઉભાં કરાયાં, સૌરાષ્ટ્ર પટેલ સમાજે કહ્યું ‘હોસ્ટેલનું દાન પણ દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લઈશું’

સુરતીઓ ગમે તેવી આપદા આવી પડે તો તેનો હિંમતભેર સામનો કરવામાં ક્યારેય પાછળ પડયા નથી. કોરોના મહામારીમાં પણ સુરતીઓએ પોતાનો મિજાજ બતાવી દાનનો ધોધ વહેડાવી બે દિવસમાં દર્દીઓ માટે 20 લાખનું દાન કર્યું છે. આ સાથે 1 હજાર લોકો દર્દીઓની સેવા કરવા માટે તૈયાર છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજે તો ત્યાં સુધી કહ્યું કે, દર્દીઓની મદદ […]

રાજકોટ સિવિલમાં દર્દીઓ ખરેખર ભગવાન ભરોસે, વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ ઓક્સિજનનું પ્રેશર ઓછું હોવાથી ડચકા ભરે છે, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

એક તરફ કોરોનાનો કાળો કેર ચાલી રહ્યો છે અને બીજી તરફ અન્ય બીમારીથી પીડાતા દર્દીઓના પણ હાલ બેહાલ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બેદરકારી સામે આવતી હોય છે ત્યારે વધુ એક બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ઓક્સિજનનું પ્રેશર ઓછું થઇ જતાં દર્દીઓ ઓક્સિજન માટે ડચકા ભરી રહ્યા હોય તેવા દ્રશ્યો […]