ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 9,541 કેસો નોંધાયા, 97 લોકોના કોરોનાથી મોત, 3,783 દર્દીઓ સ્વસ્થ થયાં

હાલમાં માતેલા સાંઢની માફક કોરોના ગુજરાતમાં વધી રહ્યો છે. લોકોનો મોત પણ સરકાર તેમજ ગુજરાતની 6 કરોડ જનતા માટે ચિંતાનો વિષય છે. કોરોનાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં ભયકંર વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે મોતનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે આજે શનિવારના રાજ્યમાં કોરોનાના વધુ 9541 […]

મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયો, મીઠું, નીલગીરીનું તેલ અને નાગરવેલનું પાન કોરોનાથી બચાવે, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ બતાવી આસાન રીત

વેરાવળના સીનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો છે મહામારી કોરોના સામે રક્ષણ આપતાં ઘરેલું ઉપાયોનો. ખેતસીભાઈએ ધરતીનું મહત્ત્વ સમજાવતાં બહુ આસાન રીતે ત્રણ ઉપાય બતાવ્યા છે. જેમાં એક છે રસોઈમાં વપરાતા મીઠાનો, બીજો છે નીલગીરીના તેલનો અને ત્રીજો છે નાગરવેલના પાનનો. ખેતસીભાઈનું કહેવું છે કે, […]

વાલી મંડળ દ્વારા ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને 50 ટકા ફીમાં રાહત આપવા માંગણી, કર્મીઓને રાહત પેકેજ આપવા માગ

કોરોના મહામારીના કારણે ગત વર્ષે સ્કૂલો બંધ રહેવાથી ખાનગી સ્કૂલોની ફીમાં ૨૫ ટકા કાપ મૂકવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો. જોકે આ વખતે પણ હાલની પરિસ્થિતિ જોતા સ્કૂલો બંધ રાખવાનો સરકારે આદેશ આપેલો છે. જેથી આ વર્ષે પણ ખાનગી સ્કૂલોની ફીમાં વાલીઓને રાહત આપવામાં આવે તેવી માંગ ઊઠી છે. રાજ્યના વિવિધ વાલી મંડળ દ્વારા ખાનગી […]

દર્દીનાં મોત બાદ હૉસ્પિટલે બાકી બિલની ઉઘરાણી માટે પરિવારની કાર લખાવી લેતા કલેક્ટરે હૉસ્પિટલની કોવિડ-19 તરીકેની માન્યતા કરી રદ

કોરોનાના કપરા કાળમાં હજુ અનેક હૉસ્પિટલો (Hospital) દર્દીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી રહી છે. આવી હૉસ્પિટલો દર્દીઓ પાસે બાકી બિલની પઠાણી ઉઘરાણી કરી રહી છે. વલસાડ જિલ્લા (Valsad district)માં સૌથી જાણીતી એવી વાપીની ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી (21st Century Hospital)માં ચાલતી Covid-19 હોસ્પિટલની પરવાનગી રદ કરી દેવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટરે (Valsad district collector) મનમાની કરીને […]

એક્ટર સોનૂ સૂદ ફરી આવ્યો લોકોની વહારે, કહ્યું લોકડાઉન થાય કે ન થાય, તમારા રોજગારની ચિંતા મારા પર છોડી દો, ટ્વિટ વાયરલ

કોરોના વાયરસ (Corona virus) ફરી એક વખત હાહાકાર મચાવી રહ્યો છે. આ લહેર પહેલા કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ રહી છે. આ કારણે ફરી એક વખત કેટલીક જગ્યાઓ પર લોકડાઉન (Lockdown)ની સ્થિતિ ઉભી થઈ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં જ્યારે દેશભરમાં કોરોનાથી બચવા માટે લોકડાઉન (Lockdown) લગાવવામાં આવ્યુયં હતું. જેના પગલે વધારે […]

1200 બેડની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જંગલરાજ હોય તેવા દ્રશ્યો ખડાં થયાં, પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ડેડબોડીને સીધી સ્મશાનમાં મોકલાઈ

અમદાવાદ સિવિલ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં રીતસર જંગલરાજ હોય હોય તેવા દ્રશ્યો ખડાં થયાં છે, શુક્રવારે સાંજે સાત વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ ડેડબોડી સીધી સ્મશાન ગૃહે મોકલવામાં આવી હોવાની માહિતી સપાટી પર આવી છે, અત્યાર સુધીમાં પહેલી વાર મોટી સંખ્યામાં મૃતકોના સગાના ટોળે ટાળાં ડેડબોડી વિભાગ પાસે એકઠા થયા હતા. આસપાસના વિસ્તારમાં વાહનો […]

વડોદરાની પારુલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સાજા કરવા મ્યુઝિક થેરપીનો ઉપયોગ: PPE કિટમાં ડાન્સ કરીને હોસ્પિટલનો સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ડર દૂર કરવાનો કરે છે પ્રયાસ

કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી મૂક્યો છે. કોરોનાની બીજી લહેરે અનેક લોકોના પરિવારો વેરવિખેર કરી દીધા છે, ત્યારે વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટી સ્થિત પારુલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જાય એ માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગીતો સાથે ડાન્સ કરીને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના સ્ટાફની સાથોસાથ દર્દીઓ પણ […]

આવી છે ગુજરાતની હાલની સ્થિતિ: અહીં 18 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોંળી ચિતા બનાવી, એક સાથે પાંચ મૃતદેહોને એક ફૂટનું અંતર રાખીને અગ્નિદાહ

સુરતના એક સ્મશાનગૃહમાં બુધવારે રાત્રે એક જ ચિતા પર પાંચ મૃતદેહોને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે, જેના કારણે મૃતદેહોની સંખ્યા ઘટાડવા માટે આવું કરવામાં આવ્યું હતું. આવું દ્રશ્ય માત્ર ગુજરાતમાં જ નહીં, આખા ગુજરાતના સ્મશાનગૃહોમાં જોવા મળી રહ્યું છે. સ્મશાનગૃહો 24 કલાક ધમધમી રહ્યા છે, તેમ છતાં […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 8,920 કેસો નોંધાયા, 94 લોકોના કોરોનાથી મોત, 3,387 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 8,920 નવા કેસ અને 94 લોકોના મોતથી ખડભળાટ મચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ નોંધાયા છે તો 94 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે. અને 3,387 દર્દીઓ સાજા થયાં છે. આ […]

રાત્રે ઊંઘતા પહેલા હૂંફાળા પાણી સાથે બે લવિંગ ખાવથી વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો અને શેર કરો

ભારતીય મરી-મસાલામાં વપરાતું લવિંગ વાનગી સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. આયુર્વેદમાં સદીઓથી ઔષધિ તરીકે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જો લવિંગનું સેવન નિયમિત કરવામાં આવે તો પેટ, દાંત અને ગળાના દુખાવા સંબંધિત તકલીફોમાં રાહત અપાવી શકે છે. લવિંગમાં રહેલું યુજેનોલ (Eugenol) નામનું તત્વ સ્ટ્રેસ અને પેટની સામાન્ય તકલીફો દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. […]